Amazon સાથે ફક્ત 4 કલાક કામ કરી દર મહિના કરો 60 હજારની કમાણી, જાણો કેવી રીતે?

દિગ્ગજ ઈ-કોમર્સ કંપની એમેઝોન (Amazon) લોકોને પોતાની સાથે જોડી કમાણી કરવાની તક આપી રહી છે. જો તમે પણ નોકરી શોધી રહ્યાં હો તો તમારી પાસે સારી તક છે.

Amazon સાથે ફક્ત 4 કલાક કામ કરી દર મહિના કરો 60 હજારની કમાણી, જાણો કેવી રીતે?

નવી દિલ્હીઃ દિગ્ગજ ઈ-કોમર્સ કંપની એમેઝોન (Amazon) લોકોને પોતાની સાથે જોડી કમાણી કરવાની તક આપી રહી છે. જો તમે પણ નોકરી શોધી રહ્યાં હો તો તમારી પાસે સારી તક છે. તમે પોતાના સમય પ્રમાણે કામ કરી મહિને 55થી 60 હજાર રૂપિયાની આવક મેળવી શકો છો. જાણો સમગ્ર વિગત..

ડિલીવરી બોયની નોકરી
એમેઝોન ભારતમાં પોતાનો બિઝનેસનો વિસ્તાર કરી રહી છે. તે માટે સૌથી જરૂરી છે કે તે પ્રોડક્ટની ડિલીવરી સમય પર કરે. આ કારણ છે કે આજે એમેઝોનને દરેક શહેરમાં ડિલીવરી બોયની જરૂર છે. તેમાં ગ્રાહકોના પેકેજને વેયરહાઉસથી ઉપાડી તેના ઘર સુધી પહોંચાડવાના હોય છે. જો તમે આ કામ કરવા ઈચ્છો છો તો તમારા નજીકના એમેઝોન વેરહાઉસનો સંપર્ક કરી શકો છો. 

10-15 KM ની રેન્જમાં સર્વિસ
કંપની અનુસાર એક ડિલીવરી બોયને 100થી 150 પેકેટ એક દિવસમાં ડિલીવર કરવાના હોય છે. આ બધા વેયર બાઉસથી 10 કે 15 કિલોમીટરના વિસ્તારમાં હોય છે. તેથી આ કામ 4-5 કલાકમાં સરળતાથી પૂરુ થઈ જાય છે. બાકી તમારી કામ કરવાની સ્પીડ પર નિર્ભર કરે છે. ખાસ વાત છે કે આ પ્રોડક્ટ્સની ડિલીવરી સવારે 7થી રાત્રે 8 સુધી થાય છે. તેવામાં તમે તમારી પસંદગીનો ટાઇમ સ્લોટ નક્કી કરી શકો છો. 

કઈ રીતે કરશો અરજી?
જો તમે આ પોસ્ટ માટે અરજી કરવા ઈચ્છો છો તો સીધુ આ લિંક https://logistics.amazon.in/applynow પર ક્લિક કરી અરજી કરી શકો છો. ધ્યાનમાં રહે કે ડિલીવરી બોય બનવા માટે તમારી પાસે ડિગ્રી હોવી જોઈએ. જો સ્કૂલ કે કોલેજ પાસ છો તો પાસિંગ સર્ટિફિકેટ હોવું ફરજીયાત છે. ડિલીવરી કરવા માટે તમારી પાસે બાઇક કે સ્કૂટર હોવું જોઈએ. બાઇક કે સ્કૂલરનો વીમો, આરસી બુક હોવી જોઈએ. સાથે અરજી કરનાર પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ. 

દર મહિને કરી શકો છો 60 હજારની કમાણી
ડિલીવરી બોયને દર મહિને નિયમિત પગાર મળે છે. એમેઝોનમાં ડિલીવરી બોયને 12-15 હજારનો ફિક્સ પગાર મળે છે. પેટ્રોલનો ખર્ચ તમારો હોય છે. પરંતુ જો તમે પ્રોડક્ટની ડિલીવરી પ્રમાણે પોતાનો પગાર લો તો જાણી લો કે એક પેકેજને ડિલીવર કરવા પર 10થી 15 રૂપિયા મળે છે. ડિલીવરી સર્વિસ આપનાર કંપની પ્રમાણે જો કોઈ એકમહિનો કામ કરે છે અને દરરોજ 100 પેકેજ ડિલીવર કરે છે તો મહિને 55000-60000 હજારની કમાણી કરી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news