Stock Market Closing: રોકાણકારોને મળી રાહત, લીલા નિશાન સાથે બંધ થયા સેન્સેક્સ-નિફ્ટી
Stock Market Updates: ભારતીય શેર બજારોમાં સવારથી જ આજે ભારે ઉથલપાથલ જોવા મળી. શેર બજારમાં છેલ્લા ચાર સત્રોથી તેજી જોવા મળી. જો કે મંગળવારે શરૂઆતી ટ્રેડિંગમાં ઘટાડો જોવા મળ્યો. ચાર સત્રોથી સતત લીલા નિશાનમાં જોવા મળી રહેલા બજારને આજે લાલ નિશાનમાં જોતા જ રોકાણકારોને મોટો ઝટકો લાગ્યો. જો કે આખો દિવસ ઉતાર ચડાવ બાદ શેરબજાર સામાન્ય વધારા સાથે બંધ થયા.
Trending Photos

સામાન્ય વધારા સાથે માર્કેટ બંધ
નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી 5.50 પોઈન્ટના વધારા સાથે 17345.50ના સ્તરે બંધ થયો જ્યારે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ 20.86 પોઈન્ટના વધારા સાથે 58136.36 ના સ્તરે બંધ થયો.
ટોપ ગેઈનર્સ
નિફ્ટીમાં ટોપ ગેઈનર્સમાં ઈન્ડસઈન્ડ બેંક, એશિયન પેઈન્ટ્સ, એનટીપીસી, મારુતિ સુઝૂકી, પાવર ગ્રિડ કોર્પોરેશનના શેર જોવા મળ્યા. સેન્સેક્સમાં ઈન્ડસઈન્ડ બેંક, એશિયન પેઈન્ટ્સ, એનટીપીસી, મારુતિ સુઝૂકી, HUL ના શેર રહ્યા.
ટોપ લૂઝર્સ
નિફ્ટીમાં ટોપ લૂઝર્સ UPL, હીરો મોટોકોર્પ, એસબીઆઈ લાઈફ ઈન્શ્યુરન્સ, બ્રિટાનિયા, ટેક મહિન્દ્રાના શેર રહ્યા જ્યારે સેન્સેક્સમાં જે શેરોએ રોકાણકારોને ચિંતામાં મૂક્યા તેમાં ટેક મહિન્દ્રા, એચડીએફસી, લાર્સન, એચડીએફસી બેંક, ટાટા સ્ટીલના શેર જોવા મળ્યા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે