Post Office ની સ્કીમમાં રોકો 5 લાખ રોકશો તો મળશે 10 લાખ, મળશે ડબલ ફાયદો

Post Office Time Deposit Scheme: પોસ્ટ ઑફિસ (Post Office) માં પૈસા રોકનારાઓ માટે સારા સમાચાર છે. આજે અમે તમને પોસ્ટ ઓફિસની સ્કીમ વિશે જણાવીશું, કુલ 5 લાખ જમા કરવશો તો 10 લાખ મળશે. આજે પણ પોસ્ટ ઑફિસ પૈસા બચાવવાની બેસ્ટ રીત છે. 

Post Office ની સ્કીમમાં રોકો 5 લાખ રોકશો તો મળશે 10 લાખ, મળશે ડબલ ફાયદો

Post Office Scheme: પોસ્ટ ઑફિસ (Post Office) માં પૈસા રોકનારાઓ માટે સારા સમાચાર છે. આજે અમે તમને પોસ્ટ ઓફિસની સ્કીમ વિશે જણાવીશું, કુલ 5 લાખ જમા કરવશો તો 10 લાખ મળશે. આજે પણ પોસ્ટ ઑફિસ પૈસા બચાવવાની બેસ્ટ રીત છે. આજે અમે તમને પોસ્ટ ઑફિસની 5 વર્ષની ટાઇમ ડિપૉજિટ (Post Office Time Deposit Account) વિશે જણાવીશું, જેમાં ગેરેન્ટેડ તમારા પૈસા બમણા થઇ જશે. તેમાં તમને કમ્પાઉન્ડીંગ વ્યાજનો ફાયદો મળે છે. 

1 એપ્રિલથી મળી રહ્યું છે 7.5 ટકા વ્યાજ
1 એપ્રિલ 2023 પછી ગ્રાહકોને 7.5 ટકાના દરે વ્યાજનો લાભ મળી રહ્યો છે. જો તમે ટાઈમ ડિપોઝીટ સ્કીમમાં 5 લાખનું રોકાણ કરો છો, તો મેચ્યોરિટી પર તમને 7,24,974 રૂપિયા મળશે. આમાં, તમને વ્યાજ તરીકે 2,24,974 રૂપિયા મળશે. બાકીના રૂ. 5 લાખ એ તમારા દ્વારા રોકાણ કરેલી રકમ છે.

RBI: જો તમારા ખિસ્સામાં પણ 2000ની નોટ હોય તો ખાસ જાણો આ માહિતી, નહીતર ધંધે લાગી જશો
RBI: શું તમારી પાસે 2000 રૂપિયાની નોટ છે? ગભરાશો નહીં, હવે શું કરવું તે જાણી લો
2000 Currency Notes: આવી ગઇ નવી નોટબંધી, રિઝર્વ બેંક બે હજારની નોટ પરત લેશે

RBI: જાણો તમારા ખિસ્સામાં પડેલી કઈ નોટ છે ફિટ કઇ અનફિટ, ખબર છે RBI ના 11 ધારાધોરણો
તમારી પાસે 2000 ની નોટ હોય તો ખૂબ જ મહત્વના છે આ 131 દિવસ, જાણો A TO Z માહિતી

10 વર્ષમાં પૈસા થઈ જશે બમણા
જો તમે તેની પાકતી મુદત 5 વર્ષ સુધી લંબાવશો તો તમને 5 લાખને બદલે 10 લાખ રૂપિયા મળશે. આ પૈસા 10 વર્ષમાં 10,51,175 રૂપિયા થઈ જશે. આમાં વ્યાજની રકમ 5,51,175 રૂપિયા થશે. અહીં 10 વર્ષમાં તમારા પૈસા ગેરંટી સાથે બમણા થઇ જશે.

100 રૂપિયાના મલ્ટીપલમાં કરવું પડશે રોકાણ
તમે આ સ્કીમમાં રૂ.100ના ગુણાંકમાં રોકાણ કરી શકો છો. પોસ્ટ ઓફિસ ટીડીમાં રોકાણની કોઈ મર્યાદા નથી. નાણા મંત્રાલય દર ક્વાર્ટરમાં નાની બચત પરના વ્યાજ દરોની સમીક્ષા કરે છે.

શું છે સ્કીમની વિશેષતા
>> તમારે નજીકની પોસ્ટ ઓફિસમાં ટાઈમ ડિપોઝીટ ખાતું અથવા ફિક્સ ડિપોઝીટ ખાતું ખોલાવવું પડશે.
>> તમે આ સ્કીમમાં રૂ. 1,000થી પણ રોકાણ કરી શકો છો અને રોકાણની મહત્તમ રકમ નક્કી કરવામાં આવી નથી.
>> આ સ્કીમમાં માત્ર 10 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ જ રોકાણ કરી શકે છે.
>> તમને જણાવી દઈએ કે સગીર બાળકનું ખાતું તેના માતા-પિતાની દેખરેખમાં ખોલવામાં આવે છે.
>> તમે આ સ્કીમમાં 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ અને 5 વર્ષ માટે નાણાંનું રોકાણ કરી શકો છો.
>> સિંગલ એકાઉન્ટ અને જોઇન્ટ એકાઉન્ટ પણ ખોલવામાં આવે છે.

ટેક્સ છૂટનો મળે છે લાભ
તમને જણાવી દઈએ કે તમને પોસ્ટ ઓફિસ સ્કીમમાં ટેક્સ છૂટનો લાભ મળે છે. તમને આવકવેરાની કલમ 80C હેઠળ રૂ. 1.5 લાખ સુધીના રોકાણ પર ટેક્સ છૂટ મળે છે. જ્યારે, FDની પાકતી મુદત પર મળેલી રકમ કરપાત્ર છે. પોસ્ટ ઓફિસ ટીડીને 1 વર્ષ માટે 6.8 ટકા, 2 વર્ષ માટે 6.9 ટકા અને 3 વર્ષ માટે 7.0 ટકા વ્યાજ મળી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news