હવે જલ્દી જ બદલાઈ જશે તમારા ઘરનું વીજમીટર, જાણો નવું મીટર કેવું હશે? ગૃહમાં ગુજરાત સરકારે રજૂ કર્યો જવાબ
પ્રિપેઈડ સ્માર્ટ મીટર ફરજિયાત લાગવવુ જ પડશે. આ વાત ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં રાજ્ય સરકારે જણાવી છે. હવેથી વીજ ગ્રાહકોએ પ્રીપેઇડ સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત બનશે. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલના પ્રશ્નનો સરકારે જવાબ આપ્યો હતો.
Trending Photos
Gujarat Assembly 2025 : હાલ દરેક ક્ષેત્રે પરિવર્તન આવી રહ્યું છે અને આજના ડીજીટલ યુગ પ્રમાણે નવા-નવા સાધનો અને યંત્રો આવી રહ્યાં છે, જેને કારણે ટેકનોલોજીમાં પરિવર્તન આવી રહ્યું છે. આવું જ એક પરિવર્તન ઉર્જા ક્ષેત્રે આવી રહ્યું છે, અને આ પરિવર્તન આપણા ઘરના વીજળી મીટર સાથે જોડાયેલું છે. ઘણા લાંબા સમયથી સ્માર્ટ મીટર અને પ્રીપેડ મીટરની ચર્ચાઓ થઇ રહી છે, જો કે હવે જલ્દી જ તમારા ઘરનું વીજ મીટર બદલાવાનું છે. તમારા હાલના મીટરના સ્થાને સ્માર્ટ મીટર-પ્રીપેડ મીટર લાગશે.
વીજ ગ્રાહકોએ પ્રીપેઇડ સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત
અગાઉ પણ ઘણી વખત રાજ્યમાં સ્માર્ટ મીટરને લઈને માથાકૂટ જોવા મળી છે, ત્યારે જનતા માટે એક માઠા સમાચાર મળી રહ્યા છે. હવે જનતાને સ્માર્ટ પ્રિપેઇડ મીટરની જફાથી રાહત નહીં મળે. પ્રિપેઈડ સ્માર્ટ મીટર ફરજિયાત લાગવવુ જ પડશે. આ વાત ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં રાજ્ય સરકારે જણાવી છે. હવેથી વીજ ગ્રાહકોએ પ્રીપેઇડ સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત બનશે. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલના પ્રશ્નનો સરકારે જવાબ આપ્યો હતો.
પાટણના ધારાસભ્ય કિરીટ પટેલના સવાલમાં સરકારનો જવાબ
નોંધનીય છે કે, વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળ માં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે ગૃહમાં પ્રિપેઈડ સ્માર્ટ મીટર લગવવા વિશે સવાલ પુછ્યો હતો. જેના અનુસંધાનમાં ગુજરાત સરકારે પોતાનો જવાબ રજૂ કર્યો હતો. જી હા...પ્રિપેઇડ સ્માર્ટ મીટર લગાવવું ફરિયાત હોવાનો ગુજરાત સરકારે જવાબ રજૂ કર્યો હતો. જેના કારણે હવે કહી શકાય એમ છે કે ગુજરાત રાજ્યના દરેક વીજ ગ્રાહકોએ પ્રીપેઇડ સ્માર્ટ મીટર લગાવવું પડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે