1 એપ્રિલથી તમારા પર લાગશે આ નવો ટેક્સ, PAN નંબર આપશો નહી તો ચૂકવવો પડશે બમણો TAX

જોકે કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2020-21ના ફાઇનાશિયલ બિલમાં એક પ્રપોજલ આપ્યું છે. તેમાં સેક્શન 206C માં વિદેશ યાત્ર TCS લગાવવામાં આવ્યો છે. તો બીજી તરફ પાન નંબર નથી તો તેના પર બમણો ટેક્સ લાગશે. 

1 એપ્રિલથી તમારા પર લાગશે આ નવો ટેક્સ, PAN નંબર આપશો નહી તો ચૂકવવો પડશે બમણો TAX

નવી દિલ્હી: પરમેનેન્ટ એકાઉન્ટ નંબર એટલે PAN નાણાકીય ટ્રાંજેક્શન માટે એક અનિવાર્ય ડોક્યુમેન્ટ છે. પરંતુ જો કોઇ કહે કે પાન કાર્ડ વિના હવે તમે વિદેશયાત્રા કરી શકશો નહી અથવા તો ફરવા માટે વધુ કિંમત ચૂકવવી પડશે તો શું તમે સાચું માનશો. ભલે પાનકાર્ડનું વિદેશ યાત્રા સાથે શું લેવા-દેવા? પરંતુ આ વાત સો ટકા સાચી છે! જોકે કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2020-21ના ફાઇનાશિયલ બિલમાં એક પ્રપોજલ આપ્યું છે. તેમાં સેક્શન 206C માં વિદેશ યાત્ર TCS લગાવવામાં આવ્યો છે. તો બીજી તરફ પાન નંબર નથી તો તેના પર બમણો ટેક્સ લાગશે. 

1 એપ્રિલથી વસૂલવામાં આવશે ટેક્સ
દેશમાં ઇનકમ ટેક્સ ચૂકવનાર લોકોની સંખ્યા ખૂબ ઓછી છે, તો બીજી તરફ મોંઘી કાર ખરીદનાર અને વિદેશ યાત્રા કરનારાઓનો આંકડો ખૂબ મોટો છે. હવે સરકાર ઇનકમ ટેક્સ નહી ચૂકવનાર અને બેખૌફ ખર્ચ કરનાર લોકો પર લગામ કસવાની તૈયારી કરી રહી છે. 1 એપ્રિલ બાદથી કેન્દ્ર સરકાર વિદેશ યાત્રાના કુલ પેકેજ પર ટીસીએસ લગાવશે. વિદેશી ટૂર પેકેજ પર ટેક્સ લગાવવાથી સરકારી ખજાનામાં મોટી રકમ આવી શકે છે. નાણાકીય વર્ષ 2020-21ની શરૂઆતથી વિદેશ યાત્રા પર પાંચ ટકા ટેક્સ ચૂકવવો પડી શકે છે. 

ફાઇનાન્સ બિલમાં જોગવાઇ
ફાઇનાન્સ બિલના નવા નિયમો અનુસાર વિદેશ યાત્ર પર ખર્ચ થતાં કુલ પેકેજ પર 5 ટકા ટેક્સ કલેક્શન એટ સોર્સ (TCS)અલગથી ચૂકવવા પડશે. તો બીજી તરફ એક જોગવાઇ એ છે કે ટૂર પેકેજ લેનાર પાસે જો PAN નંબર નથી તો તેને કુલ પેકેજ પર 10 ટકા TCS ચુકવવો પડશે. એટલે કે પેન નંબર નહી હોય આ ટેક્સ ચૂકવવો પડશે. સરકારી આંકડા અનુસાર દેશમાં 1.5 કરોડ લોકો ટેક્સ ચૂકવવો પડે છે, જ્યારે ત્રણ કરોડ લોકો વર્ષમાં વિદેશ યાત્રા કરે છે. 

કાળાનાણા પર નજર
પર્યટન મંત્રાલયના આંકડા અનુસાર હાલના નાણાકીય વર્ષમાં 5 કરોડ ભારતીય વિદેશ ફરવા જઇ શકે છે. જોકે સરકારનો પ્રયત્ન છે કે ટીસીએસની નવી વ્યવસ્થાથી વિદેશ યાત્રાના નામે કાળાનાણાનો ઉપયોગ કરનારાઓ પર નજર રાખવામાં આવી શકે છે. ટેક્સ અધિકારીઓના અનુસાર વર્ષમાં ઘણીવાર વિદેશ યાત્રા કર્યા બાદ પણ લોકો સરકારને પોતાની યાત્રા વિશે જાણકારી આપતા નથી. 

કેટલો ચૂકવવો પડશે TCS
જો કોઇ ટૂર પેકેજનો ખર્ચ 1 લાખ રૂપિયા છે તો તમને અલગથી 500 રૂપિયા તરીકે TCS ચૂકવવા પડશે. ટૂર એન્ડ ટ્રાવેલ કંપની તેને પેકેજથી અલગ ચાર્જ કરવા પડશે. TCS ની રકમ સરકારી ખજાનામાં જશે. જોકે ઇનકમ ટેક્સ રિટર્ન (આઇટીઆર) ભરતી વખતે ટીડીએસઈ રકમને રિફંડ માટે ક્લેમ કરી શકાય છે. તેના માટે આઇટીઆરમાં વિદેશ યાત્રાનો ઉલ્લેખ કરવો પડશે.  

ITR માં કરવો પડશે વિદેશ યાત્રાનો ઉલ્લેખ
કેન્દ્ર સરકારે પોતાની આવક બતાવનાર લોકો આઇટીઆરમાં વિદેશ યાત્રાનો ઉલ્લેખ કરવાથી બચે છે. જો કોઇ વ્યક્તિ ટૂર પેકેજ લેતુ નથી, પરંતુ પોતાના વિદેશ જવાની ટિકીટ લે છે અને રહેવાની વ્યવસ્થા કરે છે તો તેને ટીસીએસ ચૂકવવો નહી પડે. ટીસીએસ કપાતા જ ઇનકમ ટેક્સ વિભાગની પાસે એલર્ટ જતું રહેશે. સરકારના આ નિર્ણયની અસર સરકારી અને પ્રાઇવેટ કંપનીઓના અધિકારીઓ પર પણ થશે. કારણ કે વ્યવસ્થા ભલે કોઇ પણ કરે, પરંતુ TCS પોતે એમ્લોઇને જ ચૂકવવા પડશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news