Post Office ની આ અદ્ભુત સ્કીમમાં રોકાણ કરો 7500 રૂપિયા! કરોડપતિ બન્યા પછી થશો રિટાયર, સમજો ટ્રીક

લાંબા ગાળાના રોકાણ માટે Public Provident Fund એ એક સારો વિકલ્પ છે, જેમાં તમને ઘણું સારું વળતર મળે છે. તમે એક વર્ષમાં PPFમાં રૂ. 1.5 લાખ સુધીનું રોકાણ કરી શકો છો, એટલે કે દર મહિને રૂ. 12,500.

Post Office ની આ અદ્ભુત સ્કીમમાં રોકાણ કરો 7500 રૂપિયા! કરોડપતિ બન્યા પછી થશો રિટાયર, સમજો ટ્રીક

નવી દિલ્હી: PPF Crorepati: જો તમે પણ કરોડપતિ બનવા માંગતા હો, તો હવે તમારો સમય આવી ગયો છે. કરોડપતિ બનવા માટે આજથી જ રોકાણ કરવાનું શરૂ કરો. આના માટે તમારે વધારે રોકાણ કરવાની જરૂર નથી, પરંતુ દર મહિને Public Provident Fund માં માત્ર થોડા જ રૂપિયાનું રોકાણ કરવું પડશે. જો તમે અહીં દર્શાવેલ રીતે રોકાણ કરતા રહેશો તો નિવૃત્તિ (Retirement) પહેલા જ કરોડપતિ બની જશો.

લાંબા ગાળાનું રોકાણ
લાંબા ગાળાના રોકાણ માટે Public Provident Fund એ એક સારો વિકલ્પ છે, જેમાં તમને ઘણું સારું વળતર મળે છે. તમે એક વર્ષમાં PPFમાં રૂ. 1.5 લાખ સુધીનું રોકાણ કરી શકો છો, એટલે કે દર મહિને રૂ. 12,500. જો તમારે કરોડપતિ બનવું હોય તો તમારે જાણવું પડશે કે તમારે દર મહિને કેટલું રોકાણ કરવું પડશે અને કેટલા સમય માટે.

PPF પર 7.1% મળે છે વ્યાજ 
હાલમાં સરકાર PPF ખાતા પર વાર્ષિક 7.1% વ્યાજ આપે છે. તેમાં રોકાણ 15 વર્ષ માટે કરવામાં આવે છે. આ હિસાબથી મહિના માટે 12500 રૂપિયાના રોકાણનું કુલ મૂલ્ય 15 વર્ષ પછી રૂપિયા 40,68,209 થશે. તેમાં કુલ રોકાણ રૂ. 22.5 લાખ અને વ્યાજ રૂ. 18,18,209 છે.

આ રીતે જમા થશે એક કરોડ રૂપિયાનું ફંડ 

કેસ નંબર-1
1. ધારો કે તમારી ઉંમર 30 વર્ષ છે અને તમે PPFમાં રોકાણ કરવાનું શરૂ કર્યું છે
2. PPFમાં 15 વર્ષ સુધી દર મહિને 12500 રૂપિયા જમા કરાવ્યા પછી તમારી પાસે 40,68,209 રૂપિયા હશે.
3. હવે આ પૈસા ઉપાડવાના નથી, તમે 5-5 વર્ષના સમયગાળા માટે PPF આગળ વધારતા રહો.
4. એટલે કે, 15 વર્ષ પછી વધુ 5 વર્ષ રોકાણ કરવાનું રાખો, એટલે કે 20 વર્ષ પછી આ રકમ થશે - 66,58,288 રૂપિયા
5. જ્યારે 20 વર્ષ થઈ જાય તો પછી આગામી 5 વર્ષ માટે રોકાણને વધારતા રહો, એટલે કે 25 વર્ષ પછી રકમ થશે - રૂ. 1,03,08,015

તો આ રીતે તમે બની જશો કરોડપતિ 
લો તમે બની ગયા કરોડપતિ. એટલે કે જો તમે 30 વર્ષની ઉંમરે PPFમાં દર મહિને 12500 રૂપિયાનું રોકાણ કરો છો, તો 25 વર્ષ પછી એટલે કે 55 વર્ષની ઉંમરે તમે કરોડપતિ બની જશો. મહેરબાની કરીને નોંધ કરો કે PPF ખાતાની પાકતી મુદત 15 વર્ષ છે. જો આ ખાતું 15 વર્ષ માટે લંબાવવાનું હોય તો આ ખાતાને આગામી પાંચ વર્ષ સુધી વધારી શકાય છે.

કેસ નંબર-2
જો તમે PPFમાં 12500 રૂપિયાને બદલે થોડી ઓછી રકમનું રોકાણ કરવા માંગો છો, પરંતુ 55 વર્ષની ઉંમરે કરોડપતિ બનવા માંગો છો, તો તમારે થોડી વહેલી શરૂઆત કરવી પડશે.

1. ધારો કે 25 વર્ષની ઉંમરે તમે દર મહિને તમારા PPF ખાતામાં 10,000 રૂપિયા નાખવાનું શરૂ કર્યું.
2. 7.1 ટકાના હિસાબે 15 વર્ષ પછી તમારી પાસે કુલ મૂલ્ય હશે - રૂ. 32,54,567.
3. હવે તેને ફરીથી 5 વર્ષ માટે લંબાવો પછી 20 વર્ષ પછી કુલ મૂલ્ય થશે- રૂ. 53,26,631.
4. તેને ફરીથી 5 વર્ષ માટે લંબાવો... 25 વર્ષ પછી કુલ મૂલ્ય થશે - રૂ 82,46,412
5. 5 વર્ષ માટે તેને ફરીથી લંબાવો, એટલે કે 30 વર્ષ પછી કુલ મૂલ્ય થશે - રૂ. 1,23,60,728
6. એટલે કે 55 વર્ષની ઉંમરે તમે કરોડપતિ બની જશો.

કેસ નંબર 3
જો તમે 10,000 રૂપિયાના બદલે માત્ર 7500 રૂપિયા પ્રતિ માસ જમા કરાવો છો, તો પણ તમે 55 વર્ષની ઉંમર સુધીમાં કરોડપતિ બની જશો, પરંતુ તમારે 20 વર્ષની ઉંમરે રોકાણ કરવાનું શરૂ કરવું પડશે.
1. જો તમે PPFમાં 7.1% વ્યાજ પર 15 વર્ષ માટે 7500 રૂપિયા જમા કરાવતા રહો, તો કુલ મૂલ્ય થશે - 24,40,926 રૂપિયા
2. 5 વર્ષ પછી એટલે કે 20 વર્ષ પછી આ રકમ થશે - 39,94,973 રૂપિયા
3. વધુ 5 વર્ષ પછી એટલે કે 25 વર્ષ પછી આ રકમ થશે - રૂ. 61,84,809
4. 5 વર્ષ પછી આ રકમ 30 વર્ષ પછી વધશે - રૂ. 92,70,546
5. વધુ 5 વર્ષ રોકાણ ચાલુ રાખો, 35 વર્ષ પછી રકમ થશે- રૂ. 1,36,18,714
6. એટલે કે જ્યારે તમે 55 વર્ષના થશો ત્યારે તમારી પાસે રૂ.1.25 કરોડથી વધુ રકમ હશે. યાદ રાખો કરોડપતિ બનવાની યુક્તિ એ છે કે PPF ના કમ્પાઉન્ડિંગનો લાભ લેવો, વહેલું રોકાણ કરવાનું શરૂ કરો અને ધીરજ સાથે રોકાણ કરવાનું ચાલુ રાખો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news