હચમચાવી દે તેવો અકસ્માત : કચ્છમાં ટ્રેલર અને મિની બસની ટક્કરમાં 6 ના કમકમાટીભર્યાં મોત
Accident News : ભુજના કેરા નજીક ટ્રેલર અને ખાનગી મિની બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 6 લોકોનાં મોત થયાં હોવાની જાણકારી સામે આવી રહી છે. ઘાયલોને ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
પશ્ચિમ કરછમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કેરા-મુન્દ્રા રોડ પર બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. આ બસમાં 40 મુસાફરો સવાર હતા.
ભુજ મુંદ્રા રોડ વચ્ચે આવતા કેરા ગામ નજીક ખાનગી ટ્રાવેલ્સની મિની લક્ઝરી બસ અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 4થી વધારે લોકોના મૃત્યુ થયા છે અને 4 જેટલા લોકો ગંભીર રૂપથી ઘાયલ થયા છે. મૃત્યુ આંક વધવાની શક્યતા છે.
ટ્રેલર પણ અકસ્માત બાદ હાઈવેની એકબાજુ ઉતરી ગયું હતું. તો મૃતદેહો અને બેહોશ લોકોથી રોડ ભરાઈ ગયો હતો.
ભુજથી મુંદ્રા જઈ રહેલી મિની બસને ઓવરટેક કરવાની લ્હાયમાં અકસ્માત નડ્યો હોવાનું સ્થાનિકો પાસેથી જાણવા મળી રહ્યું છે. સીતારામ ટ્રાવેલ્સની મિની બસ હોવાનું પ્રાથમિક માહિતી સામે આવી છે. દરમિયાન અકસ્માતને પગલે મિની બસમાં સવાર ઈજાગ્રસ્તો અને લાશો રોડ પર પથરાઈ હતી. દરમિયાન એક વ્યક્તિની લાશ કચડાઈ ગઈ હતી અને માંસના લોચેલોચા રોડ પર વેરવિખેર થયા હતા.
Trending Photos