કચ્છમાં પ્રતિબંધિત હાથીદાંતમાંથી દાગીના બનાવતા પકડાયા, ચોરી છુપીથી કરતા હતા આ કામ

Kutch Crime News : કચ્છમાં પ્રતિબંધિત હાથીદાંતના ઉપયોગ મામલે કાર્યવાહી... હાથીદાંતમાંથી બેંગલ્સ બનાવામાં આવતી હતી... ભુજમાં આવેલા મણિયાર બેંગલ્સ સામે પશ્ચિમ કચ્છ પોલીસે કરી કાર્યવાહી... ચાર શખ્સોની કરવામા આવી ધરપકડ... વધુ તપાસ ફોરેસ્ટ વિભાગને સોંપાઈ

કચ્છમાં પ્રતિબંધિત હાથીદાંતમાંથી દાગીના બનાવતા પકડાયા, ચોરી છુપીથી કરતા હતા આ કામ

Kutch News રાજેન્દ્ર ઠક્કર/કચ્છ : દેશમાં પ્રતિબંધિત હાથીદાંતના ઉપયોગ મામલે પશ્ચિમ કચ્છ પોલીસે કાર્યવાહી કરી છે.ભુજની બજારમાં મણિયાર બેંગલ્સ નામની બંગડીની દુકાનમાં હાથીદાંતમાંથી બેંગલ્સ બનાવામાં આવી રહી હતી.જેમાં ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. તો આ મામલે વધુ તપાસ ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવી છે. પોલીસે ભુજની બંગડીયોની દુકાનમાંથી ચોરી છુપીથી હાથીદાંતની બંગડીઓ બનાવી વેચાણ કરવાનું કારસ્તાન પકડી પાડ્યું. 

ભુજ શહેર વિસ્તારમાં આવેલ ડાંડા બજારમાં મણિયાર બેંગલ્સ નામની બંગડીયોની દુકાનમાંથી ચોરી છુપીથી હાથીદાંતની બંગડીઓ બનાવી વેચાણ કરવાનું કારસ્તાન પકડી પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યું છે. કચ્છ જીલ્લામાં ચોરી છુપીરીતે કે છળકપટથી વન્ય પ્રાણી જીવોના અવશેષોના વેપાર પર વોચ રાખવા અને આવી ગેરકાયદેસર થતી પ્રવૃત્તીઓ અટકાવવા માટે રેન્જ આઇજી દ્વારા સુચના આપવામાં આવી હતી.

હાથીદાંતની અમુક બંગડીયો ચોરી છુપીરીતે બનાવી તેનુ વેચાણ કરવામાં આવી રહ્યા હોવાની બાતમી મળી હતી. પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને જીલ્લામાં ચોરી છુપીરીતે કે છળકપટથી વન્ય પ્રાણી જીવોના અવશેષોના વેપાર પર વોચ રાખવા સુચના આપવામાં આવી હતી જે અતંર્ગત 16 નવેમ્બરના અલગ અલગ સરકારી વાહનોમાં ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.ચુડાસમાને ખાનગી બાતમી મળી હતી કે ભુજ મધ્યે
બજાર ચોકી આગળ ડાંડા બજારમાં આવેલ મણિયાર બેંગલ્સ નામની બંગડીઓની દુકાનમાં હાથીદાંતની અમુક બંગડીયો ચોરી છુપીરીતે બનાવી તેનુ વેચાણ કરવામાં આવી રહ્યું છે.

હાથીદાંતની 10 બંગડીઓ મળી આવી
બાતમી મુજબ પશુ ચિકિત્સક ડૉ. દિક્ષિત પરમારનો સંપર્ક કરી તેમને સાથે રાખીને તેમજ પંચોના માણસો સાથે મણીયાર બેન્ગલ્સ નામની દુકાનમાં જઇ ટીમે તપાસ કરતાં દુકાનમાં આસીમ અહમદ મણિયાર l હાજર મળી આવેલ અને આ દુકાનમાં લાકડાના ટેબલના ખાનામાં પડેલ એક બોક્સ બહાર કાઢી જોતા તેમાં નાની મોટી જાડી પાતળી સાઇઝની કુલ 10 હાથીદાંતની બંગડીઓ મળી આવી હતી. જે બાબતે કાયદેસરની કાર્યવાહી કરી ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનને આગળની તપાસ માટે સોંપવામાં આવેલ છે અને વધુ તપાસ ફોરેસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.

સંડોવાયેલ આરોપીઓ

1) આસીમ અહમદ મણિયાર
2) અહમદ સુલેમાન મણિયાર
3) અલ્તાફ અહમદ મણિયાર
4) અઝરૂદીન નીઝામુદીન મણિયાર

કામગીરી કરેલ પોલીસ અધિકારીઓ
ઉપરોક્ત કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાંચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.ચુડાસમા, પોલીસ સબ ઇન્સ્પેકટર ટી.બી.રબારી, એ.એસ.આઇ. વિરેન્દ્રસિંહ જાડેજા, પો.હે.કો. સુરેન્દ્રસિંહ જાડેજા, સુરજભાઇ વેગડા, નવીનભાઇ જોષી, મયુરસિંહ જાડેજા, મહિપાલસિંહ પુરોહિત, શક્તિસિંહ ગઢવી, રાજેન્દ્રસિંહ રાઠોડ, રણજીતસિંહ જાડેજા તથા વુમન પોલીસ કોન્સ્ટેબલ વર્ષાબેન ગાંગલ તથા રાજીબેન મકવાણા જોડાયા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news