IPO માર્કેટમાં જોવા મળશે ધમાલ, 7 કંપનીઓ પર દાવ લગાવવાની તક, જાણો વિગત

આઈપીઓ પર દાવ લગાવનાર ઈન્વેસ્ટરો આગામી સપ્તાહે વ્યસ્ત જોવા મળશે. આગામી સપ્તાહે કુલ સાત આઈપીઓ પર દાવ લગાવવાની તક મળશે. જેમાં મેનબોર્ડ અને એસએમઈ આઈપીઓ સામેલ છે. 
 

IPO માર્કેટમાં જોવા મળશે ધમાલ, 7 કંપનીઓ પર દાવ લગાવવાની તક, જાણો વિગત

IPO News Updates: આઈપીઓ પર દાવ લગાવનાર ઈન્વેસ્ટરોને આગામી સપ્તાહે ઘણી તક મળશે. જે કંપનીઓના આઈપીઓ આગામી સપ્તાહે ઓપન થશે તેમાં વિભોર સ્ટીલ ટ્યૂબ્સ, થાઈ કાસ્ટિંગ આઈપીઓ વગેરે સામેલ છે. આવો તેની વિગત જાણીએ..

1.Vibhor Steel Tubes IPO
આઈપીઓ ઈન્વેસ્ટરો માટે 13થી 15 ફેબ્રુઆરી સુધી ઓપન રહેશે. કંપની આઈપીઓ દ્વારા 72.17 કરોડ રૂપિયા ભેગા કરશે. આ આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 141 રૂપિયાથી 155 રૂપિયા નક્કી કરવામાં આવી છે. 

2. Wise travel India (WTI Cabs IPO)
ઈન્વેસ્ટરો આ આઈપીઓ પર 12 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી દાવ લગાવી શકશે. કંપનીએ આઈપીઓ દ્વારા 64.41 લાખ ફ્રેશ શેર જારી કરવાનો નિર્ણય કર્યો છે. નોંધનીય છે કે આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 140 રૂપિયાથી 147 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. 

3. થાઈ કાસ્ટિંગ આઈપીઓ
આ એસએમઈ આઈપીઓ દ્વારા કંપની 61.30 લાખ ફ્રેશ શેર જારી કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીનો આઈપીઓ 15 જાન્યુઆરીથી 19 જાન્યુઆરી સુધી ઓપન રહેશે. કંપનીએ હજુ પ્રાઇઝ બેન્ડની જાહેરાત કરી નથી. 

4. Kalahridhaan Trendz IPO 
આ એસએમઈ આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 45 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. કંપનીનો આઈપીઓ રિટેલ ઈન્વેસ્ટરો માટે 15 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી સુધી ઓપન રહેશે. આ આઈપીઓની સાઇઝ 22.49 કરોડ રૂપિયાની છે. કંપની આઈપીઓ દ્વારા 49.98 લાખ શેર જારી કરશે. 

5.Entero Healthcare Solutions IPO
આ આઈપીઓ 9 ફેબ્રુઆરીએ ઓપન થયો છે અને 13 ફેબ્રુઆરી સુધી ઓપન રહેશે. ઈન્વેસ્ટરો પાસે મંગળવાર સુધી તેમાં દાવ લગાવવાની તક છે. 

6. Alpex Solar Limited IPO
કંપનીના આઈપીઓની સાઇઝ 74 કરોડ રૂપિયા છે. આ આઈપીઓ સોમવારે બંધ થઈ રહ્યો છે. કંપની આઈપીઓ દ્વારા 64.80 લાખ નવા શેર જારી કરશે. નોંધનીય છે કે આ આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 109 રૂપિયાથી 115 રૂપિયા પ્રતિ શેર છે. 

7. રૂદ્રા ગેસ એન્ટરપ્રાઇઝ આઈપીઓ
આઈપીઓ 8 ફેબ્રુઆરીએ રિટેલ ઈન્વેસ્ટરો માટે ઓપન થયો હતો. સોમવાર 12 ફેબ્રુઆરીએ આઈપીઓ બંધ થઈ રહ્યો છે. આઈપીઓની સાઇઝ 14.16 કરોડ રૂપિયાની છે. આઈપીઓ દ્વારા કંપની 22.48 લાખ ફ્રેશ શેર જારી કરશે. 

8.Polysil Irrigation Systems IPO
રિટેલ ઈન્વેસ્ટરો પાસે આઈપીઓ પર 8 ફેબ્રુઆરીથી 13 સુધી દાવ લગાવી શકે છે. આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 54 રૂપિયા પ્રતિ શેર છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news