OTT ની સૌથી રહસ્યમયી ફિલ્મ, પહેલા સીનથી જ શરૂ થઈ જશે સસ્પેન્સ, ક્લાઈમેક્સ સુધીમાં તો મગજ હલબલી જાશે

Most Mysterious Film: જો તમે પણ ઓટીટી પર ફિલ્મો જોવાના શોખીન છો તો ચાલો તમને એક બેસ્ટ સસ્પેન્સ ફિલ્મ વિશે જણાવીએ. આ ફિલ્મ જોઈને તમારી આત્મા પણ ધ્રુજી જશે તે નક્કી છે.. 

OTT ની સૌથી રહસ્યમયી ફિલ્મ, પહેલા સીનથી જ શરૂ થઈ જશે સસ્પેન્સ, ક્લાઈમેક્સ સુધીમાં તો મગજ હલબલી જાશે

Most Mysterious Film: આજના સમયમાં થિયેટર્સ કરતાં ઓટીટી પર ફિલ્મો જોવાનું લોકો વધારે પસંદ કરે છે. ઘરે આરામથી બેસીને ફિલ્મો જોવાની મજા અલગ જ છે. અલગ અલગ ઓટીટી પ્લેટફોર્મ પર હોરર, કોમેડી, એક્શન, થ્રિલર સહિતના જોનરની ફિલ્મો જોવા મળે છે. જેમાં સૌથી વધુ લોકો સસ્પેન્સ, થ્રિલર અને હોરર ફિલ્મો જોવાનું પસંદ કરે છે. જો તમે પણ આવી ફિલ્મો જોવાના શોખીન છો તો આ ફિલ્મ તમારે જોવી  જ જોઈએ. 

એક ફિલ્મ એવી છે જેમાં તમને હોરર, સસ્પેન્સ, થ્રિલર, મિસ્ટ્રી સહિતના બધા જોનરની મજા મળી જશે. આ ફિલ્મમાં એક માણસ આત્મા સામે બદલો લે છે. આ ફિલ્મમાં એક વ્યક્તિ ભૂતો સામે બદલો લેતો જોવા મળે છે. આ ફિલ્મના પહેલા સીનથી જ સસ્પેન્સ શરુ થઈ જાય છે જે તમને ફિલ્મના અંત સુધી બાંધી રાખશે. 

ફિલ્મની શરુઆત થાય છે લ્યૂક એન્ટનીથી જેનો કાર એક્સીડન્ટ થાય છે અને તે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવે છે કે અકસ્માત પછી તેની પત્ની મિસિંગ છે. ત્યારબાદ તેની પત્નીની શોધખોળ શરુ થાય છે. તેની પત્ની મળતી નથી પણ લ્યૂક જંગલમાં એક ઘર ખરીદી ત્યાં રહેવા લાગે છે. ત્યારબાદ જે સ્ટોરી શરુ થાય છે તે તમને બાંધી રાખશે. ફિલ્મના એન્ડમાં ખબર પડશે કે ખરેખર થયું શું ?

જે ફિલ્મની અહીં વાત થઈ રહી છે તે છે રોર્શાક. વર્ષ 2022 માં આ મલયાલમ ફિલ્મ રિલીઝ થઈ હતી. જેને લોકો ખૂબ પસંદ કરી હતી. હવે આ ફિલ્મનું હિંદી વર્ઝન પણ ઓટીટી પ્લેટફોર્મ પર ઉપબલ્ધ છે. આ ફિલ્મમાં વ્યક્તિ એક આત્મા સામે બદલો લેવા માંગે છે. ફિલ્મમાં મુખ્ય પાત્ર મામૂટીએ ભજવ્યું છે. આ ફિલ્મનો એન્ડ તમને પણ ધ્રુજાવી દેશે. જો તમે આ ફિલ્મ જોવા માંગો છો તો તમે હોટસ્ટાર પર ફિલ્મ જોઈ શકો છો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news