આ બ્યુટી વિથ બ્રેઇન અર્થશાસ્ત્રીની મોટી લાલબત્તી, હલી શકે છે ભારતનું અર્થતંત્ર
ઇન્ટરનેશનલ મોનીટરી ફંડ (IMF)ના મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથે (Gita Gopinath) હાલમાં એક કાર્યક્રમમાં જાહેરમાં નિવેદન આપ્યું છે.
Trending Photos
મુંબઈ : ઇન્ટરનેશનલ મોનીટરી ફંડ (IMF)ના મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથે (Gita Gopinath) હાલમાં એક કાર્યક્રમમાં જાહેરમાં નિવેદન આપતા કહ્યું છે કે આઇએમએફ જાન્યુઆરીમાં ભારતના વૃદ્ધિદરના પોતાના અનુમાનમાં નોંધપાત્ર ઘટાડો કરી શકે છે. આ પહેલાં પણ અનેક એજન્સી આ અનુમાનમાં ઘટાડો કરી ચુકી છે. ભારતમાં જન્મેલી ગીતાએ એક કોન્કલેવમાં કહ્યું હતું કે સંસ્થાએ આ પહેલાં ઓક્ટોબરમાં જાહેર કરેલા અનુમાનની જાન્યુઆરી (January)માં સમીક્ષા કરવામાં આવશે.
ભારતમાં ડિમાન્ડ અને ખાનગી ક્ષેત્રમાં રોકાણની કમીને તેમજ નબળો પડેલો આયાત બિઝનેસ જીડીપી દરમાં આવેલી સુસ્તી માટે જવાબદાર માનવામાં આવે છે. ભારતમાં જીડીપી વૃદ્ધિ દર સપ્ટેમ્બરમાં સમાપ્ત થયેલા બીજા તબક્કામાં છ વર્ષના સૌથી નીચેના સ્તર 4.5 ટકા સુધી પહોંચી ગયો છે. રિઝર્વ બેંક અને અર્થ વ્યવસ્થા પર નજર રાખનાર અનેક વિશ્લેષકોએ 2019-20ના પોતાના અનુમાનની સમીક્ષા કરીને એને ઘટાડી નાખ્યું છે. ગીતા ગોપીનાથે કહ્યું છે કે ભારત એકમાત્ર એવું વિકસી રહેલું માર્કેટ છે જેના આંકડા તમને આશ્ચર્યચક્તિ કરી દેશે. તમે માર્કેટના આંકડા પર નજર ફેરવશો તો તમને ચોક્કસ આંચકો લાગશે. અમે આ આંકડાઓનું વિશ્લેષણ કરીને જાન્યુઆરીમાં નવા આંકડા જાહેર કરીશું.
ગીતા ગોપીનાથે કહ્યું છે કે જો સરકારને 5,000 અબજ ડોલરની અર્થવ્યવસ્થા બનવાનું લક્ષ્ય સિદ્ધ કરવું હશે તો એણે મજબૂત બહુમતનો ઉપયોગ ભુમિ અને શ્રમ માર્કેટમાં સુધારો કરવા માટે કરવો જોઈએ. જો કોઈ અર્થ વ્યવસ્થાને મજબૂત બનાવવાનું લક્ષ્ય રાખતું હોય તો આ દિશામાં બહુ કામ કરવાનું બાકી છે, જોકે ભારત આ દિશામાં ઘણું કામ કરી પણ રહ્યું છે. ગીતા ગોપીનાથે ભારતની આર્થિક સ્થિતિને પડકારજનક ગણાવીને ચેતવણી આપી હતી કે રાજકોષીય ખાધ 3.4 ટકાની મર્યાદા કરતા પણ વધારે ખરાબ સ્થિતિમાંથી પસાર થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બિઝનેસના સમાચાર જાણવા માટે કરો ક્લિક...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે