Warren Buffett Forecast: વોરેન બફેટે કરી એવી ભવિષ્યવાણી કે, સાંભળીને ઉડી ગયા રોકાણકારોના હોંશ

Warren Buffett Forecast: વોરેન બફેટે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે શેર બજારમાં રોકાણ કરનાર રોકાણકારોને એક મોટી સલાહ આપી રહ્યા છે. તેમણે રોકાણકારોને જણાવ્યું છે કે, તેમણે શેરોમાં 50 ટકાના ઘટાડા માટે તૈયાર રહેવા જણાવ્યું છે.

 Warren Buffett Forecast: વોરેન બફેટે કરી એવી ભવિષ્યવાણી કે, સાંભળીને ઉડી ગયા રોકાણકારોના હોંશ

Warren Buffett Forecast: દિગ્ગજ રોકાણકાર વોરેન બફેટ કંઈ પણ કહે તો કરોડો લોકો તેમને સાંભળવા તત્પર રહે છે. આજે વિશ્વના અનેક રોકાણકારો તેમની વાતને ધ્યાનથી સાંભળે છે અને દરેકની કોશિશ હોય છે કે તેમને ફોલો કરવામાં આવે. તેનું મુખ્ય કારણ તેમનો શેર બજારમાં જબરદસ્ત અનુભવ છે. એટલું જ નહીં, વોરેન બફેટે સ્ટોક માર્કેટમાંથી કરોડોની સંપત્તિ ભેગી કરી છે. હવે શેર બજારમાં ચાલી રહેલા ઉતાર ચઢાવની વચ્ચે એક ભવિષ્યવાણી કરી છે. તેમણે અમુક શેરોમાં 50 ટકાના ઘટાડા માટે તૈયાર રહેવા માટે રોકાણકારોને જણાવ્યું છે.

50 ટકાના ઘટાડા માટે તૈયાર રહો
વોરેન બફેટે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે શેર બજારમાં રોકાણ કરનાર રોકાણકારોને એક મોટી સલાહ આપી રહ્યા છે. તેમણે રોકાણકારોને જણાવ્યું છે કે, તેમણે શેરોમાં 50 ટકાના ઘટાડા માટે તૈયાર રહેવા જણાવ્યું છે. ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો વોરેટ બફેટે વીડિયોઝ હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે.

ઉધારના પૈસા લગાવનાર થઈ જશે બર્બાદ!
વોરેન બફેટે વીડિયોમાં એવું પણ જણાવ્યું છે કે વર્કશાયરના ઈતિહાસમાં આવું ત્રણ વખત થયું છે, જ્યારે શેર બજાર 50 ટકા સુધી ગગડ્યું છે. તેમણે રોકાણકારોને ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો તમે ઉઘારના પૈસાથી શેરમાં રોકાણ કર્યું છે તો તમે બર્બાદ થઈ શકો છો.

પોતાની જાતે લો રોકાણનો નિર્ણય
તેમણે વધુમાં જણાવ્યું છે કે, જ્યારે વર્કશાયરનો શેર ગગડ્યો ત્યારે કંપનીની સાથે કંઈ પણ ખોટું નહોતું. તેમણે જણાવ્યું કે, રોકાણકારોનું મન યોગ્ય રહેવું જોઈએ. નહિંતર તમારી જીંદગી ખોટા સમયે શેર ખરીદવા અને વેચવામાં પસાર થઈ જશે અને તમે ખોટ માટે રડતા રહેશો. જ્યારે ભાવમાં વધઘટ થાય છે ત્યારે રોકાણકારો અન્યની સલાહ પર નિર્ણય લે છે.

લાંબા સમય સુધી રોકાણ માટે રહો તૈયાર
તેઓ કહે છે કે જો તમે લાંબા સમય સુધી કોઈ શેરમાં રોકાણ કરી શકતા નથી, તો તમારે તેને ખરીદવો જોઈએ નહીં. તે કહે છે કે જેમ તમે ફાર્મને લાંબા સમય સુધી તમારી પાસે રાખો છો, તેવી જ રીતે તમારે શેર રાખવા માટે નાણાકીય અને માનસિક રીતે તૈયાર રહેવાની જરૂર છે. બફેટે એક ઈન્ટરવ્યુ દરમિયાન એમ પણ જણાવ્યું હતું કે તમારે ફક્ત તેજ કંપનીઓમાં રોકાણ કરવું જોઈએ, જેણે તેઓ સમજે છે. તેઓએ અપેક્ષા રાખવી જોઈએ કે કંપનીના શેર લાંબા ગાળે સારું વળતર આપશે.

આ ફૉર્મૂલા પર કામ કરે છે બફેટ
વોરન બફેટ શેર ખરીદવા માટે ત્રણ નિયમોની મદદ લે છે. તેમનું કહેવું છે કે પહેલો નિયમ એ છે કે બિઝનેસમાં રોકાણ કરેલી રકમ પર કંપનીને સારી આવક હોવી જોઈએ. બીજું, કંપનીનું સંચાલન પ્રમાણિક અને કુશળ સંચાલકોના હાથમાં હોવું જોઈએ. ત્રીજું કંપનીના શેરની કિંમત સાચી હોવી જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news