ગુજરાતી દીકરી લાવી વિદેશી જમાઈ, અમદાવાદમાં વાજતે-ગાજતે આવી જાન

Ahmedabad Wedding : અમદાવાદમાં દીકરીની કેનેડાથી જાન આવી... ઢોલ-શરણાઈ સાથે વિદેશી વરે સાત ફેરા ફર્યા, કેનેડાથી 18-20 જાનૈયાઓ જાનમાં જોડાયા
 

ગુજરાતી દીકરી લાવી વિદેશી જમાઈ, અમદાવાદમાં વાજતે-ગાજતે આવી જાન

Ahmedabad News : ગુજરાતમાં હાલ લગ્નની મોસમ ચાલી રહી છે. પ્રેમના સીમાડા વિસ્તર્યા છે, હવે ગુજરાતમાં સાત સમુંદર પારથી જાન આવી રહી છે. ત્યારે અમદાવાદની દીકરીને પરણવા માટે કેનેડાનો યુવક જાન લઈને આવી પહોંચ્યો હતો. વાજતેગાજતે એવો વરઘોડો નીકળ્યો, કે બધા જોતા રહી ગયા. 

અમદાવાદના ખોખરા વિસ્તારમાં રહેતા સુનીલભાઈ સોલંકીની દીકરી શ્રદ્ધા સોલંકી વધુ અભ્યાસ માટે કેનેડા ગઈ હતી. તેણે ત્યાં ફિઝીયોથેરાપીનો અભ્યાસ કર્યો હતો. અભ્યાસ દરમિયાન તેનો સંપર્ક જીન નામના કેનેડિયન યુવક સાથે થયો હતો. બંનેનો પરિચય પ્રેમમાં પરિણમ્યો હતો. ત્યારે બંનેના પ્રેમ માટે પરિવાર પણ રાજી થઈ ગયો હતો.

canada_wedding_zee2.jpg

પરિવારની મંજૂરીથી જીન શ્રદ્ધા સાથે લગ્ન કરવા માટે આવી પહોંચ્યો હતો. ત્યારે કેનેડા જાનૈયાઓ વાજતેગાજતે વરઘોડો લઈને આવી પહોંચ્યા હતા. 

અમદાવાદના ખોખરા વિસ્તારમાં કેનેડાના યુવકની જાન નીકળી હતી, ત્યારે વિદેશી જાનૈયાઓને અમદાવાદના રસ્તાઓ પર નાચતા જોઈને સૌ કોઈ દંગ રહી ગયા હતા. ખોખરાના શ્યામાપ્રસાદ વસાવડા હોલમાં લગ્ન યોજાયા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news