17677426200 રૂપિયાના આ પેલેસેમાં છે માત્ર 5 બેડ રૂમ, 24 કેરેટ સોનાથી બનેલો છે બાથટબ; અંબાણીનું એન્ટિલિયા પણ ફેલ
Marble Palace Dubai: જ્યારે પણ મોંઘા ઘરોની વાત આવે છે ત્યારે દરેકના મનમાં મુકેશ અંબાણીના એન્ટિલિયાની તસવીર આવવા લાગે છે. 15,000 કરોડ રૂપિયાના ખર્ચે બનેલું આ ઘર પોતાનામાં જ એક અજૂબા છે, પરંતુ આજે અમે તમને જે મહેલ વિશે જણાવી રહ્યા છીએ તે દુબઈની શાન અને શોકત માટે આખી દુનિયામાં જાણીતું છે.
સૌથી મોંઘા ઘરોમાં સામેલ
સામાન્ય રીતે ચાર દિવાલો અને છતથી મળીને ઘર બને છે, પરંતુ દુબઈનું આ ઘર ચર્ચામાં રહ્યું છે. તેની કિંમત અંગે ચર્ચા ચાલી રહી છે. સૌથી મહત્વની વાત એ છે કે, માત્ર પાંચ રૂમવાળા આ ઘરની કિંમત સાંભળીને તમે ચોંકી જશો. કિંમત સાંભળ્યા પછી તમે વિચારવા લાગશો કે આ ઘરની ખાસિયત શું છે.
દુબઈની શાન
દુનિયાભરના અમીર લોકોએ દુબઈમાં રિયલ એસ્ટેટમાં રોકાણ કર્યું છે. અહીં રિયલ એસ્ટેટની ભારે માંગ છે. દુબઈમાં આવી જ એક જગ્યા છે 'માર્બલ પેલેસ' જ્યારે તમે તેની ખાસિયતો જાણશો તો તમને તેની કિંમત પણ સમજાઈ જશે.
માર્બલ પેલેસ કેમ છે ખાસ?
અલ્ટ્રા-લક્ઝરી પેલેસ માર્બલ પેલેસ દુબઈના સૌથી મોંઘા વિસ્તારમાંથી એક અમીરાત હિલ્સ પર બનેલો છે. આ હવેલીનું નામ 'માર્બલ પેલેસ' એટલા માટે રાખવામાં આવ્યું છે, કારણ કે તેની અંદરની ખાસિયતો જોઈને તમારા મોંમાંથી 'વાહ તાજ' નીકળી જશે.
માત્ર 5 બેડરૂમ, પરંતુ 19 બાથરૂમ
આ મહેલમાં માત્ર 5 બેડરૂમ છે, પરંતુ બાથરૂમ 19 છે. બેડરૂમ અને બાથરૂમ ઉપરાંત એક ડાઇનિંગ એરિયા, 15 કાર માટે પાર્કિંગ, ઇન્ડોર અને આઉટડોર સ્વિમિંગ પુલ, એક કોરલ રીફ એક્વેરિયમ અને ગોલ્ફ કોર્સ પણ છે.
દરેક રૂમ એક ઘર બરાબર
ખાસ વાત એ છે કે, 60,000 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલી આ પ્રોપર્ટીમાં માસ્ટર બેડરૂમની સાઈઝ 4,000 સ્ક્વેર ફૂટ છે. એટલે કે, આંગણું જો ફૂટબોલ મેદાન બરાબર હોય તો રૂમ એટલા મોટા છે કે તેમાં 4BHK ફ્લેટ બનાવી શકાય.
ગોલ્ફ કોર્સનો નજારો
ઘરમાં 15-કાર ગેરેજ, 19 ટોયલેટ, ઇન્ડોરની સાથે-સાથે આઉટડોર પૂલ, બે ટેરેસ, કોરલ રીફ એક્વેરિયમ અને ઇલેક્ટ્રિકલ સબસ્ટેશન છે. અહીંથી ગોલ્ફ કોર્સનો નજારો દેખાય છે.
સંગમરમર (આરસ) પથ્થરનો ઉપયોગ
દુબઈનો આ માર્બલ પેલેસ કોઈ મહેલથી ઓછો નથી. તેનું બાંધકામ ઇટાલિયન માર્બલ પત્થરોથી કરવામાં આવ્યું છે. તેને બનાવવામાં 100 મિલિયન દિરહામનો ખર્ચ થયો હતો. તેને બનાવનાર કંપનીએ તેના વેચાણની જવાબદારી Luxhabitat Sotheby's International Realtyને સોંપી દીધી છે.
બનાવવામાં લાગ્યાં 12 વર્ષ
આ પેલેસને બનાવવામાં 12 વર્ષ લાગ્યા હતા. વર્ષ 2018માં આ પેલેસ બનીને તૈયાર થયો હતો. પેલેસમાં મહેમાનો માટે બનાવેલ સ્પેશિયલ ગેસ્ટ રૂમ 1,000 ચોરસ ફૂટનો છે.
24 કેરેટ સોનાની બનેલો બાથટબ
પેલેસમાં 24-કેરેટ સોનાનો બાથટબ (Jacuzzi) ઉપરાંત 7 લાખ ગોલ્ડ લીફ શીટમાંથી બનેલા પાંદડાઓથી શણગારવામાં આવ્યો છે.
કિંમત 17,67,74,26,200 રૂપિયા
સોથબી ઈન્ટરનેશનલ રિયલ્ટીની વેબસાઈટ પર માર્બલ પેલેસની કિંમત આશરે 17,67,74,26,200 રૂપિયાની આસપાસ છે. આ ઘરમાં એક જિમ, સિનેમા હોલ, બાથટબ (Jacuzzi) છે.
Trending Photos