ગુજરાત બજેટ 2019: લેખાનુદાન બજેટમાં કયા સેક્ટરને શું મળ્યું, જાણો એક ક્લિકમાં
આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લેખાનુદાન બજેટ ગૃહમાં રજૂ કર્યું હતું. જેમાં દરેક વર્ગને આવરી લેવામાં આવ્યો હતો. રાજ્ય સરકારે કોઈ નવા વેરાનું ભારણ પ્રજા પર નાખ્યું નથી તેમ છતાં અનુપાલન અને વસૂલાતના અસરકારક પગલાના પરિણામે સરકારની આવકમાં ઉત્તરોત્તર વધારો થયો છે.
Trending Photos
કિંજલ મિશ્રા, ગાંધીનગર: આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લેખાનુદાન બજેટ ગૃહમાં રજૂ કર્યું હતું. જેમાં દરેક વર્ગને આવરી લેવામાં આવ્યો હતો. રાજ્ય સરકારે કોઈ નવા વેરાનું ભારણ પ્રજા પર નાખ્યું નથી તેમ છતાં અનુપાલન અને વસૂલાતના અસરકારક પગલાના પરિણામે સરકારની આવકમાં ઉત્તરોત્તર વધારો થયો છે. વર્ષ 2016-17 માં રાજ્ય સરકારની આવક 64,443 કરોડ હતી તે વર્ષ 2017-18 માં વધીને 71,549 કરોડ થઇ છે.વર્ષ 2018 -19 ના અંદાજમાં ચોખ્ખી લેવડદેવડ મુજબ રુ.783.02 કરોડની પુરાંત રહેશે એવી ધારણા હતી. વર્ષના અંતે ચોખ્ખી લેવડદેવડ મુજબ સુધારેલ અંદાજમાં રૂ. 1374.18 કરોડની પુરાંત રહેવાની ધારણા છે. ત્યારે આવો એક નજરે આ લેખાનુદાન બજેટને સેક્ટર વાઇઝ ડિવાઇડ જોઇએ.
કૃષિ બજેટ
૨૦૧૭-૧૮ માં કૃષિ ઉત્પાદન ૧૨.૧૧ ટકા ના દરે વૃદ્ધિ પામ્યું
છેલ્લા બે વર્ષમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ૨૭ લાખ થી વધારે ખેડૂતોને આવતી લેવાયા
ખેડૂતોને મળતી વ્યાજ સહાય એકસાથે મળી રહે તે માટે સરકારે ૫૦૦ કરોડનું રિવોલવિંગઃ ફંડ ઉભું કરશે
રાજ્ય સરકાર ખેડુતો પર વીજ ચોરીના કલમ 126 અને કલમ 135 મુજબ થયેલા કેસ પાછા ખેંચવામાં આવશે તેવી જાહેરાત નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ ગૃહમાં કરી
વન ટાઈમ માફી યોજના નો લાભ 6.74 લાખ ખેડૂતોને, ગરીબ અને મધ્યમ વર્ગના વીજ ગ્રાહકોને મળશે. જેની પાછળ 691 કરોડ ના વીજ લેણાં ની રકમ માંડવાળ કરવામાં આવશે
ફાર્મ મીકેનાઇઝેશન માટે ત્રણ વર્ષમા 500 કરોડની સહાય
હાલોલ ખાતે ઓર્ગેનિક યુનિ. સ્થાપવાની કાર્યવાહી
બાગાયત પાક ઉત્પાદન 2021-22 મા 18.55 લાખ હેકટર લ ઇ જવાશે
પશુધનવસ્તિ ગણતરીમા 15.36 ટકા સાથે દેશમા ગુજરાત પ્રથમ
સ્કીમ મિલ્ક પાવડરમા નિકાસ માટે રૂ 300 કરોડની સહાય
પાટણ ખાતે રૂ 47.50 કરોડના ખર્ચે સેકસ સિમેન લેબોરેટરી સ્થપાશે
અબોલ પશુ માટે કરૂણા 1962 એમ્બ્યુલન્સ સેવા શરૂ
હાઇ સ્પીડ ડીઝલ પર વેટ રાહત,ડીપ સી ફીસીગ યુનિટ
ઝીગા ઉછેર માટે 7500 હેકટર જમીન ફાળવાશે 25000 ઝીગા ઉછેરકોને રોજગારી
બોટ ધારકોને ડીઝલ વેટ રાહત આપવા રૂ 12 ના બદલે રૂ 15 પ્રતિ લીટર સબસીડી અપાશે. 10,677 બોટધારકોને લાભ
વલસાડ ખાતે નવા મત્સ્ય ઉતરાણ કેન્દ્ર બનાવાશે
પાકિસ્તાન જેલમા રખાતા ગુજરાતના માછીમારોને દૈનિક રૂ 150 ના બદલે રૂ 300 અપાશે
જળસંશાધન
18 હજાર ગામોમા 15 ફેબ્રુઆરી થી સુજલામ સુફલામ જળ અભિયાન યોજાશે
સૌની યોજના પ્રથમ તબક્કામા 22 જળાશયો 48 તળાવો 181 ચેકડેમ નર્મદાના નીરથી ભર્યા, ફેઝ 2 મા 57 જળાશયો જોડાશે 11,216 કરોડનુ ખર્ચ ત્રીજા તબક્કાના 2615 કરોડના કામ મંજૂર
બનાસકાઠા માટે રૂ 623 કરોડના ખર્ચ થરાદથી સીપુ ડેમ સુધી પાઇપલાઇન યોજના
ઉચ્છલ નીઝર સોનગઢ ના 69,000 વિસ્તાર માટે 912 કરોડ ના ખર્ચે ઉકાઇ યોજના
૭૧૫ કરોડના ખર્ચે તાપી કરજણ ઉદવહન યોજના
દાહોદ મા 185 કરોડની કડાણા દહોદ યોજના
જળ સંચયના કામો માટે રૂ 329 કરોડનો ખર્ચ કરાશે
આરોગ્ય
મા અને મા વાત્સલ્ય યોજનાના રાજયના 68 લાખ પરિવારોને રૂ 3 લાખના બદલે આયુષમાન ભારતની જેમ રૂ 5 લાખનુ સુરક્ષા કવચ
મા વાત્સલ્ય યોજના 15 લાખ પરિવારોને લાભ
આશા ફેસીલેટર બહેનોના મહેનતાણા મા મસિક રૂ 2000નો વધારો
પાલનપુર, દહોદ ખાતે મેડીકલ કોલેજ મંજૂરઃ નડિયાદ, વિસનગર, અમરેલી ખાતે કામ પ્રગતિમા
સિવીલ હોસ્પિટલ અમદાવાદ ખાતે 1200 બેડ ની હોસ્પિટલનુ લોકાર્પણ 4 માર્ચ પી.એમ કરશે
ગાધીનગર સોલા સીવીલ હોસ્પિટલને સુપરસ્પેશયા લીટીમા અપગ્રેડ કરાશે
મહિલા સશકતિકરણ
દોઢ લાખ વિધવા બહેનોના પુત્રની ઉમર કોઇપણ હોય તેમ છતા પેન્શનનો લાભઃ1000 ના બદલે 1250 નુ પેન્શન રાજયને 349 કરોડનુ ખર્ચ સવા બે લાખ વિધવા બહેનોને લાભ
રાજયની ૫૩,૦૦૦થી વધુ આંગણવાડીઓમાં સેવા આપતી આંગણવાડી કાર્યકર બહેનોને માસિક વેતન રૂ. ૭૨૦૦ આપવામાં આવશે. તેમજ તેડાગર બહેનોને અત્યારે માસિક વેતન રૂ. ૩૨૦૦ આપવામાં આવે છે, તેમાં રૂ. ૪૫૦નો વધારો કરી માસિક રૂ. ૩૬૫૦ આપવામાં આવશે.
શિક્ષણ
બાયો ટેકનોલોજી ની વિસ્તરતી ક્ષિતિજોનો લાભ રાજ્યના વિદ્યાર્થીઓને મળે તે માટે, ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવેલ છે
પાચ વર્ષમા 1.13 હજાર કરોડનો ખર્ચ
સર્વ શિક્ષા અભિયાન મા 79000 વર્ગખંડ અને 32800 શાળામા પાણી સેનિટેશન ની સુવિધા
27250 વિધ્યાસહાયકો અને શિક્ષણ સહાયકો ની નીમણૂક
પોષણ અને આરોગ્ય માટે 54 લાખ 52 હજાર બાળકોનેલાભઃ 1780 કરોડનો ખર્ચ
નમો-ટેબલેટ યોજના અંતર્ગત ૬ લાખ વિદ્યાર્થીઓને છેલ્લા બે વર્ષમાં ૩૮૬ કરોડના ખર્ચે ટેબલેટ આપવામાં આવેલ છે તથા ૮૨,૦૦૦ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે રહેવા, જમવા અને ભણવાની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ 80 લાખ વિદ્યાર્થીઓને 1055 કરોડનો ખર્ચ
૨૨૭ કોલેજ મા નભો ફ્રી વાય ફાઇ સુવિધા
ખેલ મહાકુભમા 1.24 લાખ વિજેતાઓને રૂ 30 કરોડના ઇનામ
સામાજિક વિકાસ
અનુ જાતિના 44હજાર વિદ્યાર્થિઓને 66 કરોડના ખર્ચે રહેવા જમવા ભણવાની સુવિધા
8 નવા સમરસ છાત્રાલયો શરૂ કરાશે
વૃધ્ધ પેન્શન મા 50 ટકાનો વધારો કરી રૂ ૫૦૦ ના બદલે રૂ 750અપાશે
આદિજાતિ વિકાસ નિગમ ને વ્યકતિલક્ષી ધિરાણ યોજના મા દોઢ ગણો વધારો: 150 કરોડનો સપોર્ટ
કાયદો અને વ્યવસ્થા
દેશ વ્યાપી ક્રાઇમ અને ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક system project ગુજરાતને પ્રથમ સ્થાન મળેલ છે
ઈ-ગુજકોપ પ્રોજેક્ટને NCRB બેસ્ટ પ્રેકટીસ એવોર્ડ મળેલ છે.
સેફ એન્ડ સિક્યોર ગુજરાત પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યના ૧૧૭૫ લોકેશન પર ૭૪૬૩ CCTV કેમેરા લગાડવામાં આવનાર છે.
પોલીસ દળમાં આગામી વર્ષમાં ૯,૭૧૩ જગ્યાઓ સીધી ભરતીથી ભરવામાં આવશે, જેમા ૫૫૪ જેલ સિપાહીનો સમાવેશ થાય છે
નર્મદા
નર્મદા યોજના માટે રૂ 6945 કરોડની જોગવાઇ પેકી કચ્છ માટે રૂ 430 કરોડ, ભૂગર્ભ પાઇપલાઇન માટે 146 કરોડ, 3 પંપીગ સ્ટેશન વિસ્તરણ માટે 316 કરોડ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે