Home Loan vs Rent : ભાડે રહેવું કે લોન પર ઘર ખરીદવું, કયો ઓપ્શન છે બેસ્ટ ?

Home Loan vs Rent : મધ્યમ વર્ગ માટે જ્યારે પણ ઘરની વાત આવે છે, ત્યારે સૌથી મોટો પ્રશ્ન ઊભો થાય છે કે ભાડે રહેવું કે લોન લઈને ઘર ખરીદવું ? જો તમે પણ આ જ મૂંઝવણમાં છો, તો આ સમાચાર તમારા માટે છે.

Home Loan vs Rent : ભાડે રહેવું કે લોન પર ઘર ખરીદવું, કયો ઓપ્શન છે બેસ્ટ ?

Home Loan vs Rent : મધ્યમ વર્ગ માટે જ્યારે પણ ઘરની વાત આવે છે, ત્યારે સૌથી મોટો પ્રશ્ન ઊભો થાય છે કે ભાડે રહેવું કે લોન લઈને ઘર ખરીદવું ? આ એક એવો નિર્ણય છે જે ફક્ત તમારી નાણાકીય સ્થિતિ પર જ નહીં પણ તમારી કારકિર્દી, જીવનશૈલી અને ભવિષ્યની યોજનાઓ પર પણ આધાર રાખે છે. જો તમે પણ આ જ મૂંઝવણમાં છો, તો આ સમાચાર તમારા માટે છે.

હવે સવાલ એ થાય કે ભાડે રહેવું કે લોન લઈને ઘર ખરીદવું ?

રેસિડેન્શિયલ ટ્રાન્ઝેક્શન સર્વિસિસ કોલિયર્સ ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર રવિશંકર સિંહ કહે છે કે લાંબા ગાળે ઘર ખરીદવું અને ભાડા પર રહેવા વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે. બેંક લોન પરના વ્યાજ દરો બદલાતા રહે છે, જેના કારણે EMI બોજ વધી શકે છે અથવા ઘટી શકે છે.

ભારતમાં રેન્ટલ યેલ્ડ (ભાડાની કિંમત vs મિલકતની કિંમતનો ગુણોત્તર) 2.5-4.5% ની વચ્ચે છે, જ્યારે હોમ લોનના વ્યાજ દરો 8.1% અથવા વધુ હોઈ શકે છે. ઘર ખરીદવાથી લાંબા ગાળાની સ્થિરતા મળે છે, જ્યારે ભાડે રહેવાથી Flexibility મળે છે.

ઘર ખરીદવાના ફાયદા અને ગેરફાયદા

  • ફાયદા- સ્થિરતા અને સુરક્ષા, પ્રોપર્ટીની કિંમતમાં વધારો થવાથી ફાયદો, ભવિષ્યમાં ભાડાની ચિંતા નહીં
  • ગેરફાયદા- ડાઉન પેમેન્ટ અને EMIનો ભારે બોજ, મિલકતની જાળવણી ખર્ચ, શહેર બદલવામાં મુશ્કેલી

ભાડા પર રહેવાના ફાયદા અને ગેરફાયદા

  • ફાયદા- ઓછા ખર્ચ, EMI જેવી કોઈ મોટી જવાબદારી નહીં, નોકરી કે શહેર બદલવામાં સરળતા, બાકીના પૈસા અન્ય રોકાણોમાં રોકવાની તક
  • ગેરફાયદા: દર વર્ષે ભાડું વધી રહ્યું છે, મિલકત પર કોઈ માલિકી હક્ક નથી, ભાડા પર રહેવાની અસ્થિરતા

ભારત કે પાકિસ્તાન...કોણ જીતશે 23 ફેબ્રુઆરીનો મહાજંગ ? શોએબ અખ્તરની મોટી ભવિષ્યવાણી

એક્સપર્ટ શું કહે છે?

ઝેનિથ ફિનસર્વના સ્થાપક અનુજ કેસરવાની એક ઉદાહરણ આપે છે કે, રાજે 2016માં 43 લાખ રૂપિયાનું ઘર ખરીદ્યું અને 20 વર્ષની લોન પર 8.5% વ્યાજ ચૂકવ્યું. કુલ ખર્ચ (વ્યાજ સહિત) ₹80 લાખ થયો. જ્યારે એ જ ઘર ખરીદવાને બદલે, વિજયે દર મહિને ₹25,000નું ભાડું ચૂકવ્યું અને 12%ના વાર્ષિક વળતર સાથે બાકીના નાણાં મ્યુચ્યુઅલ ફંડ્સ (SIP)માં રોકાણ કર્યા.

પરિણામ એ આવ્યું કે 13 વર્ષ અને 5 મહિનામાં વિજય પાસે રોકડમાં ઘર ખરીદવા માટે પૂરતા પૈસા હતા, જ્યારે રાજ હજુ પણ EMI ચૂકવતો રહેશે.

ઘર ખરીદવું કે ભાડે રહેવું સારું ?

જો તમે કોઈ શહેરમાં કાયમી ધોરણે સ્થાયી થવાનું વિચારી રહ્યા છો અને EMI બોજ સહન કરવા સક્ષમ છો, તો ઘર ખરીદવું એ એક સારો નિર્ણય હોઈ શકે છે. જો તમે નોકરી બદલવા અથવા શહેર બદલવાનું વિચારી રહ્યા છો, તો ભાડા પર રહેવાનું યોગ્ય રહેશે. આખરે આ નિર્ણય સંપૂર્ણપણે તમારી વ્યક્તિગત, કારકિર્દી અને નાણાકીય પ્રાથમિકતાઓ પર આધારિત છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news