Gujarat Assembly 2025: માત્ર 500 રૂપિયામાં મળી શકે છે ગેસ સિલિન્ડર, ગુજરાત સરકારના મંત્રીએ આપ્યા સંકેત
બીપીએલ કાર્ડ ધારકોને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા સરકાર વિચારણા કરશે. આ નિવેદન સરકારના મંત્રી ભીખુસિંહ પરમારે ગૃહમાં આપ્યું છે. આ નિવેદન પરથી એ વાત તો સ્પષ્ટ થાય છે કે ટૂંક સમયમાં ગૃહિણીઓને એક ખુશખબર મળી શકે છે.
Trending Photos
Gujarat Assembly 2025 : ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો આજે ત્રીજો દિવસ છે. વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન અનેક સવાલો પુછવામાં આવી રહ્યા છે. જ્યાં હાલ એક મુદ્દો ગૃહિણીઓને મોટો ફાયદો કરાવે એમ છે. જેમાં બીપીએલ કાર્ડ ધારકો માટે એક સારા સમાચાર આવી શકે છે. જી હા...બીપીએલ કાર્ડ ધારકોને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા સરકાર વિચારણા કરશે. આ નિવેદન સરકારના મંત્રી ભીખુસિંહ પરમારે ગૃહમાં આપ્યું છે. આ નિવેદન પરથી એ વાત તો સ્પષ્ટ થાય છે કે ટૂંક સમયમાં ગૃહિણીઓને એક ખુશખબર મળી શકે છે.
500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા વિચારણા
સરકારના મંત્રી ભીખુસિંહ પરમારે ગૃહમાં જણાવ્યું હતું કે, બીપીએલ લાભાર્થીઓને રૂપિયા 500 માં ગેસ સિલિન્ડર આપવા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ માંગ કરી હતી. વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ કહ્યું ગુજરાત માં ભાજપ સરકાર 30 વર્ષથી શાસન કરી રહી છે. ભાજપ શાસિત અન્ય રાજ્યોમાં સરકાર 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપી રહી છે, તો ગુજરાતમાં પણ 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે. આ સવાલના જવાબમાં મંત્રી ભીખુસિંહ પરમારે ગૃહમાં જવાબ રજૂ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, વિધાનસભા ગૃહમાં ગઈકાલે (ગુરુવાર) ગુજરાતનું બજેટ રજૂ કર્યું. જેમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રાજ્યનું બજેટ રજૂ કર્યુ. કનુભાઈ દેસાઈએ સતત ચોથી વખત બજેટ રજૂ કર્યું. ગુજરાતનું 3,70,250 કરોડનું ઐતિહાસિક બજેટ રજૂ કરાયુ છે. વિકસિત ભારતના મિશનમાં ગુજરાતનો સિંહફાળો છે. રાજ્યમાં 3 લાખ સરકારી આવાસ બનાવવા જાહેરાત તથા કૃષિ, શિક્ષણ, આરોગ્ય, સિંચાઈ ઉપર ભાર મુકાયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે