46 હજારને પાર પહોંચ્યો સેન્સેક્સ, નિફ્ટીએ પણ વટાવી 13,500ની સપાટી
શેર બજાર દરોજ નવા સ્તર પર પહોંચી રહ્યું છે. નવા રેકોર્ડ સાથે ઓપન અને ક્લોઝ થઇ રહ્યું છે. તો આજે રોકાણકારોની નજર સેન્સેક્સના 46 હજારને પાર પહોંચી ગયો છે. જ્યારે નિફ્ટી પણ તેજી જોવા મળી રહી છે.
Trending Photos
નવી દિલ્હી: કોવિડ વેક્સીન પર સતત આવી રહેલા પોઝિટિવ સમાચારોના લીધે શેર બજાર આ અઠવાડિયે સતત ચમકતું જોવા મળ્યું છે. બુધવારે બોમ્બે સ્ટોક એક્સચેંજના સેન્સેક્સ 289 પોઇન્ટની તેજી સાથે 45,897 ની રેકોર્ડ ઉંચાઇ પર ખુલ્યું. આ જ પ્રકારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી લગભગ 66 પોઇન્ટની તેજી સાથે 13,458 ના રેકોર્ડર પર ખુલ્યો.
શેર બજાર દરોજ નવા સ્તર પર પહોંચી રહ્યું છે. નવા રેકોર્ડ સાથે ઓપન અને ક્લોઝ થઇ રહ્યું છે. તો આજે રોકાણકારોની નજર સેન્સેક્સના 46 હજારને પાર પહોંચી ગયો છે. જ્યારે નિફ્ટી પણ તેજી જોવા મળી રહી છે.
કારોબાર દરમિયાન સેન્સેક્સ 426.39 પોઇન્ટના ઉછાળા 46,034.90 ની રેકોર્ડ ઉંચાઇ પર અને નિફ્ટીએ 13,500ની સપાટી વટાવી દીધી છે. કારોબાર દરમિયાન શરૂઆતમાં 1137 શેરોમાંં તેજી અને 247 શેરોમાં ઘટાડો આવ્યો હતો.
તમામ સેક્ટર ગ્રીન નિશાન પર જોવા મળી રહ્યા છે. મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેકસમાં અડધાથી વધુ બઢત જોવા મળી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે