કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતા સામે ધરપકડ વોરન્ટ ઈશ્યુ, બદનક્ષી કેસમાં મોટી કાર્યવાહી

Arrest Warrent Issue : ભાજપ અગ્રણીએ કરેલ બદનક્ષીન કેસમાં કોર્ટે ત્રણ નેતાઓ સામે ધરપકડ વોરંટ ઈશ્યૂ કર્યો... સુખરામ રાઠવા, શૈલેષ પરમાર, સી.જે. ચાવડા સામે ધરપકડ વોરંટ ઈશ્યૂ.. મુદ્દતો પર આરોપીઓ કોર્ટમાં હાજર  ના રહેતા ધરપકડ વોરંટ ઈશ્યૂ 
 

કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતા સામે ધરપકડ વોરન્ટ ઈશ્યુ, બદનક્ષી કેસમાં મોટી કાર્યવાહી

Gujarat Politics : ભાજપ અગ્રણીએ કરેલ બદનક્ષીના કેસમાં કોર્ટની મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ત્રણ નેતાઓ સામે ધરપકડ વોરંટ ઈસ્યૂ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના સુખરામ રાઠવા, શૈલેષ પરમાર, સી.જે. ચાવડા અને અંગત મદદનીશ વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે. ભાજપ અગ્રણી નીતીનભાઈ ભારદ્વાજે રાજકોટની કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ દાખલ કરી હતી. જોકે, જે ત્રણ નેતાઓ સામે ધરપકડ વોરન્ટ ઈશ્યુ કરાયો છે, તેમાંથી એક સીજે ચાવડા હવે ભાજપ સાથે છે. 

ભાજપ અગ્રણીએ કરેલ બદનક્ષીના કેસમાં કોર્ટની મોટી કાર્યવાહી કરવામાં આવી છે. 4 કોંગી આગેવાનો સામે ધરપકડ વોરંટ ઈસ્યૂ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના સુખરામ રાઠવા, શૈલેષ પરમાર, સી.જે. ચાવડા અને અંગત મદદનીશ વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે. ભાજપ અગ્રણી નીતીનભાઈ ભારદ્વાજે રાજકોટની કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. બદનક્ષી કેસમાં કોર્ટે તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રેોસેસ ઈસ્યુ કરી કોર્ટમાં હાજર થવા હુકમ કર્યો હતો. હુકમ બાદ ઘણી મુદતો વીતી જતા આરોપી કોર્ટમાં હાજર થયા ન હતાં, તેથી ફરિયાદીએ આરોપીઓ વિરુદ્ધ વોરંટ ઈસ્યુ કરવાની અરજી આપી હતી. 

કોર્ટે ફરિયાદ પક્ષની અરજી મંજુર કરી તમામ આરોપીઓ સામે ધરપકડ વોરંટ ઈસ્યુ કરવાનો હુકમ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, પૂર્વ સીએમ વિજય રૂપાણી અને ભાજપના અગ્રણી નિતિન ભારદ્વાજે રાજકોટના કુવાડવા રોડ ઉપર આવેલ સહારા ઈન્ડિયા કંપનીની જમીનમાં ઝોન ફેર કરી રૂપિયા 500 કરોડનું કૌભાંડ કર્યાનો આક્ષેપ થયો હતો. આક્ષેપ બાદ રૂપાણીએ ગાંધીનગર કોર્ટમાં અને નીતીનભાઈ ભારદ્વાજે રાજકોટની કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ દાખલ કરી હતી. 

સમગ્ર મામલે નીતિનભાઈ ભારદ્વાજ ના વકીલ અંશ ભારદ્વાજે માહિતી આપતા જણાવ્યું કે, જમીન પ્રકરણ મુદ્દે તત્કાલીન કોંગ્રેસના નેતાઓ દ્વારા વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈ ભારદ્વાજ પર આક્ષેપો કરવામાં આવ્યા હતા. વિજયભાઈ રૂપાણી દ્વારા ગાંધીનગરમાં અને નીતિનભાઈ ભારદ્વાજ દ્વારા રાજકોટ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, ગાંધીનગર ખાતે વિજયભાઈ રૂપાણી દ્વારા કેસ કરવામાં આવ્યો હતો, તેમાં સમાધાન થયું હતું. પરંતું રાજકોટની કોર્ટમાં જે કેસ થયો તેમાં આરોપીઓ હાજર ન થતા તેમના ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news