ભૂત-પ્રેતના ડરથી 36 વર્ષથી મહિલા બનીને રહે છે જૌનપુરનો આ વ્યક્તિ, જાણો શું છે કારણ
ચિંતા જણાવે છે કે તેણે ત્રણ લગ્ન કર્યા હતા જેમાં બીજી પત્ની બંગાળી હતી અને તેના મોત બાદ મને સપનું આવ્યું અને તેની આત્મા મને પરેશાન કરી રહી છે, જેણે મને મહિલાઓની જેમ જીવવા માટે મજબૂર કર્યો છે.
Trending Photos
જૌનપુર (ઉત્તરપ્રદેશ): આધુનિક યુગમાં જ્યાં વિજ્ઞાને અંધવિશ્વાસને પાછળ છોડવાનો પ્રયાસ કર્યો છે તો ઉત્તરપ્રદેશના જૌનપુરથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં એક વ્યક્તિ છેલ્લા 36 વર્ષથી ભૂત-પ્રેતના ડરથી મહિલાનું રૂપ ધારણ કરી રહે છે. આ ઘટના ન માત્ર ચોંકાવનારી છે, પરંતુ સમાજમાં વ્યાપ્ત અંધવિશ્વાસની ઊંડાણને પણ દર્શાવે છે.
શું છે ઘટના?
જૌનપુર જિલ્લામાં રહેતા આ વ્યક્તિએ ત્રણ દાયકા કરતા વધુ સમયથી મહિલાઓની જેમ સાડી પહેરવાનું શરૂ કર્યું હતું. આમ કરવા પાછળનું કારણ તે જણાવવામાં આવી રહ્યું છે કે તેને ભૂત-પ્રેતથી ખતરાનો અનુભવ થતો હતો. તેના અનુસાર એક આત્મા તેને પરેશાન કરતી હતી અને તેને ડર હતો કે જો તે પુરૂષની જેમ રહેશે તો તેના જીવને ખતરો હોઈ શકે છે.
ગામમાં બની ગયો ચર્ચાનો વિષય
આ ઘટનાને કારણે ગામ અને આસપાસના વિસ્તારમાં ચર્ચાનો માહોલ ગરમ છે. કેટલાક લોકો તેને માનસિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યા માની રહ્યાં છે. તો કેટલાક તેને ભૂત-પ્રેતનો પ્રભાવ જણાવી રહ્યાં છે. તો કેટલાક લોકો તેને અંધવિશ્વાસ સાથે જોડી રહ્યાં છે અને કહે છે કે આ વ્યક્તિને સાચી સલાહ તથા સારવારની જરૂર છે.
9 સંતાનોમાંથી 7ના મોતથી ચિંતિત વ્યક્તિએ જણાવ્યું કે તેણે ત્રણ લગ્ન કર્યા હતા, જેમાં બીજી પત્ની બંગાળી હતી અને તેના મોત બાદ મને તે સપનું આવ્યું અને તેની આત્મા મને પરેશાન કરી રહી છે, જેણે મને મહિલાઓની જેમ જીવવા માટે મજબૂર કરી છે. મારા 9 પુત્રોમાંથી સાતના મોત થઈ ગયા છે.
સમાજમાં જાગરૂકતાની જરૂર
આ ઘટના અંધવિશ્વાસ અને માનસિક સ્વાસ્થ્યની જટિલતાને ઉજાગર કરે છે. તે જરૂરી છે કે આપણે તપાસ કર્યા વગર અંધવિશ્વાસમાં વિશ્વાસ ન કરીએ અને મામલામાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવીએ. શું આ વ્યક્તિ ખરેખર ભૂત-પ્રેતના ડરથી મહિલા બન્યો કે કોઈ માનસિક સ્થિતિનું પરિણામ છે? આ સવાલ હજુ સળગતો છે. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે સમાજે આવી ઘટનામાં સંવેદનશીલતા અને જાગરૂકતા વધારવાની જરૂર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે