SBI Customers ધ્યાન આપે! તમારી પાસે છે SBI નું ડિબેટ કાર્ડ તો થઇ જાવ સાવધાન, બેંકએ આપી જરૂરી સૂચના

એસબીઆઇના ગ્રાહકો માટે જરૂરી સમાચાર છે. બેંકએ પોતાના 44 કરોડ ગ્રાહકો માટે વીડિયો સંદેશ જાહેર કર્યો છે.

SBI Customers ધ્યાન આપે! તમારી પાસે છે SBI નું ડિબેટ કાર્ડ તો થઇ જાવ સાવધાન, બેંકએ આપી જરૂરી સૂચના

નવી દિલ્હી: એસબીઆઇના ગ્રાહકો માટે જરૂરી સમાચાર છે. બેંકએ પોતાના 44 કરોડ ગ્રાહકો માટે વીડિયો સંદેશ જાહેર કર્યો છે. જોકે Debit Card ખોવાઇ જવાની સ્થિતિ, ક્યાં પડી જવાની અથવા પછી ચોરી થવાની સ્થિતિમાં તમારે શું કરવું જોઇએ તેને લઇને બેંકે જાણકારી આપી છે. પોતાના વીડિયોમાં SBI એ જણાવ્યું કે કેવી રીતે તમે ખોવાયેલું કાર્ડ બ્લોક કરી શકો છો. 

SBI એ જાહેર કર્યો વીડિયો
SBI એ પોતાના આ 1.25 મિનિટના વીડિયોમાં જણાવ્યું કે તમે કેવી રીતે પોતાના મોબાઇલ વડે જ કાર્ડ બ્લોક કરી શકો છો, રિપ્લેસમેંટ અથવા નવું ડેબિટ કાર્ડ બનાવી શકો છો. SBI એ જાહેર કર્યું કે કસ્ટમરને બેંકના ટોલ ફ્રી નંબર 1800 11 2211 અથવા 1800 425 3800 પર કોલ કરવો પડશે. ત્યારબાદ કાર્ડને બ્લોક કરવા માટે આપવામાં આવેલા સ્ટેપ્સ ફોલો કરવાના છે.  

— State Bank of India (@TheOfficialSBI) July 20, 2021

યાદ રહે કે તમારો મોબાઇલ નંબર SBI માં રજિસ્ટર્ડ જોવો જોઇએ. સાથે જ તમને તમારા ડેબિટ કાર્ડનો નંબર પણ ખબર હોવો જોઇએ, જેને તમે બ્લોક કરી શકો છો. કાર્ડ બ્લોક કર્યા બાદ તમે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક SMS આવે છે. તેના પર તમે કાર્ડનો રિપ્લેસમેંટ ઓર્ડર પણ આપી શકો છો. ઓર્ડર આપ્યા બાદ તમારા રજિસ્ટર્ડ એડ્રેસ પર પહોંચી જાય છે. તેના માટે બેંક તમારી પાસે ચાર્જ પણ લે છે. 

2. નેટ બેકિંગ દ્વારા કરો બ્લોક
જો તમે IVR દ્વારા કાર્ડ બ્લોક કરવા માંગતા નથી તો તમારી પાસે બીજો વિકલ્પ પણ છે. તમે SBI ની વેબસાઇટ પર જઇને ઇન્ટરનેટ બેકીંગ દ્વારા પણ તમારા SBI કાર્ડને બ્લોક કરી શકો છો. 

1. સૌથી પહેલાં www.onlinesbi.com માં લોગ  ઇન કરો.
2. 'ઇ સર્વિસિઝ' માં 'ATM કાર્ડ સર્વિસિઝ' ની અંદર 'BLOCK ATM CARD' ને સિલેક્ટ કરો. 
3. તે એકાઉન્ટને સિલેક્ટ કરો જે ડેબિટ કાર્ડ સાથે લિંક છે.
4.  તમામ એક્ટિવ અને બ્લોક કરવામાં આવેલા કાર્ડ દેખાશે. તમારે કાર્ડના પહેલા 4 અને છેલ્લા 4 ડિજિટ દેખાશે. 
5. જે કાર્ડને બ્લોક કરવા માંગો છો, તેની સાથી કાર્ડને બ્લોક કરવાનું કારણ સિલેક્ટ કરો. પછી સબમિટ કરો. 
6. ડિટેલ્સ વેરિફાઇ અને અને કંફર્મ કરો. પછી તેને ઓથેંટિકેશનની રીત સિલેક્ટ કરો. OTP અથવા પાસવર્ડમાંથી કોઇ એક હશે. 
7. સવર્ડ અથવા OTP નાખો અને કંફર્મ બટન પર ક્લિક કરો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news