સરકારે ખાદ્યતેલની આયાતમાં ઘટાડો કરતાં આ કંપનીએ ભાવમાં કર્યો 15 ટકાનો ઘટાડો

તેલિબિયાંની કિંમતમાં ઘટાડો થતાં અદાણી વિલ્મરે ખાદ્ય તેલની કિંમતમાં આશરે 15 ટકાનો ઘટાડો કર્યો છે. . અદાણી વિલ્મરે તેના ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઈલના 1 લીટરના પેકની કિંમત રૂ.175 થી ઘટાડીને રૂ.150 કરી છે. 

સરકારે ખાદ્યતેલની આયાતમાં ઘટાડો કરતાં આ કંપનીએ ભાવમાં કર્યો 15 ટકાનો ઘટાડો

નવી દિલ્હી:  તેલિબિયાંની કિંમતમાં ઘટાડો થતાં અદાણી વિલ્મરે ખાદ્ય તેલની કિંમતમાં આશરે 15 ટકાનો ઘટાડો કર્યો છે. અદાણી વિલ્મરે તેના ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઈલના 1 લીટરના પેકની કિંમત રૂ.175 થી ઘટાડીને રૂ.150 કરી છે અને સોયાબીન તેલના 1 લીટરના પેકની કિંમત રૂ.185થી ઘટાડીને રૂ.155 કરી છે. સમાન પ્રકારે ફોર્ચ્યુન કાચી ઘાણી (મસ્ટર્ડ ઓઈલ) ની કિંમત રૂ.237થી ઘટાડીને રૂ.195 કરી છે, જ્યારે ફોર્ચ્યુન કપાસિયા તેલની કિંમત લીટર દીઠ રૂ.180 થી ઘટાડીને રૂ.155 કરી છે.

કેન્દ્ર સરકારે ખાદ્યતેલની આયાત-જકાતમાં ઘટાડો થવાને કારણે ખાદ્યતેલની કિંમતમાં ભારે ઘટાડો થતાં તે સસ્તાં થયા છે. આ ઉપરાંત ઉંચા ઉત્પાદનને કારણે સ્થાનિક બજારોમાં તેલિબિયાંની કિંમતોમાં પણ ઘટાડો નોંધાયો છે.

અદાણી વિલ્મરના એમડી અને સીઈઓ આંગ્શુ મલ્લિક જણાવે છે કે "ખર્ચમાં થયેલા ઘટાડાનો લાભ અમે ગ્રાહકોને આપી રહ્યા છીએ. હવે સલામતિ અને ગુણવત્તાના ધોરણોને અનુસરતુ સૌથી શુધ્ધ ખાદ્યતેલ ગ્રાહકોના ખિસ્સાંને પણ સસ્તુ પડશે. અમને વિશ્વાસ છે કે ઘટેલી કિંમતોના કારણે માંગને વેગ મળશે."

તેલિબિયાંના ઓછા ઉત્પાદનને કારણે તથા ઉત્પાદન અને લોજીસ્ટીક્સના ઉંચા ખર્ચને કારણે વર્ષ 2021-22 દરમ્યાન ખાદ્ય તેલની સ્થાનિક અને આંતરરાષ્ટ્રિય કિંમતો વધી હતી. આમ છતાં ક્રૂડ અને રિફાઈન્ડ ખાદ્ય તેલ પરની આયાત-જકાતમાં ઘટાડો થતાં અને નવી સિઝનમાં તેલિબિયાના સારા ઉત્પાદનને કારણે ભાવમાં ઘટાડો નોંધાયો છે.

અદાણી વિલ્મર દેશની સૌથી વધુ ઝડપથી વિકસતી એફએમસીજી કંપનીઓમાં સ્થાન ધરાવે છે. ખાદ્ય તેલની રેન્જ ઉપરાંત તે ચોખા, આટો, ખાંડ, બેસન, રેડી ટુ કૂક ખિચડી, સોયા ચંક અને અન્ય ઉત્પાદનો ઓફર કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news