સુશાંત કેસ: ડ્રગ્સનું નેટવર્ક ચલાવનાર 6 મુખ્ય આરોપીઓને કોર્ટમાં કરવામાં આવશે રજૂ
Trending Photos
નવી દિલ્હી: એનસીબી (NCB)ના મુંબઈ ઝોનલ યુનિટ (MZU)એ ડ્રગ્સના કેસમાં 6 તસ્કરોની ધરપકડ કરી છે, જેમને સોમવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ACMM કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સુશાંત કેસમાં આ સૌથી મહત્વના પેડલર્સ છે જે બોલીવુડ નેટવર્કમાં ડ્રગ સપ્લાય કરતા હતા.
આ બધાની ઓળખ કરણજિત સિંહ, ડ્વેન ફર્નાન્ડિઝ, સંકેત પટેલ, અંકુશ અનેજા, સંદીપ ગુપ્તા અને આફતાબ ફતેહ અન્સારી તરીકે થઈ છે. તમને જણાવી દઇએ કે શનિવારે એનસીબીએ કરણજિત ઉર્ફે KGની પણ ધરપકડ કરી હતી. આરોપી કૈપરી અને લિટલ હાઇટ્સમાં ડ્રગ્સ વેચતો હતો. વિભાગે એમ પણ કહ્યું હતું કે કરણજિત શોવિક અને સેમ્યુઅલ મિરાંડાને ડ્રગ્સ સપ્લાય કરતો હતો.
ત્યારે પોલીસને આપેલા એક નિવેદનમાં આરોપીએ કબૂલ્યું છે કે, તે દીપેશ સાવંત અને સેમ્યુઅલ મિરાંડા થકી સુશાંત સિંહને અત્યાર સુધીમાં 10 વખત ડ્રગ્સ સપ્લાય કર્યું છે. આ વચ્ચે એનસીબીએ ડ્વેન ફર્નાન્ડિસ નામના શખ્સની પણ ધરપકડ કરી છે. જેણે દીપેશ સાવંત અને શોવિકને ઘણી વખત ડ્રગ્સ સપ્લાય કર્યું હતું. આ ઉપરાંત સંકેત પટેલની પણ ધરપકડ કરી છે જે કરમજિતની સાથે મળીને ડ્રગ્સ સપ્લાયનું કામ કરતો હતો.
ત્યારે સંદીપ ગુપ્તા વ્યવસાયથી એક ઓટો રિક્ષા ડ્રાઇવર છે, પરંતુ તેનું મુખ્ય કામ ડ્વેન જેવા ડ્રગ્સ ડિલરોને મોટા પ્રમાણમાં ડ્રગ્સની ડિલિવરી કરવાનું હતું. સંદીપને આ કામમાં આફતાબ ફતેહ અંસારી મદદ કરતો હતો. તેથી એનસીબીએ તેની પણ ધરપકડ કરી છે. ત્યારે અંકુશ અરેન્જા મુંબઇમાં હાઇ પ્રોફાઇલ વ્યક્તિઓને વીડ, હેશ અને એમડી જેવા નશીલા પદાર્થ વેચતો હતો. જણાવવામાં આવી રહ્યં છે કે, અનુજ કેશવાની અને કરમજિત સિંહનું નેટવર્કથી જોડાયેલા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે