'ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ'માં ભારતનો 23 ક્રમનો હનુમાન કૂદકો, 77મા ક્રમે પહોંચ્યું

વર્લ્ડ બેન્ક દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા 'ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ'માં ભારત 23 ક્રમનો કૂદકો મારીને 77મા ક્રમે આવી પહોંચ્યું છે 

'ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ'માં ભારતનો 23 ક્રમનો હનુમાન કૂદકો, 77મા ક્રમે પહોંચ્યું

નવી દિલ્હીઃ વર્લ્ડ બેન્ક દ્વારા 'ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ' (એટલે કે વ્યવસાય કરવા માટે અનુકૂળ દેશ)ની વર્ષ 2018ની યાદી બહાર પાડવામાં આવી છે, જેમાં ભારતે 23 ક્રમનો હનુમાન કૂદકો માર્યો છે. ભારત સમગ્ર વિશ્વના 190 દેશોમાં 77મા ક્રમે આવી પહોંચ્યું છે.

વર્ષ 2017માં ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસની યાદીમાં ભારત 100મા ક્રમે હતું. વર્ષ 2018માં વર્લ્ડ બેન્ક દ્વારા બહાર પડાયેલી યાદીમાં ભારત 23 ક્રમનો સુધારો કરીને સીધું 77મા ક્રમે આવી પહોંચ્યું છે. છેલ્લા બે વર્ષમાં ભારતના રેન્કિંગમાં 53 ક્રમનો સુધારો થયો છે. 

વિશ્વ બેન્ક દ્વારા ગયા વર્ષે બહાર પડાયેલા રેન્કિંગમાં ભારતે 30 પોઈન્ટનો સુધારો કર્યો હતો અને 100મા ક્રમે આવી ગયું હતું. નરેન્દ્ર મોદી સરકારના 2014માં સત્તામાં આવી ત્યારે ભારતનું રેન્કિંગ 142 હતું. પીએમ મોદી આગામી વર્ષોમાં ભારતને વિશ્વનાં ટોચનાં 50 દેશમાં સામેલ કરવાનું લક્ષ્ય ધરાવે છે. 

ભારતે 6 મહત્વનાં માપદંડોમાં કર્યો સુધારો 
ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસના માપદંડોમાંથી ભારતે ચાલુ વર્ષે 6 મહત્વનાં માપદંડોમાં સુધારો પ્રાપ્ત કર્યો છે. આ ક્ષેત્રો છે કન્સ્ટ્રક્શન પરમિટ, ટ્રેડિંગ એક્રોસ બોર્ડર્સ, સ્ટાર્ટિંગ એ બિઝનેસ, ગેટિંગ એ ક્રેડિટ, ગેટિંગ ઈલેક્ટ્રિસિટી, એન્ફોર્સિંગ કોન્ટ્રાક્ટ્સ. 

— ANI (@ANI) October 31, 2018

વર્લ્ડ બેન્કે જણાવ્યું કે, ભારતે આયાત અને નિકાસના ક્ષેત્રે મંજુરીઓ મેળવવામાં લાગતા સમયમાં પણ ઘણો ઘટાડો કર્યો છે. ભારતે કન્ટેઈનર્સનું ઈલેક્ટ્રોનિંગ સિલીંગ શરૂ કર્યું છે, બંદરોની માળખાકિય સુવિધાઓમાં સુધારો કરવામાં આવ્યો છે, આયાત-નિકાસના દસ્તાવેજોને ઈલેક્ટ્રોનિક ફોર્મમાં ડિજિટલ સિગ્નેચર દ્વારા લેવામાં આવી રહ્યા છે. 

— ANI (@ANI) October 31, 2018

વર્લ્ડ બન્કે જણાવ્યું કે, પડોશી દેશની સરખામણીમાં ભારતનું અર્થતંત્ર સૌથી વધુ મજબૂત છે અને પડોશી દેશોમાં ભારત સૌથી આગળ છે. 

ઈઝ ઓફ ડુઇંગમાં પડોશી દેશોનો ક્રમ
ભુતાન(81), શ્રીલંકા(100), નેપાળ (110), માલદીવ્સ (139), પાકિસ્તાન (136), અફઘાનિસ્તાન(167) અને બાંગ્લાદેશ (176). 

ઈઝ ઓફ ડૂઇંગની દૃષ્ટિએ વિશ્વનાં ટોચનાં 10 અર્થતંત્ર 
(1) ન્યૂઝિલેન્ડ, (2) સિંગાપોર, (3), ડેનમાર્ગ, (4) હોંગકોંગ, (5) ચીન, (6) રિપબ્લિંક ઓફ કોરિયા, (7) જ્યોર્જિયા, (8) નોર્વે, (9) યુનાઈટેડ સ્ટેટ્સ, (10) યુનાઈટેડ કિંગડમ. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news