Shikhar Dhawan : આ ગોરી મેમને ડેટ કરી રહ્યો છે શિખર ધવન ? ગબ્બર સાથે જોવા મળેલી આ મિસ્ટ્રી ગર્લ કોણ છે ?

Shikhar Dhawan : દુબઈમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી મેચ જોવા ચેમ્પિયન્સ ટ્રોફીના બ્રાન્ડ એમ્બેસેડર શિખર ધવન પણ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની સાથે સ્ટેન્ડમાં એક વિદેશી મહિલા પણ બેઠી હતી. ચાહકોમાં ચર્ચાએ જોર પકડ્યું કે શિખર ધવન ફરી એકવાર વિદેશી મહિલાને ડેટ કરી રહ્યો છે ?
 

Shikhar Dhawan : આ ગોરી મેમને ડેટ કરી રહ્યો છે શિખર ધવન ? ગબ્બર સાથે જોવા મળેલી આ મિસ્ટ્રી ગર્લ કોણ છે ?

Shikhar Dhawan : ભારતે બાંગ્લાદેશને 6 વિકેટે હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શરૂઆત કરી. ભારતીય ટીમે 229 રનનો ટાર્ગેટ 21 બોલ બાકી રહેતા ચેઝ કરી લીધો હતો. મોહમ્મદ શમીની 5 વિકેટ બાદ, શુભમન ગિલે બેટિંગમાં કમાલ કર્યો હતો અને 1010 રનની ઇનિંગ્સ રમી હતી. ત્યારે ચેમ્પિયન્સ ટ્રોફીના બ્રાન્ડ એમ્બેસેડર શિખર ધવન પણ આ મેચ જોવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની સાથે સ્ટેન્ડમાં એક વિદેશી મહિલા પણ બેઠી હતી. ચાહકોમાં ચર્ચાએ જોર પકડ્યું કે આ મહિલા કોણ છે ? થોડા સમય પહેલા છૂટાછેડા લેનાર શિખર ધવન ફરી એકવાર વિદેશી મહિલાને ડેટ કરી રહ્યો છે ?

આ મિસ્ટ્રી ગર્લ કોણ છે ?

લોકોમાં આ સવાલ એટલા માટે ઉઠી રહ્યો છે કારણ કે ધવનના ડિવોર્સ થઈ ગયા છે. શિખર ધવન થોડા સમય પહેલા એક વિદેશી મહિલા સાથે એરપોર્ટ પર જોવા મળ્યો હતો અને હવે ભારત vs બાંગ્લાદેશ મેચમાં તે ફરી એક વિદેશી મહિલા સાથે બેસીને મેચની મજા લેતો જોવા મળ્યો હતો. મળતી માહિતી મુજબ આ મહિલા સોફી છે, જે આયર્લેન્ડની રહેવાસી છે. જેને શિખર ધવન ઈન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરે છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે બંને વચ્ચે મિત્રતા છે. જો કે, એ કહી શકાય નહીં કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. 

 

— Ctrl C Ctrl Memes (@Ctrlmemes_) February 20, 2025

શિખર ધવને 2012માં તેમનાથી મોટી ઉંમરની આયેશા મુખર્જી સાથે લગ્ન કર્યા હતા. બંનેને એક પુત્ર પણ છે. શિખર ધવન અને આયેશા થોડા સમય પહેલા અલગ થઈ ગયા હતા, તેમના છૂટાછેડા થયા હતા. ત્યારથી શિખર ધવન એકલો રહે છે. તેણે અનેક પ્રસંગોએ પોતાના પુત્રથી અલગ થવાનું દુઃખ વ્યક્ત કર્યું છે. તમને જણાવી દઈએ કે ધવનનો પુત્ર તેની માતા સાથે ઓસ્ટ્રેલિયામાં રહે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news