Marriage: આજની છોકરીઓ લગ્ન કરવાનું શા માટે ટાળે છે? લગ્ન ન કરનારને મોટી ઉંમરે થાય છે આ સમસ્યાઓ

Why Girls avoid marriage: મોડર્ન યુવતીઓના વિચાર લગ્નને લઈને બદલી રહ્યા છે. આજના સમયમાં યુવતીઓ જીવનભર સિંગલ રહેવા માંગે છે. જો કે યુવતીઓની આ ચોઈસના કારણે તેમને ભવિષ્યમાં કેટલીક સમસ્યા થઈ શકે છે.

Marriage: આજની છોકરીઓ લગ્ન કરવાનું શા માટે ટાળે છે? લગ્ન ન કરનારને મોટી ઉંમરે થાય છે આ સમસ્યાઓ

Why Girls avoid marriage: આજના સમયમાં સમાજ ઝડપથી બદલી રહ્યો છે. સાથે જ નવી જનરેશનના છોકરાઓ અને છોકરીઓના વિચાર અને પ્રાયોરિટી પણ બદલી રહ્યા છે. જેમાં એક એવો ટ્રેન્ડ પણ સામે આવ્યો છે જ્યાં યુવતીઓ લગ્ન ન કરવાનો નિર્ણય કરે છે. આજની યુવતીઓ લગ્નમાં ઇન્ટરેસ્ટેડ નથી. તેઓ જીવન પર સિંગલ રહેવાનું પસંદ કરવા લાગી છે. યુવતીઓના વિચાર લગ્નને લઈને શા માટે બદલી રહ્યા છે તેના અલગ અલગ કારણો છે. આજે તમને આ કારણો વિશે જણાવીએ. 

કરિયરને પ્રાયોરિટી આપવી 

યુવતીઓ એજ્યુકેશન અને કરિયરને લઈને વધારે ઇન્ટરેસ્ટેડ હોય છે. તેઓ પ્રોફેશનલ લાઈફને મહત્વ આપીને કરિયર બનાવવાની પ્રાયોરિટી આપે છે તેથી જ લગ્ન નથી કરવા માંગતી. કારણ કે લગ્ન પછી કરિયરને મહત્વ આપી શકાતું નથી. 

ફાઇનાન્સિયલ ફ્રીડમ 

આજની યુવતીઓ આર્થિક રીતે આત્મનિર્ભર થઈ રહી છે. જેના કારણે ફાઇનાન્સયલી કોઈ પર ડીપેન્ડન્ટ રહેવાની જરૂરિયાત પૂરી થઈ ગઈ છે. 

સામાજિક પ્રેશર 

લગ્ન પછી સમાજ અને પરિવારની અપેક્ષાઓ વધી જાય છે અને આ પ્રેશરમાં આઝાદી મળતી નથી. સાથે જ લગ્ન પછી બાળકો અને ઘરની જવાબદારીઓ મહિલાને સંભાળવી પડે છે. આ પ્રેશરથી બચવા માટે યુવતીઓ લગ્ન નથી કરવા માંગતી. 

ફ્રીડમ અને સેલ્ફ રિસ્પેક્ટ 

આજના સમયની યુવતીઓ પર્સનલ ફ્રીડમને વધારે મહત્વ આપે છે અને તેઓ સેલ્ફ રિસ્પેક્ટને જાળવીને જીવન જીવવા માંગે છે તેથી તેઓ લગ્ન વિના આઝાદ રહેવા માંગે છે. 

સિંગલ રહેવાથી મોટી ઉંમરે થતા નુકસાન 

નાની ઉંમરમાં લગ્ન ન કરવાના ઘણા બધા ફાયદા દેખાતા હોય છે પરંતુ લગ્ન ન કરવાના કેટલાક નુકસાન પણ છે. આ સમસ્યાઓ એવી છે જે મોટી ઉંમરે વધારે નડે છે. 

ઈમોશનલ સપોર્ટની ખામી 

લગ્ન સ્થાયી સંબંધ અને ઈમોશનલ સ્ટેબિલિટી આપે છે. જીવનના ઉતાર ચઢાવવામાં પાર્ટનર હંમેશા સાથે હોય છે અને એકલતા રહેતી નથી. પરંતુ જે લોકો સિંગલ રહે છે તેમને મોટી ઉંમરે ઈમોશનલ સપોર્ટ માટે પણ કોઈ હોતું નથી. 

વૃદ્ધાવસ્થામાં એકલતા 

વૃદ્ધાવસ્થામાં એક સાથી અને પરિવાર હોય તે જરૂરી હોય છે. લગ્ન ન કરનાર મહિલાઓને વૃદ્ધાવસ્થામાં એકલતાનો સામનો કરવો પડે છે. પરિવાર ન હોવાથી વૃદ્ધાવસ્થામાં સામાજિક એકલતા પણ વધી જાય છે. 

ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ મુશ્કેલ 

જ્યાં સુધી મહિલા કમાઈ શકતી હોય છે ત્યાં સુધી આર્થિક રીતે આત્મનિર્ભર રહે છે પરંતુ જ્યારે શરીર સાથ નથી આપતું ત્યારે ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ મુશ્કેલ થઈ જાય છે આ સમયમાં પરિવાર હોય તો આર્થિક સુરક્ષા બની રહે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news