Chanakya Niti: જીવનમાં સફળતા મેળવવી છે તો આ 5 વાત હંમેશા બીજાથી છુપાવો, નહીં રહે પૈસાની કમી
Chanakya Niti on Success : આચાર્ય ચાણક્યએ સફળતા મેળવવા માટે કેટલીક વાતો જણાવી છે, જે તેમના પર વિશ્વાસ કરે છે તે જીવનમાં હંમેશા પ્રગતિ કરે છે. ઉદાહરણ તરીકે, ચાણક્ય નીતિમાં 5 વસ્તુઓને હંમેશા છુપાવવાની વાત કહેવામાં આવી છે. જે વ્યક્તિ જીવનની 5 વાતો કોઈને નથી કહેતો તે હંમેશા પ્રગતિ કરે છે. આવો જાણીએ આચાર્ય ચાણક્યએ કઈ 5 વાતો કોઈને ન કહેવાની સલાહ આપી છે.
શું તમે તમારા મનની દરેક વાત બીજાને જણાવી દો છો? જો તેમ થાય છે તો આચાર્ય ચાણક્ય અનુસાર તમે પ્રગતિના માર્ગમાં ક્યારેય પણ આગળ ન વધી શકો. આચાર્ય ચાણક્ય અનુસાર કેટલીક એવી વાતો હોય છે, જેણે મનુષ્યોએ પોતાના સુધી સીમિત રાખવી જોઈએ. જો તમે કેટલીક વાતો બીજા લોકોને જણાવો છો તો તમારી સફળતા અટકી જાય છે. જે લોકો પાંચ વાતોને બીજા લોકોથી છુપાવી રાખે છે તેનું સંપૂર્ણ ધ્યાન લક્ષ્ય પર રહે છે અને તે વ્યર્થની વાતોથી દૂર રહે છે. આ કારણ છે કે તેવા લોકો ખુબ કમાણી કરે છે. આવો જાણીએ ચાણક્ય નીતિ પ્રમાણે કઈ વાત છુપાવીને રાખવાનું કહેવામાં આવ્યું છે.
કોઈને પોતાની ભવિષ્યની યોજના ન જણાવો
ચાણક્ય નીતિ અનુસાર કોઈને પોતાની ભવિષ્યની યોજના ન જણાવવી જોઈએ. આમ કરવાથી મનુષ્ય પહેલા જ પોતાના માટે મુશ્કેલી વધારે છે. તમે ભવિષ્યમાં સફથ થવા માટે જે પણ યોજના બનાવી રહ્યાં છો તેને હંમેશા ગુપ્ત રાખો અને કોઈ સાથે શેર ન કરો. લોકો તમારી યોજનાઓ જાણ્યા બાદ તેમાં વિઘ્ન ઉત્પન્ન કરવાનો પ્રયાસ કરી શકે છે.
તમારી આર્થિક સ્થિતિ કોઈને ન જણાવો
આચાર્ય ચાણક્ય અનુસાર, વ્યક્તિએ પોતાની આર્થિક સ્થિતિ કોઈને ન જણાવવી જોઈએ. તમે ગમે તેટલા ધનવાન હો, જો તમે તમારી આવક અને આર્થિક સ્થિતિ વિશે કોઈને કહો છો, તો શક્ય છે કે કેટલાક લોકો તમારા પ્રત્યે ઈર્ષ્યા કરવા લાગે. બીજી બાજુ, જો તમે ગરીબ છો અથવા તમારી જિંદગી વંચિત છો, તો તમારી આર્થિક સ્થિતિ જાણ્યા પછી લોકો તમને ગરીબ માનવા લાગશે.
કોઈ અન્ય સાથે થયેલી વાત ન જણાવો
આચાર્ય ચાણક્ય અનુસાર બે લોકોની વાતો બે સુધી સીમિત રહેવી જોઈએ. તેનો મતલબ છે કે જો તમે કોઈ સાથે એકલામાં વાત કરી છે તો તમારા બંને વચ્ચે થયેલી વાતોનો ઉલ્લેખ કોઈ અન્ય સાથે ન કરો. વિશેષ કરી એકલામાં કોઈએ તમારી પ્રશંસા કરી છે કે પછી તમારી પાસે મદદ માગી છે તો તેને ગુપ્ત રહેવા દો.
તમારી અંગત વાત કોઈને ન જણાવો
આચાર્ય ચાણક્ય અનુસાર કોઈ વ્યક્તિએ પોતાના જીવનની અંગત વાતો જેમ કે નિષ્ફળ પ્રેમ, લડાઈ-ઝઘડા, ઘરની વાતો વગેરે કોઈને ન જણાવવી જોઈએ. આમ કરવાથી લોકો તમારી કેટલીક વાતો પોતાના લાભ માટે કઢાવે છે અને સમય આવવા પર તેનો ફાયદો ઉઠાવી તમારૂ નુકસાન કરાવી શકે છે. તેનાથી તમારી માનસિક શાંતિ ભંગ થઈ શકે છે.
તમારી બીમારીનો ઉલ્લેખ ન કરો
આચાર્ય ચાણક્ય અનુસાર તમારી કોઈ બીમારીનો ઉલ્લેખ બીજા સાથે ન કરો. જો તમે તમારી બીમારીનો ઉલ્લેખ કોઈ સાથે કરો છો તો આ વાત તમારા વિરુદ્ધ જઈ શકે છે. લોકો તમારી બીમારી એટલે કે તમારી નબળાઈનો ફાયદો ઉઠાવી તમને નુકસાન કરી શકે છે. ભવિષ્યમાં તમારે તેનું નુકસાન ભોગવવું પડી શકે છે, તેથી જો તમે જીવનમાં સફળ થવા ઈચ્છો છો તો તમારી બીમારીનો ઉલ્લેખ કોઈ સામે ન કરો.
Trending Photos