MS Dhoniનું ફાર્મ હાઉસ અંદરથી દેખાય છે કંઈક આવું...એક એક ખૂણો છે આલીશાન, જુઓ Photos
MS Dhoni Farm House : 7 એકરમાં ફેલાયેલા MS ધોનીના આ ફાર્મ હાઉસમાં સ્વિમિંગ પૂલ, પ્રેક્ટિસ માટે ગ્રાઉન્ડ, ઇન્ડોર પ્રેક્ટિસ માટે ખાસ જગ્યા અને બીજી ઘણી ખાસ સુવિધાઓ છે. ત્યારે અંદરથી આ ઘર કેવું દેખાય છે તે આ તસવીરોમાં જોઈશું.
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને વિશ્વના મહાન ખેલાડીઓમાંથી એક મહેન્દ્ર સિંહ ધોની પોતાની લાઈફસ્ટાઈલના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તેમની લાઈફ સ્ટાઈલની વાત આવે અને તેમના ફાર્મ હાઉસનો ઉલ્લેખ ના થાય એવું ના બને. રાંચીમાં સ્થિત ધોનીનું ફાર્મ હાઉસ ખૂબ જ સુંદર છે. એવું કહેવાય છે કે ધોનીએ પોતે જ તેને ડિઝાઇન કરાવ્યું હતું.
ત્રણ વર્ષમાં બનીને તૈયાર થયેલા આ ફાર્મ હાઉસમાં સ્વિમિંગ પૂલ, પ્રેક્ટિસ માટે ગ્રાઉન્ડ, ઇન્ડોર પ્રેક્ટિસ માટે ખાસ જગ્યા અને બીજી ઘણી બધી ખાસ સુવિધાઓ છે. એમએસ ધોનીનું આ ફાર્મ હાઉસ રાંચીના રિંગ રોડ પાસે આવેલું છે. ધોની ઘણીવાર પોતાના ખેતરમાં સમય પસાર કરતો જોવા મળે છે. તેઓ આ ખેતરોમાં શાકભાજી અને ફળો પણ ઉગાડે છે.
ધોનીને બાઇક અને કારનો ખાસ શોખ છે. આ માટે તેણે પોતાના ફાર્મ હાઉસમાં એક ખાસ પ્રકારનું ગેરેજ બનાવ્યું છે. જ્યાં કાર અને બાઇક રાખવા માટે મોટી જગ્યા છે.
ધોનીના ફાર્મ હાઉસનો લાલ રંગનો ગેટ હવે રાંચીની ઓળખ બની ગયો છે. અહીં આવતા ફેન્સ સેલ્ફી લેવાનું ભૂલતા નથી, જેના કારણે આ સ્થળ પર્યટન સ્થળ બની ગયું છે.
મહેન્દ્ર સિંહ ધોનીના આ ફાર્મ હાઉસમાં વિદેશી જાતિના પાલતુ શ્વાન અને ઘોડા છે. તેણે સ્કોટલેન્ડથી શેટલેન્ડ જાતિનો ઘોડો પણ લાવ્ય હતો, જે વિશ્વની સૌથી ફેમસ જાતિઓમાંની એક છે.
Trending Photos