જલ્દી કરો! પોસ્ટ વિભાગમાં 21413 જગ્યા માટે બમ્પર ભરતી, 10 પાસ માટે શાનદાર મોકો
India Post GDS Recruitment 2025: ભારતીય ટપાલ વિભાગે ગ્રામીણ ડાક સેવકોની 21413 જગ્યાઓ માટે બમ્પર ભરતી બહાર પાડી છે. આ ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા 10મી ફેબ્રુઆરીથી શરૂ થઈ ગઈ છે.
Trending Photos
India Post GDS Recruitment 2025: ભારતીય પોસ્ટ વિભાગે સમગ્ર દેશમાં 23 રાજ્યમાં ગ્રામીણ ડાક સેવકોની 21413 જગ્યાઓ માટે બમ્પર ભરતી બહાર પાડી છે. આ ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા 10મી ફેબ્રુઆરીથી શરૂ થઈ ગઈ છે. રસ ધરાવતા ઉમેદવારો 03 માર્ચ 2025 સુધીમાં સત્તાવાર વેબસાઇટ indiapostgdsonline.gov.in પર જઈને અરજી કરી શકે છે. જેમાં 1203 ખાલી જગયા ગુજરાત માટે છે. તેમજ ઉત્તરપ્રદેશ માટે 3004, બિહારમાં 783, છત્તીસગઢમાં 638, મધ્ય પ્રદેશમાં 1314 જગ્યાઓ ખાલી છે.
10 પાસ ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે. લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં. મેરિટના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. 10માં મેળવેલા ગુણના આધારે મેરિટ બનાવવામાં આવશે. ગ્રામીણ ડાક સેવકની આ ભરતી અંતર્ગત બ્રાન્ચ પોસ્ટ માસ્તર, મદદનીશ શાખા પોસ્ટ માસ્તર, ડાક સેવકની જગ્યાઓ ભરવામાં આવશે. તમે 6 માર્ચથી 8 માર્ચ 2025ની વચ્ચે ફોર્મમાં સુધારો કરી શકશો.
કયા રાજ્યમાં અને કઈ ભાષામાં કેટલી પોસ્ટ?
ઉત્તર પ્રદેશ 3004 હિન્દી
ઉત્તરાખંડ 568 હિન્દી
બિહાર 783 હિન્દી
છત્તીસગઢ 638 હિન્દી
દિલ્હી 30 હિન્દી
રાજસ્થાન NA હિન્દી
હરિયાણા 82 હિન્દી
હિમાચલ પ્રદેશ 331 હિન્દી
જમ્મુ/કાશ્મીર 255 હિન્દી/ઉર્દુ
ઝારખંડ 822 હિન્દી
મધ્ય પ્રદેશ 1314 હિન્દી
કેરળ 1385 મલયાલમ
પંજાબ 400 પંજાબી/અંગ્રેજી/હિન્દી
મહારાષ્ટ્ર 25 કોંકણી/મરાઠી
ઉત્તર પૂર્વીય 1260 બંગાળી/હિન્દી/અંગ્રેજી/મણિપુરી/અંગ્રેજી/મિઝો
ઓડિશા 1101 ઉડિયા
કર્ણાટક 1135 કન્નડ
તમિલનાડુ 2292 તમિલ
તેલંગણા 519 તેલુગુ
આસામ 1870 આસામી/અસોમિયા/બંગાળી/બાંગ્લા/બોડો/હિન્દી/અંગ્રેજી
ગુજરાત 1203 ગુજરાતી
પશ્ચિમ બંગાળ 923 બંગાળી/હિન્દી/અંગ્રેજી/નેપાળી
આંધ્ર પ્રદેશ 1215 તેલુગુ
વય મર્યાદા
- ન્યૂનતમ 18 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ.
- મહત્તમ વય મર્યાદામાં અનુસૂચિત જાતિને પાંચ વર્ષની અને OBC વર્ગને ત્રણ વર્ષની છૂટ આપવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત
- ગણિત અને અંગ્રેજી સાથે 10મું ધોરણ પાસ કરેલ હોવું જોઈએ.
- તમે જે રાજ્ય માટે અરજી કરી રહ્યા છો તેની સ્થાનિક ભાષાનું જ્ઞાન હોવું આવશ્યક છે.
- ઉમેદવારને કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ. સાયકલ ચલાવતા પણ આવવું જોઈએ.
પગાર ધોરણ (પોસ્ટ મુજબ)
- BPM માટે 12,000 રૂપિયાથી -29,380 રૂપિયા.
- ABPM/ડાક સેવક માટે 10,000 રૂપિયાથી -24,470 રૂપિયા
પસંદગી પ્રક્રિયા
- ઉમેદવારોની ઓનલાઈન સબમિટ કરેલી અરજીઓના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરીને પસંદગી કરવામાં આવશે.
- ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોને કોઈ પસંદગી આપવામાં આવશે નહીં. અંતિમ પસંદગી 10માં મેળવેલા માર્કસના આધારે કરવામાં આવશે.
- જનરલ અને ઓબીસી કેટેગરી માટે અરજી ફી - 100.
- એસસી, એસટી અને તમામ કેટેગરીની મહિલાઓ માટે કોઈ ફી નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે