Stock Market ઓલ ટાઈમ હાઈ: સેન્સેક્સ 84200ને પાર, નિફ્ટીએ રચ્યો ઈતિહાસ
Share Bazar: શુક્રવારના ટ્રેડિંગ દરમિયાન, સેન્સેક્સ તેની સર્વકાલીન ઉચ્ચ સપાટી 84,240.50 પર પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી 25,719.90ની સપાટીએ પહોંચી ગયો છે.
Trending Photos
Stock Market Latest Update: છેલ્લાં કેટલાંક દિવસોથી સ્ટોક માર્કેટમાં મોટી ઊથલપાથલ જોવા મળી રહી છે. ઘણી કંપનીઓ તળીયે જઈ રહી છે. જ્યારે ઘણાં પ્લેયર્સ હાઈ પાર કરી રહ્યાં છે. આ બધાની વચ્ચે નિફ્ટીએ ઈતિહાસ રચી દીધો છે. જ્યારે બીજી તરફ સેન્સેક્સ પણ 84200ને પાર પહોંચ્યું. માર્કેટની આ મોટી છલાંગ આગામી દિવસોનો અંદાજો આપી રહી છે. હાલ શેર બજારમાં એક પ્રકારે તોફાની તેજી જોવા મળી રહી છે.
શુક્રવારે આ સેક્ટરોએ મચાવી ધૂમઃ
આજે બેંક, આઈટી, મેટલ, હેલ્થ, ફાર્મા, રિયલ્ટી, મીડિયા અને ઓટો સહિતના તમામ ક્ષેત્રોના શેરો વધી રહ્યા છે. આ ક્ષેત્રોમાં અગ્રણી કંપનીઓએ વધુ નફો કર્યો છે. સૌથી વધુ વૃદ્ધિ ઓટો સેક્ટરમાં જોવા મળી રહી છે.
રોકેટ બની ગયા આ ટોપ શેરઃ
કોચીન શિપયાર્ડનો શેર 10 ટકા વધીને રૂ. 1841 થયો હતો. IIFL ફાઇનાન્સ 10 ટકા વધીને રૂ. 541 થયો હતો. RITESના શેરમાં 8 ટકા, BSEના શેરમાં 9 ટકા, Mazagon Dockના શેરમાં 7 ટકા, Cacrotech Devના શેરમાં 5 ટકા, Mahindra & Mahindraના શેરમાં 4 ટકા, Zomatoના શેરમાં 4 ટકા અને JSW સ્ટીલના શેરમાં 3.75 ટકાનો વધારો થયો છે.
ધીમી શરૂઆત બાદ બજારે પકડી રફતાર...
શુક્રવારે દિવસની ધીમી શરૂઆત બાદ માર્કેટે તેજીની ચાલ પકડી લીધી છે. સેન્સેક્સ 1000 પોઈન્ટથી વધુ ઉછળીને 84,200ની ઉપર ટ્રેડ કરી રહ્યો હતો. જ્યારે નિફ્ટી 300 પોઈન્ટ ઉછળીને 25,719 પર પહોંચ્યો હતો. આ તોફાની ઉછાળાને કારણે શેરબજાર તેના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે. આ સાથે સેન્સેક્સે પહેલી વખત 84,000ની સપાટી કુદાવીને ઈતિહાસ રચ્યો છે. આ સાથે ગઈ કાલે BSE લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કૅપ રૂ. 4,65,47,277 કરોડ હતું, જે આજે રૂ. 4 લાખ કરોડ વધીને રૂ. 4,69,33,988 કરોડ થયું છે.
ટોચના 30માં JSW સ્ટીલમાં સૌથી વધુ 4 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. શુક્રવારના ટ્રેડિંગ દરમિયાન, સેન્સેક્સ તેની સર્વકાલીન ઉચ્ચ સપાટી 84,240.50 પર પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી 25,719.90ની સપાટીએ પહોંચી ગયો છે. BSE સેન્સેક્સના ટોચના 30 શેરોમાંથી 28 શેરોમાં જોરદાર ઉછાળો છે અને બે શેર TCS અને NTPCના શેરમાં થોડો ઘટાડો છે.
સ્મોલ કેપ પણ વધી રહી છે-
BSE સ્મોલ અને મિડ કેપ ગઈકાલના ઘટાડા પછી સુધર્યા છે અને મજબૂત વધારો જોઈ રહ્યા છે. સ્મોલ કેપમાં 500 થી વધુ પોઈન્ટનો વધારો થયો છે અને તેના 20 શેરો વધી રહ્યા છે, જ્યારે 10 ઘટી રહ્યા છે. મિડકેપમાં 200 પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે.
81 શેર 52 સપ્તાહની ટોચે-
NSE પર કુલ 2,526 શેરોમાંથી 1,771 શેરમાં તોફાની વધારો જોવા મળ્યો છે. જ્યારે 690 શેર ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. જ્યારે 65 શેર યથાવત રહ્યા હતા. 81 શેર 52 સપ્તાહના ઉચ્ચ સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા. જ્યારે 24 શેર 52 સપ્તાહની નીચી સપાટીએ પહોંચી ગયા છે. 65માં અપર સર્કિટ અને 36માં લોઅર સર્કિટ જોવા મળી રહી છે.
(Disclaimer- અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે