હાર.... હાર... હાર...... વચ્ચે કોંગ્રેસ ગુજરાતમાં 64 વર્ષ બાદ કરવા જઈ રહી છે આ કામ, 2027ની ચૂંટણી પર નજર
છેલ્લા એક દાયકામાં તે જોવા મળ્યું છે કે ભાજપ કોઈ રાજ્યની ચૂંટણી માટે બે વર્ષ પહેલા તૈયારી શરૂ કરી દે છે પરંતુ કોંગ્રેસ ગુજરાતને લઈને લીડ લેવાના મૂડમાં છે. તેણે બે વર્ષ પહેલા એક મોટી રણનીતિ હેઠળ કામ કરવાનું શરૂ કર્યું છે. ગુજરાતમાં 61 વર્ષ બાદ અધિવેશનનું આયોજન તેની એક શરૂઆતી કડી છે.
Trending Photos
Congress News: ગુજરાતમાં ભાજપની ચૂંટણી રણનીતિનો મુકાબલો કરવા માટે કોંગ્રેસે 2027ની તૈયારીઓ અત્યારથી શરૂ કરી દીધી છે. પાર્ટીએ 64 વર્ષ બાદ ગુજરાતમાં કોંગ્રેસ અધિવેશનની યોજના બનાવી છે. એપ્રિલમાં આ કાર્યક્રમથી વિધાનસભા ચૂંટણીની તૈયારી ઔપચારિક રૂપથી શરૂ થઈ જશે. આશરે 30 વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસ સત્તામાંથી બહાર છે. તેણે અનેક વખત પ્રયાસો કર્યાં પરંતુ પાર્ટીને માત્ર નિષ્ફળતા મળી છે. તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ કોંગ્રેસ માટે નિરાશાજનક રહી હતી. હવે કોંગ્રેસ મિશન 2027 માટે અત્યારથી ચૂંટણી મોડમાં એક્ટિવ થવા ઈચ્છે છે.
આ પહેલા 1961માં કોંગ્રેસનું અધિવેશન ભાવનગરમાં યોજાયું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનું ગૃહ રાજ્ય હોવાને કારણે ગુજરાતમાં દરેક ચૂંટણી મહત્વપૂર્ણ હોય છે. દેશભરમાં તેની ચર્ચા થાય છે. તેવામાં કોંગ્રેસને લાગે છે કે મનોવૈજ્ઞાનિક રીતે લીડ મેળવવી છે તો ભાજપને ગુજરાતમાં હરાવવું પડશે.
કોંગ્રેસ આવનાર 1-2 મહિનામાં આગામી બે વર્ષના કાર્યક્રમ તૈયાર કરી લેશે. પાર્ટીના ટોચના નેતાઓના રાજ્યમાં પ્રવાસ પણ વધી જશે. ગુજરાત કોંગ્રેસના નેતા કહે છે કે રાહુલ ગાંધીએ પાછલા વર્ષે ગુજરાતમાં ભાજપને હરાવવાનો પડકાર ફેંક્યો હતો. ત્યારે તેમણે સંસદમાં કહ્યું હતું કે તમે લખીને લઈલો. અમે આ વખતે ગુજરાતમાં તમને હરાવીશું. વિપક્ષી ઈન્ડિયા ગઠબંધન ભાજપને ગુજરાતમાં હરાવશે.
પરંતુ જે રીતે કોંગ્રેસને એક બાદ એક હાર મળી રહી છે, તેનાથી પાર્ટીના કાર્યકર્તાઓનું મનોબળ નીચે ગયું છે. હવે અધિવેશન દ્વારા કોંગ્રેસ પાર્ટી પોતાના કાર્યકર્તાઓ અને નેતાઓમાં જુસ્સો વધારવાનો પ્રયાસ કરી રહી છે. તેનો પ્રયાસ હશે કે ભાજપની વિરુદ્ધના મતોને એકઠા કરી શકે. પાછલી ચૂંટણી એટલે કે 2022ની વિધાનસભામાં આમ આદમી પાર્ટીએ પાંચ સીટો જીતી હતી.
1995થી કોંગ્રેસ પાછળ
વર્ષ 1995 બાદ ભાજપ ગુજરાત વિધાનસભામાં 100થી વધુ સીટો જીતી રહી છે. 2017માં કોંગ્રેસે ભાજપને 99 સીટો પર રોકી દીધું હતું. 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 53 ટકા મત સાથે 156 સીટો મળી હતી. જ્યારે કોંગ્રેસ માત્ર 17 સીટો જીતી શકી હતી. હવે કોંગ્રેસ ગુજરાતમાં પોતાની સ્થિતિ સુધારવા માટે સક્રિય થવાની છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે