Increase hair growth: મધમાં આ વસ્તુ મિક્સ કરી વાળમાં લગાડો, ટાલ પડી ગઈ હશે ત્યાં પણ ફુટવા લાગશે વાળ


How To Increase Hair Growth: ખરતા વાળને અટકાવી વાળનો ગ્રોથ વધારવો હોય તો એક છોડ તમને મદદ કરી શકે છે. આ છોડનું મહત્વ આયુર્વેદમાં પણ દર્શાવેલું છે. આ વસ્તુની મદદથી ખરતા વાળની સમસ્યાથી છુટકારો મળી શકે છે અને નવા વાળ ઝડપથી ઉગી શકે છે

Increase hair growth: મધમાં આ વસ્તુ મિક્સ કરી વાળમાં લગાડો, ટાલ પડી ગઈ હશે ત્યાં પણ ફુટવા લાગશે વાળ

How To Increase Hair Growth: વાળ, સ્કિન અને હેલ્થને ફાયદો કરતા અનેક છોડ વિશે આયુર્વેદમાં કહેવાયું છે. આવા છોડમાંથી એક છે કટેરીનો છોડ. તેને કંટીલે અને કંટકારી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ છોડની મદદથી ઘણી સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. આ છોડમાં ઘણા ઔષધીય ગુણ હોય છે જે અલગ અલગ બીમારીના ઉપચારમાં મદદરૂપ થાય છે. આ છોડ વાળની સમસ્યાથી પણ મુક્તિ અપાવી શકે છે.

ખરતા વાળ માટેનો ઉપાય

ખરતા વાળ તમારી પણ સમસ્યા હોય અને તમારા માથાના વાળ એટલા ઓછા થઈ ગયા છે કે ટાલ દેખાવા લાગી છે તો આ ઉપાય એકવાર અજમાવી જુઓ. ખરતા વાળ અને માથાની ટાલની સમસ્યા કટેરીના ઉપયોગથી દુર થઈ શકે છે. તેના માટે કટેરીના પાનનો રસ કાઢી તેમાં મધ મિક્સ કરી માથા પર લગાડો. આ મિશ્રણ માથા પર લગાડવાથી ખરતા વાળ, ખોડો જેવી તકલીફો દુર થાય છે. 

માથાનો દુખાવો

સ્ટ્રેસ અને દોડધામના કારણે માથાના દુખાવાની સમસ્યા પણ વધારે જોવા મળે છે. આ સમસ્યા પણ કટેરી દુરી કરી શકે છે. કટેરીનો કાઢો બનાવીને પીવાથી માથાના દુખાવાથી રાહત મળી શકે છે. કટેરીના ફળનો રસ પણ માથા પર લગાડી શકાય છે. તેનાથી માથું દુખતું બંધ થાય છે. 

આંખ માટે લાભકારી

કટેરી આંખ માટે પણ લાભકારી છે. કટેરીના પાનની પેસ્ટ બનાવી તેને કપડામાં બાંધી અને આંખ ઉપર રાખવઆથી આંખનો દુખાવો અને બળતરા મટે છે. 

યૂરિન ઈંફેક્શન

કટેરી પેશાબની સમસ્યા, બળતરા, ઈંફકેશન જેવી મૂત્ર સંબંધિત બીમારીમાં પ્રભાવી સાબિત થાય છે. તેના રસનું સેવન કરવાથી મૂત્ર ત્યાગમાં આવતી સમસ્યાઓ દુર થાય છે. 

દાંતની સમસ્યાઓ

કટેરીના પાન, મૂળ અને ફળનો ઉકાળો બનાવી દિવસ દરમિયાન તેનાથી કોગળા કરવાથી દાંતનો દુખાવો ઓછો થાય છે. પેટની સમસ્યા દુર કરવામાં પણ કટેરી મદદ કરે છે. કટેરીનું સેવન કરવાથી પાચન સંબંધિત સમસ્યાઓ દુર થાય છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news