10 દિવસમાં જોરદાર કમાણી, બજારમાં ચાલતી ઉથલપાથલ વચ્ચે ખરીદો આ 5 Stocks

શેર બજારમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે બ્રોકરેજ હાઉસે કેટલાક શેરમાં ખરીદીની સલાહ આપી છે. આ શેર 10 દિવસમાં જોરદાર કમાણી કરાવી શકે છે. 
 

 10 દિવસમાં જોરદાર કમાણી, બજારમાં ચાલતી ઉથલપાથલ વચ્ચે ખરીદો આ 5 Stocks

Stock to Buy: ચીનના પ્રોત્સાહક પગલાંને કારણે વિદેશી રોકાણકારો (FPIs) ત્યાંના બજાર તરફ વળ્યા છે. આ ઉપરાંત, ભારતમાં ઊંચા મૂલ્યાંકનને કારણે, FPIs શેર વેચી રહ્યાં છે રહે છે. શેર બજારમાં ચાલી રહેલી ઉથલપાથલમાં કેટલાક શેરમાં ખરીદીની તક છે. બ્રોકરેજ હાઉસે ટ્રેડર્સ માટે 5 સ્ટોક્સ CG POWER, Dixon Technologies, CRISIL, Piramal Pharma, Amber Enterprises India ને પસંદ કર્યાં છે. બ્રોકરેજે આ સ્ટોક્સમાં 2-10 દિવસ માટે ખરીદીની સલાહ આપી છે. સાથે સ્ટોક્સના ટાર્ગેટ અને સ્ટોપલોસ પણ જણાવ્યા છે.

Dixon Technologies Share Price Target
Dixon Technologies ને Motilal Oswal એ ટેક્નિકલ પિક બનાવ્યો છે. BUY રેટિંગ આપ્યું છે. ટાર્ગેટ પ્રાઇસ 15380 રૂપિયા છે. સ્ટોપલોસ 12980 રૂપિયા રાખવાનો છે. 25 ઓક્ટોબરે શેર 13930.15 રૂપિયા પર બંધ થયો હતો. આ રીતે સ્ટોકમાં 10 ટકાનું રિટર્ન મળી શકે છે.

CG Power Share Price Target
CG POWER એ પ્રભુદાસ લીલાધરે પોઝિશનલ પિક બનાવ્યો છે. બાય રેટિંગ આપ્યું છે. ટાર્ગેટ 800-835 રૂપિયા છે. સ્ટોપલોસ 710 રૂપિયા રાખવાનો છે. 25 ઓક્ટોબરે શેર 743.85 રૂપિયા પર બંધ થયો હતો. આ રીતે સ્ટોકમાં આગળ 12 ટકા રિટર્ન મળી શકે છે. 

CRISIL Share Price Target
CRISIL પર IIFL સિક્યોરિટીઝે ખરીદીની સલાહ આપી છે. ટાર્ગેટ 5200 રૂપિયા છે. સ્ટોપલોસ 4940 રૂપિયા રાખવાનો છે. ટાઈમ ફ્રેમ 5 દિવસ છે. 

Piramal Pharma Share Price Target
Piramal Pharma પર IIFL સિક્યોરિટીઝે ખરીદીની સલાહ આપી છે. ટાર્ગેટ 260 રૂપિયા છે. સ્ટોપલોસ 235 રૂપિયા રાખવાનો છે. ટાઈમ ફ્રેમ 7 દિવસની છે. 

Amber Enterprises Share Price Target
Amber Enterprises India પર IIFL સિક્યોરિટીઝે ખરીદીની સલાહ આપી છે. ટાર્ગેટ 7100 રૂપિયા છે. સ્ટોપલોસ 6770 રૂપિયા રાખવાનો છે. ટાઈમ ફ્રેમ 2 દિવસની છે. 

(ડિસ્ક્લેમરઃ અહીં શેરમાં રોકાણની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ઝી 24 કલાકના વિચાર નથી. શેર બજારમાં રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝરની સલાહ લો)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news