શનિનું મહાગોચર અને સૂર્યગ્રહણ એક જ દિવસે, જાણો કોને કરશે માલામાલ અને કોના પર પડશે ખતરનાક પ્રભાવ

જ્યોતિષ શાસ્ત્રી ગણતરી મુજબ 29 માર્ચ 2025ના રોજ થનારું સૂર્ય ગ્રહણ એક મહત્વપૂર્ણ ખગોળીય ઘટના હશે. આમ તો સૂર્ય ગ્રહણનો પ્રભાવ તમામ રાશિઓ પર જોવા મળશે. પરંતુ કેટલીક રાશિઓ પર તેનો અશુભ પ્રભાવ પડી શકે છે. આવામાં જાણો કોણે રહેવું પડશે સતર્ક....
 

મિથુન રાશિ

1/12
image

મિથુન રાશિવાળાએ સૂર્યગ્રહણના પ્રભાવથી કરિયરમાં ફેરફાર સંભવ છે. મિથુન રાશિવાળાને કાર્યસ્થળ પર સતર્ક રહેવું પડશે. ઉપાય તરીકે સૂર્યને જળ ચડાવો અને "ॐ घृणिः सूर्याय नमः" મંત્રનો જાપ કરો. 

કર્ક રાશિ

2/12
image

સૂર્ય  ગ્રહણ કર્ક રાશિવાળા માટે અત્યંત શુભ ગણાય છે. ગ્રહણના શુભ પ્રભાવથી ભાગ્યમાં વધારો થશે. લાંબી મુસાફરી કરવી પડી શકે છે. જે આર્થિક રીતે શુભ રહેશે. ઉપાય- માતા દુર્ગાની પૂજા કરો અને 9 કન્યાઓને ભોજન કરાવો. 

સિંહ રાશિ

3/12
image

સૂર્ય  ગ્રહણના અશુભ  પ્રભાવથી સ્વાસ્થ્ય સંબંધિત પરેશાની થઈ શકે છે. વેપાર કરનારાઓને અચાનક ધનહાનિ થઈ શકે છે. ઉપાય- મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો અને ભગવાન શિવની આરાધના કરો. 

કન્યા રાશિ

4/12
image

સૂર્ય ગ્રહણના પ્રભાવથી દાંપત્ય જીવનમાં ઉતાર ચડાવ જોવા મળી શકે છે. વેપારમાં સાવધાની વર્તવી પડશે. આર્થિક મામલાઓમાં સતર્ક રહેવું પડશે. ઉપાય- શિવલિંગ પર જળ ચડાવો અને શિવ ચાલીસાના પાઠ કરો. 

તુલા રાશિ

5/12
image

માર્ચ મહિનામાં પડનારું સૂર્યગ્રહણ તુલા રાશિવાળા માટે સારું નથી કહેવાઈ રહ્યું. ગ્રહણના અશુભ પ્રભાવથી શત્રુ સક્રિય થઈ શકે છે. સવાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે. ઉપાય- હનુમાનજીને ગોળ અને ચણાનો ભોગ લગાવો અને મંગળ મંત્રનો જાપ કરો. 

વૃશ્ચિક રાશિ

6/12
image

સૂર્ય ગ્રહણની વૃશ્ચિક રાશિવાળાના જીવન પર શુભ અસર જોવા મળી શકે છે. લવ લાઈફમાં સકારાત્મક પ્રભાવ જોવા મળી શકે છે. વિદ્યાર્થીઓએ અભ્યાસ પર ધ્યાન આપવું પડશે. ઉપાય- માતા સરસ્વતીની પૂજા કરો અને વિદ્યાર્થીઓને શિક્ષણ સામગ્રી દાન કરો. 

ધનુ રાશિ

7/12
image

સૂર્ય ગ્રહ ધનુ રાશિવાળા માટે સારું નહીં રહે. ગ્રહણના અશુભ પ્રભાવથી કૌટુંબિક તણાવ વધી શકે છે. પરિવારમાં માતાના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે. ઉપાય- તુલસીને જળ ચડાવો અને  "ॐ नमो भगवते वासुदेवाय" મંત્રનો જાપ કરો. 

મકર રાશિ

8/12
image

સૂર્ય ગ્રહણના પ્રભાવથી મુસાફરીના યોગ છે. ભાઈ બહેનો સાથે સંબંધ મધુર થશે. ઉપાય- સુંદરકાંડના પાઠ કરો અને હનુમાનજીને સિંદૂર અર્પણ કરો. 

મેષ રાશિ

9/12
image

સૂર્યગ્રહણના પ્રભાવથી માનસિક તણાવ અને બિનજરૂરી ખર્ચા વધી શકે છે. જો કે સૂર્ય ગ્રહણના પ્રભાવથી ધર્મ કર્મમાં રસ વધશે. ઉપાય- હનુમાન ચાલીસાનો પાઠ કરો અને હનુમાનજીને ગોળ ચણાનો ભોગ ચડાવો. 

વૃષભ રાશિ

10/12
image

સૂર્ય ગ્રહણ વૃષભ રાશિવાળા માટે ખુબ શુભ અને લાભકારી છે. સૂર્યગ્રહણના પ્રભાવથી આર્થિક લાભ અને નવા સંપર્કો થવાની શક્યતા છે. ઉપાય- વિષ્ણુ સહસ્ત્રનામનો જાપ કરો અને ગરીબોનો ભોજન કરાવો. 

કુંભ રાશિ

11/12
image

આર્થિક મામલાઓમાં સતર્કતા જરૂરી છે. ભગવાન વિષ્ણુની પૂજા કરો અને ગરીબોને અન્ન દાન કરો. 

મીન રાશિ

12/12
image

માનસિક અને આધ્યાત્મિક ફેરફાર, ભાવનાત્મક અસ્થિરતા આવી શકે છે. ઉપાય- ભગવાન શિવને જળ અને બિલિપત્ર અર્પણ કરો અને મહામૃત્યુંજય મત્રનો જાપ કરો. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)