TRENDING: સોશિયલ મીડિયા પર ઉઠી Swara Bhaskarની ધરપકડની માગ, જાણો સમગ્ર મામલો

સ્વરા ભાસ્કર (Swara Bhasker) તાજેતરમાં રાહુલ ગાંધી પર ટ્વિટ કરી ચર્ચામાં હતી, તો હવે ટ્વિટર પર #ArrestSwaraBhasker ટ્રેન્ડ કરી રહ્યું છે.

TRENDING: સોશિયલ મીડિયા પર ઉઠી Swara Bhaskarની ધરપકડની માગ, જાણો સમગ્ર મામલો

નવી દિલ્હી: સ્વરા ભાસ્કર (Swara Bhasker) તાજેતરમાં રાહુલ ગાંધી પર ટ્વિટ કરી ચર્ચામાં હતી, તો હવે ટ્વિટર પર #ArrestSwaraBhasker ટ્રેન્ડ કરી રહ્યું છે. જે સમયે CAA અને NRCને લઇને દેશમાં હંગામો થઈ રહ્યો હતો તે સમયે સ્વરા ભાસ્કરે પ્રદર્શનકારીઓની વચ્ચે ભાગ લીધો હતો અને સરકાર વિરુધ નારા લગાવ્યા હતા. હાલ ટ્વિટર પર સ્વરાનો પ્રદર્શનકારીઓ વચ્ચે નારા લગાવતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને ટ્વિટર પર #ArrestSwaraBhasker ટ્રેન્ડ કરી રહ્યું છે.

CAA હંગામા દરમિયાન જ્યારે સ્વરા ભાસ્કર પ્રદર્શનકારીઓ વચ્ચે પહોંચી હતી, ત્યારે તેની ધરપકડ કરવાની માગ ઉઠી હતી અને આજે પણ #ArrestSwaraBhasker ટ્રેન્ડ કરી રહ્યું છે. જ્યારે CAA વિવાદ ચાલી રહ્યો હતો, ત્યારે દેશમાં કોરોના વાયરસ સંકટ આવ્યો અને આ ભીડને લોકડાઉનના કારણે ઘરે બેસવું પડ્યું હતું. ત્યારે આ મામલો શાંત પડી ગયો હતો. સ્વારા ભાસ્કર પર તે સમયે હિંસાને ભડકાવવાનો આરોપ પણ લાગ્યો હતો. અધિકારીઓએ સ્વરાની સામે કાર્યવાહી કરવા અને તેની ધરપકડ કરવાની માગ કરી હતી.

— JAY MERCHANT (@CtBaroda) June 6, 2020

— Sharmistha (@Sharmis00184387) June 6, 2020

તમને જણાવી દઇએ કે, સ્વરા ભાસ્કરે તેના આ ભાષણમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય પર સવાલ ઉઠાવતા પૂછ્યું હતું કે, મુસ્લિમોને કેમ નિશાન બનાવવામાં આવે છે? તેની સાથે જ તેણે કહ્યું હતું કે, આપણે આપણી વાતને ઉઠાવા માટે અવાજ ઉંચો કરવો પડશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news