Multibagger Stock: ₹1 લાખના બની ગયા ₹42 લાખ, 4 વર્ષમાં આ કંપનીએ આપ્યું 4000% નું રિટર્ન
Pitti Engineering Share Return: પિટ્ટી એન્જિનિયરિંગની એપ્રિલ-જૂન 2024 ક્વાર્ટરના ઓપરેશન્સથી એકીકૃત આવક વાર્ષિક ધોરણે 32 ટકા વધીને રૂ. 382.78 કરોડ થઈ છે. નેટ કોન્સોલિડેટેડ નફો વાર્ષિક ધોરણે 46.7 ટકા વધીને રૂ. 20.55 કરોડ થયો છે. ખર્ચ વધીને રૂ. 359 કરોડ થયો છે.
Trending Photos
નવી દિલ્હીઃ દરેક કોઈ ઈચ્છે છે કે તેનું રોકાણ જલ્દીથી જલ્દી ડબલ, ત્રણ ગણું કે 10 ગણું થઈ જાય. તેણે વધુ સમય રાહ ન જોવી પડે. તે માટે વ્યક્તિ શોર્ટ ટર્મમાં સારૂ રિટર્ન આપનાર વિકલ્પ શોધતો હોય છે. આ લિસ્ટમાં કેટલાક શેરને રાખી શકાય છે. એવા ઘણા શેર છે, જેણે ઓછા સમયમાં ઈન્વેસ્ટરોને બમ્પર રિટર્ન આપ્યું છે. આવો એક શેર છે પિટ્ટી એન્જિનિયરિંગ.
આ સ્ટોકે 4 વર્ષમાં ઈન્વેસ્ટરોના પૈસા લગભગ 42 ગણા કરી દીધા છે. પિટ્ટી એન્જિનિયરિંગ, ઈલેક્ટ્રિક સ્ટીલ લેમિનેશન, મોટર કોર, સબ-એસેમ્બલી, ડાઈ-કાસ્ટ રોટર્સ અને પ્રેસ ટૂલ્સ બનાવનારી દેશની સૌથી મોટી કંપની છે. તે 1994થી શેર બજારમાં લિસ્ટેડ છે.
4 વર્ષમાં 50000ના બનાવ્યા 21 લાખ
4 વર્ષ પહેલા 1 ઓક્ટોબર 2020ના પિટ્ટી એન્જિનિયરિંગના શેરની કિંમત બીએસઈ પર 30.75 રૂપિયા હતી. શેર બીએસઈ પર 1 ઓક્ટોબર 2024ના 1289.65 રૂપિયા પર બંધ થયો છે. 2 ઓક્ટોબરે શેર બજારમાં રજા છે. તેનો મતલબ છે કે કંપનીના સ્ટોકે 4 વર્ષમાં 4000 ટકાનું રિટર્ન આપ્યું છે. જો કોઈે શેરમાં 4 વર્ષ પહેલા 10,000 રૂપિયા લગાવ્યા હોત અને અત્યાર સુધી શેર ન વેચ્યા હોત તો 4.19 લાખ રૂપિયા થઈ ગયા હોત. આ રીતે 20000 રૂપિયાનું રોકાણ આશરે 8.39 લાખ રૂપિયા, 50000 રૂપિયાનું રોકાણ આશરે 21 લાખ રૂપિયા અને 1 લાખનું રોકાણ 42 લાખ રૂપિયા થઈ ગયું હોત.
1 વર્ષમાં પૈસા થયા ડબલ
11 જુલાઈ 2024 સુધી કંપનીમાં પ્રમોટર્સ પાસે 53.58 ટકા ભાગીદારી હતી. છેલ્લાં એક વર્ષમાં પિટ્ટી એન્જિનિયરિંગના સ્ટોકે પૈસા ડબલ કરી દીધા છે. વર્ષ 2024માં અત્યાર સુધી શેરમાં 81 ટકા અને છ મહિનામાં આશરે 60 ટકાની તેજી આવી છે. કંપનીનું માર્કેટ કેપ 4500 કરોડ રૂપિયાથી વધુ છે.
પિટ્ટી એન્જિનિયરિંગ આ વર્ષે જુલાઈ મહિનામાં 360 કરોડ રૂપિયાનો ક્વોલિફાઈડ ઈન્સ્ટીટ્યુશનલ પ્લેસમેન્ટ લઈ આવી હતી. નાણાકીય વર્ષ 2024માં કંપનીનું ઓપરેશનથી કંસોલિડેટેડ રેવેન્યૂ 1201.59 કરોડ રૂપિયા રહ્યું હતું. કંસોલિડેટેડ શુદ્ધ નફો 90.19 કરોડ રૂપિયા અને ખર્ચ 1127.89 કરોડ રૂપિયા રહ્યો હતો.
(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે