Airtel અને Jioની લડાઇમાં ગ્રાહકોને મોજ, જિયોનો શાનદાર પ્લાન તો એરટેલ પણ ગ્રાહકોને કરશે ખુશ
Trending Photos
નવી દિલ્હી: રિલાયન્સ જિયો ફાયબરે ગ્રાહકો માટે હાલમાં જ બે સસ્તા પ્લાન લોન્ચ કર્યા છે. 399 રૂપિયાના આ પ્લાનમાં નવા ગ્રાહકોને મહિના માટે ફ્રી સર્વિસ આપવામાં આવી રહી હતી.
જિયોની તૈયારીઓ જોતા હવે એરટેલ એક્સટ્રીમ પણ હવે ગ્રાહકોને ખુશ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ ઉપરાંત એરટેલ સસ્તા સ્માર્ટફોન પણ બજારમાં ઉતારવાની તૈયારી કરી રહ્યું છે.
જિયોનો શાનદાર પ્લાન
- જિયો ફાયબરને બ્રોન્ઝ સીરિઝના 399 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને 30 Mbpsની સ્પીડથી અનલિમિટેડ ડેટા મળી રહ્યો છે. જેમાં અનલિમિટેડ વોયસ કોલિંગ પણ સામેલ છે.
- જિયોની ગોલ્ડ સીરિઝ 999 રૂપિયાની છે. જેમાં 150 Mbpsની સ્પીડ છે અને સાથે 1000ની કિંમતવાળી 11 OTT એપ્સ મળી રહી છે.
- જિયો ડાયમંડ સીરિઝ 1499ની છે. જેમાં 1500ની કિંમતવાળી 12 OTT એપ્સ ઉપલબ્ધ છે.
- જિયોની એક સીરિઝ ડાયમંડ પ્લસની પણ છે. જેની કિંમત 2499 રૂપિયાની છે. તેની સ્પીડ 300 Mbpsની છે અને તેમાં પણ 12 OTT એપ્સ મળી રહી છે.
સૌથી ખાસ વાત એ છે કે જિયોએ તેમના ગ્રાહકો માટે એક મહિનાની ટ્રાયલ ફ્રી આપી છે. ત્યારબાદ તે તેમનો મનપસંદ પ્લાન પસંદ કરી શકે છે. આ નવા ટેરિફ પ્લાનને નયે ઇન્ડિયા કા નયા જોશ નામથી શરૂ કરવામાં આવશે.
એરટેલે પણ ગ્રાહકોને ખુશ કરવાની કરી તૈયારી
એરટેલે પણ તેના ગ્રાહકો માટે નવો ટેરિફ પ્લાન લાવવાની શરૂઆત કરી છે. તેનો શરૂઆતી પ્લાન 499 રૂપિયાનો છે. ત્યારબાદ તે વધીને 799, 999 અને 1400 રૂપિયાનો થઇ જયા છે.
આ ઉપરાંત એરટેલ એક્સટ્રીમ ફાયબર પ્લાન 3,999 રૂપિયાના એરટેલ એક્સ્ટ્રીમ બોક્સને લગાવવાથી કોઇપણ ટીવી સ્માર્ટ ટીવીમાં બદલાઇ જાય છે. આ તમામ પ્લાન્સમાં અનલિમિટેડ ફોન કોલ્સ, એરટેલ એક્ટ્રીમ 4K TV Boxના ફાયદા સાથે જોડાયેલો છે. આ પ્લાનમાં 1,500 રૂપિયાનો કેશબેક પ્લાન છે. જેમાં ગ્રાહકોને 550 ચેનલ્સ જોવા મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે