અહીં એક કપ ચા નો ભાવ છે 1000 રૂપિયા! જાણો કોલકાત્તાની આ સ્પેશિયલ ચા કેમ છે આટલી મોંઘી
ભારતમાં મોટા ભાગે લોકોને સવારે ઉઠતાની સાથે સૌથી પહેલા જો કોઈ વસ્તુ યાદ આવતી હોય તો તે ચા છે. કામમાંથી કંટાળો આવે કે આળસ આવે તો તરત જ ચાની ચુસ્કી યાદ આવી જતી હોય છે. આજકાલ તો ચામાં પણ અનેક પ્રકારની વેરાયટીઓ જોવા મળી રહી છે. તમે આદુ, ઈલાયચી, મસાલા સહિતની ચા પીધી હશે, જેના ફુલ કપની કિંમત 20થી 40 સુધીની હશે. પરંતુ શું તમે 1000 રૂપિયાની ચા પીધી છે.
Trending Photos
નવી દિલ્લીઃ ભારતમાં મોટા ભાગે લોકોને સવારે ઉઠતાની સાથે સૌથી પહેલા જો કોઈ વસ્તુ યાદ આવતી હોય તો તે ચા છે. કામમાંથી કંટાળો આવે કે આળસ આવે તો તરત જ ચાની ચુસ્કી યાદ આવી જતી હોય છે. આજકાલ તો ચામાં પણ અનેક પ્રકારની વેરાયટીઓ જોવા મળી રહી છે. તમે આદુ, ઈલાયચી, મસાલા સહિતની ચા પીધી હશે, જેના ફુલ કપની કિંમત 20થી 40 સુધીની હશે. પરંતુ શું તમે 1000 રૂપિયાની ચા પીધી છે. નહીં ને. તો અહીં અમે તમને એક એવી ચાની દુકાન વિશે માહિતી આપશું જે 1, 2 નહીં પરંતુ 150 અલગ અલગ પ્રકારની ચાનું વેચાણ કરે છે.
કોલકાતામાં 'નિર્જશ' નામની ચાની દુકાન, જયાં મળે છે 20 રૂપિયાથી લઈને 1,000 રૂપિયા પ્રતિ કપની કિંમતની વિવિધ પ્રકારની ચા!
- ચાની આ શોપમાં આશરે 150 પ્રકારની ચા છે
- અલબત્ત, 1 કિલો ચાનો ભાવ 3 લાખ રૂપિયા#ZEE24Kalak pic.twitter.com/thUN9A2AbA
— Zee 24 Kalak (@Zee24Kalak) March 23, 2022
પશ્ચિમ બંગાળના દક્ષિણ કોલકાતાના જાદવપુર વિસ્તારમાં પાર્થ પ્રતિમ ગાંગુલી નામના વ્યક્તિ 'નિર્જશ' નામની ચાની દુકાન ચલાવે છે. અહીં 20 રૂપિયાથી લઈને 1,000 રૂપિયા પ્રતિ કપની કિંમતની વિવિધ પ્રકારની ચા મળે છે. ચાની આ શોપમાં આશરે 150 પ્રકારની ચા મળે છે. અહીં સૌથી મોંઘી ચાનું નામ છે સિલ્વર નીડલ વ્હાઈટ ટી. આ ચાના એક કપની કિંમત અધધધ 1000 રૂપિયા છે. આ ચા ચીન અને જાપાનમાં બને છે. આ 1 કિલો ચાનો ભાવ 3 લાખ રૂપિયા છે.
પાર્થ ગાંગુલી સાથેની વાતમાં તેમણે જણાવ્યું કે આ ચાને આથો(Fermentation) આપી અને ઓક્સિડાઈઝ્ડ કરવામાં આવી છે, જે ચાને એક અનોખો સ્ટ્રોંગ અને માટીનો સ્વાદ આપે છે. પાર્થે વધુમાં જણાવ્યું કે મને મારા પિતા હંમેશા કહેતા હતા કે જો તે અભ્યાસ નહીં કરે તો તેણે ચા વેચવી પડશે. આ વાતને અનુસરી નક્કી કર્યું કે હું બંગાળના લોકો માટે વિવિધ દેશોની ચા લાવી પશ્ચિમ બંગાળના લોકોને તેના સ્વાદનો અનુભવ કરાવીશ. આ ચાની શોપમાં થાઈમ, ઓલોંગ, રામોના, સબાહ સહિતની ચા પણ મળે છે, જેનો ઉપયોગ ક્રોનિક રોગોના ઉપચાર માટે થાય છે. પાર્થે વધુમાં જણાવ્યું કે મોંઘી ચા દરેકને પસંદ અથવા પોસાતી નથી અને માત્ર પસંદગીના ગ્રાહકો જ સિલ્વર મિડલ વ્હાઇટ ટી પીવાનું પસંદ કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે