મુકેશ અંબાણીના કાફલામાં સામેલ થઈ વધુ એક ચઢિયાતી કાર, બોમ્બ બ્લાસ્ટની અસર નહિ થાય

સુરક્ષાને ધ્યાનમાં રાખીને મુકેશ અંબાણી પોતાના પરિવારથી અલગ કારમા સફર કરે છે. આમ તો તેમની પાસે ઢગલાબંધ બૂલેટપ્રૂફ કાર છે, પણ તેઓએ હાઈ સિક્યોરિટી ધરાવતી નવી બૂલેટપ્રુફ કાર ખરીદી છે

Trending Photos

મુકેશ અંબાણીના કાફલામાં સામેલ થઈ વધુ એક ચઢિયાતી કાર, બોમ્બ બ્લાસ્ટની અસર નહિ થાય

ઝી મીડિયા/બ્યૂરો :દુનિયાના ટોપ 10 બિઝનેસમેનમાં સામેલ છે મુકેશ અંબાણી. અરબોની સંપત્તિ હોવાની સાથે તેમની પાસે મોંઘીદાટ લક્ઝુરિયસ કારનો કાફલો છે. હંમેશા અંબાણી પરિવાર (Mukesh Ambani Car) ના સદસ્યો Bentley Bentayga, Land Rover Range Rover SVR, Rolls Royce Phantom Drophead Coupe, Lamborghini Urus જેવી કારમાં ફરતા નજર આવે છે. પરંતુ સુરક્ષાને ધ્યાનમાં રાખીને મુકેશ અંબાણી પોતાના પરિવારથી અલગ કારમા સફર કરે છે. આમ તો તેમની પાસે ઢગલાબંધ બૂલેટપ્રૂફ કાર છે, પણ તેઓએ હાઈ સિક્યોરિટી ધરાવતી નવી બૂલેટપ્રુફ કાર Mercedes S600 Guard  ખરીદી છે. આ કારની કિંમત અને ફીચર્સ જાણશો તો મોંઢામાં આંગળા મૂકી જશો.

કહેવાય છે કે, જેમ વ્યક્તિ પાસે જાહોજલાલી વધે છે, તો તેની સુરક્ષા પર ખતરો પણ વધુ મંડરાતો રહે છે. કદાચ આ જ કારણ છે કે, મુકેશ અંબાણીએ સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોતાના કાફલામાં બૂલેટપ્રુફ કાર સામેલ કરી છે. તેમણે નવી બૂલેટપ્રુફ કાર Mercedes S600 Guard ખરીદી છે. 

આમ તો આ કાર જોવામાં રેગ્યુલર મોડલ જેવી જ છે. તેને ખાસ મુકેશ અંબાણીની સલામતીને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરવામાં આવી છે. તેમાં વીઆર 10 લેવલની સુરક્ષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કાર Mercedes-Maybach S600 સિડાન કાર પર બેઝ્ડ છે. આ કારનો કલર સિલ્વર છે. 

મર્સિડીસ બેન્જની આ કાર હાઈ સિક્યોરિટી બૂલેટ પ્રુફ કાર છે. આ ગાડી ઓટોમેટિક હથિયારો અને ભારે ગોળા-બારુદની સાથે 15 કિલોગ્રામ સુધી ટીએનટી બ્લાસ્ટને સરળતાથી ઝીલી શકે છે. 

આ કારના ફીચર્સની વાત કરીએ તો, તેમાં પોલિકાર્બોનેટન કોટેડ વિન્ડો આપવામાં આવી છે. આ ઉપરાંત કારની બોડીને ખાસ પ્રકારના મજબૂત સ્ટીલથી તૈયાર કરવામાં આવી છે. 

કોઈ વિચારી પણ નહિ શકે, કે ગુજરાતના આ સ્થળે થોડા દિવસો પહેલા રણ હતું, અને હવે જુઓ....
 
આ કારમાં કંપનીએ 6.0 લીટરની ક્ષમતાનું વી12 બાય ટર્બોચાર્જ પેટ્રોલ એન્જિન આપ્યું છે. જે 523 બીએચપીના દમદાર પાવર અને 850 એનએમનો ટોર્ક જનરેટ કરે છે. તેમાં 7 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન ગિયરબોક્સને સામેલ કરવામાં આવ્યું છે. 

આ કારની કિંમત વિશે હાલ કોઈ માહિતી મળી નથી. પરંતુ એક્સપર્ટસનું કહેવું છે કે, આ કારની કિંમત અંદાજે 10 કરોડ રૂપિયાની આસપાસ હોઈ શકે છે. 

આમ તો મુકેશ અંબાણીના ઘરની બહાર એક એકથી ચઢિયાતી કાર પાર્ક થયેલી જોવા મળે છે. જેમાં અંબાણી પરિવાર મોટાભાગે Bentley Bentayga, Land Rover Range Rover SVR, Rolls Royce Phantom Drophead Coupe, Lamborghini Urus માં સફર કરતો જોવા મળે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news