Gold Price Today: સોના-ચાંદીના ભાવમાં ધરખમ ઘટાડો! આજે જ ખરીદો, નહીં તો... જાણો શું છે એક્સપર્ટનો અભિપ્રાય?

Gold-Silver Price: મલ્ટી કમોડિટી એક્સચેંજ પર બુધવારે ગોલ્ડ ફ્યૂચરના ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. ડિસેમ્બર ડિલીવરીવાળું સોનું 69 રૂપિયા ગગડીને 49381 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેન્ડ કરી રહ્યો છે. અગાઉ મંગળવારે આ 49450 રૂપિયા પર બંધ થયો હતો.

Gold Price Today: સોના-ચાંદીના ભાવમાં ધરખમ ઘટાડો! આજે જ ખરીદો, નહીં તો... જાણો શું છે એક્સપર્ટનો અભિપ્રાય?

Gold-Silver Price Today: છેલ્લા કેટલાંક દિવસોથી બુલિયન અને મલ્ટી કમોડિટી માર્કેટ  (MCX)માં જોવા મળી રહેલા ઉતાર ચઢાવ બાદ સોનું રેકોર્ડબ્રેક નીચલા સ્તરે પહોંચ્યું છે. તેની સાથે ચાંદીનો ભાવ પણ તૂટ્યો છે. જોકે, નવરાત્રિ દરમિયાન સોનામાં થોડી તેજી જોવા મળી રહી છે. બુધવારે સવારે મલ્ટી કમોડિટી એક્સચેંજ (MCX Gold Price)માં બન્ને કીંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો જોવા મળ્યો અને સોના-ચાંદી લાલ નિશાન સાથે ટ્રેન્ડ કરી રહ્યા છે.

ગોલ્ડ ફ્યૂચરના ભાવમાં સતત ઘટાડો
મલ્ટી કમોડિટી એક્સચેંજ પર બુધવારે ગોલ્ડ ફ્યૂચરના ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. ડિસેમ્બર ડિલીવરીવાળું સોનું 69 રૂપિયા ગગડીને 49381 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેન્ડ કરી રહ્યો છે. અગાઉ મંગળવારે આ 49450 રૂપિયા પર બંધ થયો હતો. આ રીતે ચાંદીમાં 641 રૂપિયાના ઘટાડાની સાથે 54738 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેન્ડ કરી રહ્યો છે. મંગળવારે તેની 55379 પર ક્લોઝિંગ થઈ હતી.

ડોલર ઈન્ડેક્સમાં તેજીથી સોના પર દબાણ
ડોલરના મુકાબલે રૂપિયાનો રેકોર્ડ નીચલા સ્તર પર ગયા બાદ સોનામાં સતત ઘટાડો આવી રહ્યો છે. ડોલર ઈન્ડેક્સમાં તેજીના કારણે સોના પર દબાણ વધ્યું છે. બુલિયન બજારમાં મંગળવાર સાંજે સોનામાં થોડીક તેજી સાથે 49529 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો. જ્યારે ચાંદી ઉછળીને 55391 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી. સાત મહીના પહેલા ફેબ્રુઆરી 2022માં સોનું 49,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર પહોંચી ગયું હતું.

એક્સપર્ટનો અભિપ્રાય
સોનાની કિંમત 7 મહીનાના નીચલા સ્તર પર પહોંચી ગઈ છે. જાણકારોનું કહેવું છે કે આવનાર તહેવારની સીઝન ધનતેરસ અને દિવાળી પર સોનાનું વેચાણ થવાથી તેની કિંમતમાં તેજી આવવાની પુરેપુરી સંભાવના છે. એવામાં જો તમે હાલના સમયમાં સોનું ખરીદશો તો ફાયદામાં રહેશો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news