દીકરીએ કરી એવી ડિમાન્ડ કે અક્ષયકુમારના ઉડી ગયા હોંશ
આ ઘટના તાજેતરમાં ફાધર્સ ડેના દિવસે બની હતી
Trending Photos
મુંબઈ : બોલિવૂડમાં ફાધર્સ ડેની જોરશોરથી ઉજવણી કરવામાં આવી હતી. મોટાભાગના બોલિવૂડ સ્ટાર્સે આ દિવસની ઉજવણી કરી હતી. જોકે આમાં બોલિવૂડના ખેલાડી અક્ષયકુમારનો અંદાજ બધાથી અલગ હતો. હકીકતમાં અક્ષયકુમારને ફાધર્સ ડેના દિવસે તેની દીકરી નિતારાએ કહ્યું કે તેને પાળેલું જાનવર જોઈએ છે. અક્ષયે જ્યારે સવાલ કર્યો કે તેને ક્યું પ્રાણી જોઈએ છે તો નિતારાએ જવાબ આપતા કહ્યું કે હવાઇ ઘોડો (હવામાં ઉડતો ઘોડો) જોઈએ છે. નિતારાની ઇચ્છા જાણીને અક્ષયના હોંશ ઉડી ગયા પણ આખરે તેણે નિતારાની ઇચ્છા પુરી કરી.
અક્ષયને નિતારાની ઇચ્છા પુરી કરવામાં ભારે મહેનત કરવી પડી હતી કારણ કે હકીકતમાં હવાઈ ઘોડો હોતો જ નથી. આ માટે અક્ષયે પોતાના ચહેરા પર હવાઈ ઘોડાના સ્ટિકર્સ લગાવ્યા હતા.
અક્ષયે આ ઘટનાને ઇન્સ્ટાગ્રામ પર શેયર કરી છે. આ પછી દીકરી પ્રત્યેના અક્ષયના પ્રેમની ભારે પ્રશંસા થઈ રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે