Most Corrupted Country : વિશ્વનો સૌથી ભ્રષ્ટ દેશ કયો ? જાણો આ યાદીમાં ભારત કયા નંબરે છે ?

Most Corrupted Country : ભ્રષ્ટાચાર વિરુદ્ધ કામ કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલે તાજેતરમાં કરપ્શન પર્સેપ્શન ઈન્ડેક્સ (CPI) 2024 બહાર પાડ્યો છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, વિશ્વનો સૌથી ભ્રષ્ટ દેશ કયો છે અને વિશ્વના સૌથી ભ્રષ્ટ દેશોમાં ભારત કયા નંબરે છે.  

1/6
image

ભ્રષ્ટાચાર વિરુદ્ધ કામ કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલે તાજેતરમાં કરપ્શન પર્સેપ્શન ઈન્ડેક્સ (CPI) 2024 બહાર પાડ્યો છે. CPIનો ઈન્ડેક્સ વિશ્વભરના 180 દેશો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 0થી 100ના સ્કેલમાં માપે છે. જેમાં 0 એટલે અત્યંત ભ્રષ્ટ અને 100 એટલે ભ્રષ્ટાચાર મુક્ત દેશ.

2/6
image

180 દેશોની યાદીમાં ભારત 96મા સ્થાને છે. 2023માં ભારતનું રેન્કિંગ 93 હતું એટલે કે નવા ઈન્ડેક્સમાં ભારતનું રેન્કિંગ 3 સ્થાન નીચે આવ્યું છે. તાજેતરના ઇન્ડેક્સમાં ભારતનો કુલ સ્કોર 38 છે. ભારતને 2023માં 39 અને 2022માં 40નો સ્કોર મળ્યો હતો.   

3/6
image

ભારતના પડોશીઓમાં ચીન 43 પોઈન્ટ સાથે 76મા ક્રમે છે. પાકિસ્તાનની રેન્કિંગની વાત કરીએ તો તે 2023માં 133મા સ્થાને હતું, તેની રેન્કિંગ તાજેતરના ઈન્ડેક્સમાં 2 પોઈન્ટ ઘટીને 135 થઈ છે. શ્રીલંકાનું રેન્કિંગ 121મું છે જ્યારે બાંગ્લાદેશમાં પણ ભ્રષ્ટાચાર વધ્યો છે અને તે 149માં સ્થાને આવી ગયો છે.

4/6
image

ડેનમાર્ક ભ્રષ્ટાચાર મુક્ત યુરોપિયન દેશ છે જ્યાં ના કે બરાબર ભ્રષ્ટાચાર છે. ડેનમાર્કને ઈન્ડેક્સમાં સૌથી વધુ 90 પોઈન્ટ મળ્યા છે. ફિનલેન્ડ બીજા સ્થાને છે જેને 88 પોઈન્ટ મળ્યા છે.

5/6
image

સિંગાપોર 84 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને અને ન્યુઝીલેન્ડ 83 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. પાંચમા સ્થાને લક્ઝમબર્ગ છે જેણે 81 પોઈન્ટ મેળવ્યા છે.

6/6
image

આ ઈન્ડેક્સમાં દક્ષિણ સુદાનને સૌથી ભ્રષ્ટ ગણાવામાં આવ્યું છે, જે 8 પોઈન્ટ સાથે વિશ્વનો સૌથી ભ્રષ્ટ દેશ છે. તે પછી સોમાલિયા (9 પોઈન્ટ), વેનેઝુએલા (10 પોઈન્ટ), સીરિયા (12 પોઈન્ટ), લિબિયા (13 પોઈન્ટ) છે.