Gold Latest Price Today: ગોલ્ડ જ્વેલરી ખરીદવા ઈચ્છતા લોકોને ઝટકો, સોના-ચાંદીમાં રેકોર્ડ તેજી, જાણો લેટેસ્ટ રેટ

Gold-Silver Price Today: જાણકારોને આશા છે કે આવનારા મયમાં ચાંદી 80,000 રૂપિયા પ્રતિ કિલો અને સોનું 65000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે. સતત ત્રીજા દિવસે સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી છે. 

Gold Latest Price Today: ગોલ્ડ જ્વેલરી ખરીદવા ઈચ્છતા લોકોને ઝટકો, સોના-ચાંદીમાં રેકોર્ડ તેજી, જાણો લેટેસ્ટ રેટ

નવી દિલ્હીઃ Gold Price 12th April: પાછલા દિવસોમાં રેકોર્ડ બનાવનાર સોનું અને ચાંદી સતત નવો રેકોર્ડ બનાવી રહ્યાં છે. ઉથલપાથલ વચ્ચે બુધવારે ચાંદી નવા રેકોર્ડ પર પહોંચી ગઈ છે. ચાંદીનો ભાવ 75000 રૂપિયાની ઉપર પહોંચી ગયો છે. સોનું ફરીથી 61000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ નજીક પહોંચી ગયું છે. જાણકારોને આશા છે કે આવનારા સમયમાં ચાંદી 80,000 રૂપિયા પ્રતિ કિલો અને સોનું 65,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે. જે તેજીથી સોનું ચાલી રહ્યું છે, તેનાથી લાગી રહ્યું છે કે એક્સપર્ટોએ જણાવેલા ભાવ સુધી ગોલ્ડ જલદી પહોંચી જશે. 

સોના-ચાંદીના લેટેસ્ટ રેટ
મલ્ટી-કોમોડિટી એક્સચેન્જ (MCX)પર બુધવારે સોના અને ચાંદીના ભાવમાં સતત ત્રીજા દિવસે તેજી જોવા મળી છે. બુધવારે આશરે 11 કલાકે MCX પર સોનું 365 રૂપિયાની તેજીની સાથે 60870 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર અને ચાંદી 903 રૂપિયાની તેજીની સાથે 75040 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ કરી રહી હતી. આ પહેલાં મંગળવારે ચાંદી 75040 રૂપિયા અને સોનું 60505 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર બંધ થયું હતું. કારોબાર દરમિયાન સોનું 60950 રૂપિયા અને ચાંદી 76009 રૂપિયાના હાઈ લેવલ સુધી ગઈ હતી. 

સોની બજારમાં પણ તેજીનો માહોલ
સોની બજારમાં પણ સોના-ચાંદીના ભાવમાં સતત ત્રીજા દિવસે તેજી જોવા મળી છે. મંગળવારે બજાર વધારા સાથે બંધ થયું હતું. મંગળવારે સાંજે ખતમ કારોબારી સત્રમાં સોનું તેજીની સાથે 60390 રૂપિયા અને ચાંદી 74416 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ હતી. ઈન્ડિયા બુલિયન્સ એસોસિએશન (https://ibjarates.com) તરફથી મંગળવારે સાંજે જારી કિંમત અનુસાર 24 કેરેટ ગોલ્ડ તેજીની સાથે 60390 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર અને ચાંદી 74416 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ હતી. 

આ સિવાય 23 કેરેટ સોનું 60148 રૂપિયા, 22 કેરેટ સોનું 55314 રૂપિયા, 20 કેરેટ સોનું 45293 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news