290 રૂપિયા પહોંચ્યો ટાટા ટેક્નોલોજીનો GMP,આ તારીખે ખુલી શકે છે IPO

ટાટા ટેક્નોલોજીનો આઈપીઓ સબ્સક્રિપ્શન માટે 21 નવેમ્બરે ખુલી શકે છે. આઈપીઓ ખુલતા પહેલા ગ્રે માર્કેટમાં ટાટા ટેક્નોલોજીના શેર 290 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યાં છે. 

290 રૂપિયા પહોંચ્યો ટાટા ટેક્નોલોજીનો GMP,આ તારીખે ખુલી શકે છે IPO

નવી દિલ્હીઃ ટાટા ગ્રુપ આપશે બે દાયકા બાદ આઈપીઓ લાવી રહ્યું છે. આ કંપની ટાટા ટેક્નોલોજી છે. કંપનીનો આઈપીઓ સબ્સક્રિપ્શન માટે 21 નવેમ્બરે ખુલી શકે છે. આ વાત રોયટર્સના એક રિપોર્ટમાં કહેવામાં આવી છે. આઈપીઓ ઓપન થતાં પહેલા ટાટા ટેક્નોલોડજીના શેરને ગ્રે માર્કેટમાં જોરદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. ટાટા ટેક્નોલોજીના શેર ગ્રે માર્કેટમાં 290 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યાં છે. ટાટા ટેક્નોલોજી પહેલા ટાટા ગ્રુપ વર્ષ 2004માં ટીસીએપનો આઈપીઓ લાવ્યું હતું. 

આઈપીઓમાં 9.57 કરોડ શેર વેચશે શેરહોલ્ડર્સ
ટાટા ટેક્નોલોજીની ઓટોમોટિવ ઈન્ડસ્ટ્રીઝમાં મજબૂત પકડ છે. કંપનીના રેવેન્યૂમાં આ ઈન્ડસ્ટ્રીઝની ભાગીદારી 75 ટકા છે. ટાટા ટેક્નોલોજીનો આઈપીઓ ઓફર ફોર સેલ છે, જેમાં વર્તમાન શેરહોલ્ડર્સ 9.57 કરોડ શેર વેચશે. આ કંપનીના ટોટલ પેડ-અપ શેર કેપિટલના આશરે 23.60 ટકા છે. ટાટા ટેક્નોલોડીના આઈપીઓમાં ક્વોલીફાઈડ ઈન્સ્ટીટ્યૂશનલ બાયર્સને 50 ટકા એલોકેશન મળશે. તો રિટેલ ઈન્વેસ્ટરને આઈપીઓના 35 ટકા અને નોન-ઈન્સ્ટીટ્યૂશનલ ઈન્વેસ્ટર્સને 15 ટકા ક્વોટા અલોટ થશે. 

પૈસા લગાવવા માટે ઘણા દિગ્ગજો સાથે વાત
ટાટા ટેક્નોલોજીની શરૂઆત વર્ષ 1988માં થઈ હતી. ટાટા ટેક્નોલોજી એક ગ્લોબલ એન્જિનિયરિંગ અને પ્રોડક્ટ ડેવલોપમેન્ટ સર્વિસ કંપની છે, તેનું મુખ્યાલય પુણેમાં છે. 23 દેશોમાં કંપનીના 12 હજારથી વધુ કર્મચારી છે. કંપની ઓટોમોટિવ, એયરોસ્પેસ, ઈન્ડસ્ટ્રિયલ અને હેવી મશીનરી ઈન્ડસ્ટ્રીઝ કસ્ટમર્સને એન્જિનિયરિંગ સર્વિસ ઉપલબ્ધ કરાવે છે. ટાટા ટેક્નોલોજીએ પાછલા દિવસમાં આઈપીઓમાં પૈસા લગાવવા માટે મોર્ગન સ્ટેનલી ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ, બ્લેકરોક સહિત અમેરિકાના કેટલાક હેઝ ફંડ્સ સાથે વાતચીત શરૂ કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news