ITR Filing : શું હજુ તમે IT રિટર્ન ફાઈલ કર્યું નથી? વધ્યા છે થોડાક જ કલાક; ચૂકી ગયા તો ભારે દંડ ચૂકવવો પડશે
કેન્દ્રીય મહેસૂલ સચિવ તરૂણ બજાજે જણાવ્યું હતું કે આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર છે અને તેને લંબાવવાનો કોઈ પ્રસ્તાવ નથી.
Trending Photos
Income Tax return Last Date: જો તમે હજુ પણ નાણાકીય વર્ષ 2020-21 માટે તમારું આવકવેરા રિટર્ન (ITR) ફાઈલ કર્યું નથી, તો તમારી પાસે હવે થોડાક જ કલાકો બાકી છે. ITR ફાઇલ કરવાની અંતિમ તારીખ શુક્રવારે મધ્યરાત્રિ 12 વાગ્યે સમાપ્ત થશે. તે પછી તમારે રિટર્ન ફાઈલ કરવા માટે ભારે ભરખમ દંડ ભરવો પડી શકે છે.
'રિટર્ન ભરવાની છેલ્લી તારીખમાં વધારો થશે નહીં'
કેન્દ્રીય મહેસૂલ સચિવ તરૂણ બજાજે જણાવ્યું હતું કે આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર છે અને તેને લંબાવવાનો કોઈ પ્રસ્તાવ નથી. તેમણે જણાવ્યું કે શુક્રવાર બપોર સુધીમાં દેશભરમાં કુલ 5.62 કરોડ આવકવેરા રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા છે.
Income tax return filing is going on smoothly. By 3pm today, 5.62 crore returns have been filed in total. Today, more than 20 lakh returns were filed. This year 60 lakh more returns have been filed: Revenue Secretary Tarun Bajaj pic.twitter.com/UhonXfIhrk
— ANI (@ANI) December 31, 2021
60 લાખથી વધુ રિટર્ન ફાઈલ થયા
તેમણે જણાવ્યું કે ગત વર્ષે 30 ડિસેમ્બર સુધી 4.83 કરોડ રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા હતા. જ્યારે આ વર્ષે અત્યાર સુધીમાં 5.62 કરોડ રિટર્ન જમા થઈ ચૂક્યા છે. તે મુજબ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 60 લાખ વધુ રિટર્ન જમા થયા છે. તેમણે જણાવ્યું હતું કે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ લંબાવવાના સમાચારમાં કોઈ સત્ય નથી અને લોકોએ આવી અફવાઓ પર વિશ્વાસ ન કરવો જોઈએ.
જો તમે ચૂકી જાવ છો, તો તમારે 5 હજાર રૂપિયા દંડ ભરવો પડશે
જો તમે હજુ પણ તમારું ઈન્કમ ટેક્સ રિટર્ન જમા કરાવ્યું નથી, તો તમે આ કામ મધરાત 12 વાગ્યા સુધીમાં કરી શકો છો. ત્યારબાદ રિટર્ન ફાઈલ કરવા પર તમારે 5 હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે. જ્યારે, વાર્ષિક 5 લાખ રૂપિયાથી ઓછી કમાણી કરનારા લોકોને 1,000 રૂપિયાનો દંડ ભરવો પડશે.
તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે શુક્રવારે GST કાઉન્સિલની બેઠક બોલાવી હતી. આ બેઠક બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે પત્રકાર પરિષદને સંબોધી હતી. આ જ પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય મહેસૂલ સચિવ તરુણ બજાજે IT રિટર્નની છેલ્લી તારીખ મુદ્દે સ્થિતિ સ્પષ્ટ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે