સાંભળો....હવે 80C હેઠળ નહીં કરી શકો સેવિંગ, નવા ઈનકમ ટેક્સ બિલમાં થઈ રહ્યો છે આ ધરખમ ફેરફાર
New Income Tax Bill Section 80C: નવું બિલ પાસ થતા કાયદો બન્યા પછી કરદાતાઓએ અનેક ફેરફાર માટે તૈયાર રહેવું પડશે. જો કે હજુ તેને કાયદામાં ફેરવાતા થોડો સમય લાગશે કારણ કે આ બિલ પહેલા પસંદગી સમિતિ પાસે મોકલાયું છે.
Trending Photos
New Income Tax Bill: નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે એટલે કે ગુરુવારે સંસદના નીચલા ગૃહ લોકસભામાં નવું આવકવેરા બિલ 2025 રજૂ કરી દીધુ. નવા બિલમાં સરકારે કાયદાના સરળીકરણ પર ભાર મૂક્યો છે. નવા કાયદો જૂના ઈનકમ ટેક્સ એક્ટ 1961ની જગ્યા લેશે. જે હાલના સમયમાં ઘણું જૂનું થઈ ગયું છે અને વારંવાર સંશોધનોના કારણે પેચીદો થઈ ગયો છે.
નવું બિલ કાયદો બન્યા બાદ કરદાતાઓએ અનેક ધરખમ ફેરફારો માટે તૈયાર રહેવાનું રહેશે. પરંતુ તમને જણાવી દઈએ કે હજુ આ બિલને કાયદાનું સ્વરૂપ લેવામાં સમય લાગી શકે છે. કારણકે બિલ હાલ પસંદગી સમિતિ પાસે મોકલાયું છે. સરકારે કહ્યું છે કે આવકવેરા બિલ પર એક પસંદગી સમિતિ બનાવવામાં આવશે જે આગામી સત્રના પહેલા દિવસે પોતાનો રિપોર્ટ સોંપશે.
સેક્શન 80C હવે ક્લોઝ 123માં
આવકવેરાની કલમ 80C થી કોઈ ટેક્સપયર્સ માહિતગાર ન હોય એવું બને નહીં. ઈક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ (ELSS), પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ (PPF), જીવન વીમા પ્રીમિયમ, નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) કે અન્ય ટેક્સ સેવિંગ ડિપોઝિટ આ સેક્શન હેઠળ આવે છે. જે હેઠળ 1.5 લાખ સુધીની છૂટ મળે છે.
નવા બિલમાં આ છૂટ સેક્શન 123 હેઠળ
નવા બિલમાં આવી બાબતોને સેક્શન 123 હેઠળ રાખવામાં આવશે. બિલ મુજબ કોઈ પણ વ્યક્તિ કે સંયુક્ત હિન્દુ પરિવાર (HUF) તે ટેક્સ વર્ષમાં ચૂકવણી કે જમા કરાયેલી સંપૂર્ણ રકમની કપાત માટે હકદાર રહેશે. જો કે આ રકમ મહત્તમ 1,50,000 રૂપિયા સુધી હશે.
ટેક્સ કન્સલ્ટન્સી ફર્મ TaxAaram.comના ફાઉન્ડર-ડાયરેક્ટર મયંક મોહાંકાના જણાવ્યાં મુજબ નવા આવકવેરા બિલમાં અપાયેલી સેક્શન 123 હાલની આવકવેરા કાયદા 1961ની સેક્શન 80C સમાન હશે. તેને અનુસૂચિ XV સાથે વાંચવી જોઈએ. જેમાં સેક્શન 80C હેઠળ મળતી ટેક્સ છૂટ વિશે વિસ્તારથી જાણકારી અપાઈ છે.
1 એપ્રિલ 2026થી લાગૂ થશે
નવા આવકવેરા બિલ 2025માં સેક્શનની સંખ્યા ઘટાડીને 819થી 536 કરી દેવાઈ છે. જેમાં બિનજરૂરી છૂટોને સમાપ્ત કરી દેવાઈ છે અને આ સાથે જ નવા બિલમાં કુલ શબ્દોની સંખ્યા 5 લાખથી ઘટાડીને 2.5 લાખ કરી દેવાયા છે. નવા આવકવેરા બિલમાં ચીજોને સરળ બનાવવા પર ફોક્સ કરાયું છે. આ સાથે જ અસેસમેન્ટ યરને ટેક્સ યર સાથે રિપ્લેસ કરાશે. નવો ટેક્સ કાયદો 1 એપ્રિલ 2026થી અમલમાં લાવવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે