Raksha Sutra: રસોડાની આ જગ્યાએ બાંધી દો રક્ષાસૂત્ર, ઘરમાં વધશે ધનની આવક, ઘરની આ 3 જગ્યાએ રક્ષા સૂત્ર બાંધવાથી દેખાશે સમૃદ્ધિ

Raksha Sutra: સનાતન ધર્મમાં કોઈપણ માંગલિક કાર્ય કરવામાં આવે તો સૌથી પહેલા કાંડા પર રક્ષાસૂત્ર બાંધવામાં આવે છે. આ રક્ષાસૂત્રને ઘરની 3 જગ્યાએ બાંધવાથી ઘરની સમૃદ્ધિ દિવસ-રાત વધી શકે છે. આ 3 જગ્યાઓ કઈ કઈ છે ચાલો તમને જણાવીએ. 

Raksha Sutra: રસોડાની આ જગ્યાએ બાંધી દો રક્ષાસૂત્ર, ઘરમાં વધશે ધનની આવક, ઘરની આ 3 જગ્યાએ રક્ષા સૂત્ર બાંધવાથી દેખાશે સમૃદ્ધિ

Raksha Sutra: કોઈપણ પૂજા-પાઠ કે માંગલિક કાર્યની શરૂઆત પહેલા કાંડા પર રક્ષા સૂત્ર બાંધવામાં આવે છે. રક્ષા સુત્ર દેવી-દેવતાઓને અર્પિત કરીને હાથમાં બાંધવામાં આવે છે. માનવામાં આવે છે કે રક્ષા સુત્ર હાથમાં બાંધવાથી સંકટથી રક્ષણ થાય છે અને ભગવાનની કૃપા પણ બની રહે છે. કાંડા પર રક્ષા સૂત્ર બાંધવું શુભ ગણાય છે રક્ષા સુત્રને કાંડાની સાથે ઘરમાં પણ બાંધી શકાય છે. ખૂબ ઓછા લોકો જાણે છે કે ઘરમાં ત્રણ જગ્યાએ રક્ષા સૂત્ર બાંધવામાં આવે તો ઘરમાં સમૃદ્ધિ અને ધન વધવા લાગે છે. માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા હોય તો ઘરમાં આ ત્રણ જગ્યાએ રક્ષા સૂત્ર બાંધવું. 

રક્ષા સૂત્ર બાંધવાથી ત્રિદેવની સાથે માતા લક્ષ્મી માતા પાર્વતી અને દેવી સરસ્વતીના આશીર્વાદ પણ મળે છે. રક્ષા સુત્ર વ્યક્તિનું રક્ષણ ખરાબ સમયમાં કરે છે. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ પણ બની રહે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર કાંડા પર બાંધેલું રક્ષા સુત્ર 21 દિવસ સુધી બાંધવું જોઈએ અને પછી તેને ઉતારી દેવું જોઈએ. 

હાથ સિવાય કઈ કઈ જગ્યાએ બાંધી શકાય રક્ષા સૂત્ર ?

- જ્યોતિષ નિષ્ણાંતો અનુસાર તુલસીના છોડમાં રક્ષા સુત્ર બાંધી શકાય છે. આ ઉપાય કરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જા વધે છે અને ધનનો પ્રવાહ પણ વધે છે. 

- પીપળાના ઝાડની ઉપર પણ રક્ષા સૂત્ર બાંધી શકાય છે તેનાથી બરકત વધવા લાગે છે. 

- જો ઘરમાં પૂર્વ દિશામાં કોઈ વસ્તુ રાખેલી હોય તો તેના પર પણ રક્ષા સૂત્ર બાંધી શકાય છે. ઘરની તિજોરી પર પણ રક્ષા સૂત્ર બાંધવું જોઈએ. 

- રસોડાની બારીમાં રક્ષા સુત્ર બાંધવાથી ઘરમાં ધન સમૃદ્ધિ વધે છે. જો ઘરમાં બારી ન હોય તો પાણીના માટલા પર પણ રક્ષા સુત્ર બાંધી શકાય છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news