Gold-Silver Rate Today: સતત બીજા દિવસે સોના-ચાંદીના ભાવમાં વધારો, જાણો આજની કિંમત
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1944 ડોલર પ્રતિ ઔંસના સામાન્ય સ્તર પર હતું, જ્યારે ચાંદી 26.95 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહી હતી.
Trending Photos
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાનીમાં સોનાનો ભાવ 287 રૂપિયા વધીને 52,391 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. એચડીએફસી સિક્યોરિટીઝ અનુસાર ગુરૂવારે પાછલા કારોબારમાં ગોલ્ડ 52,104 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ચાંદીની કિંમત પણ 875 રૂપિયા વધીને 69,950 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ, જે તેના પાછલા કારોબારમાં 69,075 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1944 ડોલર પ્રતિ ઔંસના સામાન્ય સ્તર પર હતું, જ્યારે ચાંદી 26.95 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહી હતી.
જો વાયદા બજારની વાત કરીએ તો ગુરૂવારે સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો, જ્યારે ચાંદીની કિંમતોમાં તેજી જોવા મળી હતી. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ગુરૂવારે સવારે 11.45 કલાકે પાંચ ઓક્ટોબર, 2020ના ડિલિવરી વાળા સોનાનો ભાવ 122 રૂપિયા એટલે કે 0.24 ટકા ઘટાડાની સાથે 51,280 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ચાલી રહ્યો હતો.
વાયદા બજારમાં બુધવારે ઓક્ટોબરના કરાર વાળા સોનાનો બંધ ભાવ 51402 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર રહ્યો હતો. આ રીતે ડિસેમ્બર 2020મા કોન્ટ્રાક્ટ વાળા સોનાનો ભાવ 107 રૂપિયાના ઘટાડા સાથે 51506 રહ્યો હતો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સવારે 11.30 કલાકે ચાર ડિસેમ્બર 2020ના કરાર વાળી ચાંદીની કિંમત 426 રૂપિયા એટલે કે 0.62 ટકાની તેજીની સાથે 68,869 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ચાલી રહી હતી.
તેના પાછલા સત્રમાં ડિસેમ્બરના કોન્ટ્રાક્ટ વાળી ચાંદીનું મૂલ્ય 68443 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહ્યું હતું. આ રીતે માર્ચ, 2021મા ડિલિવરી વાળી ચાંદીની કિંમત 686 રૂપિયાના વધારા સાથે 71,152 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે