બધાઇ હો પાર્ટ ટુ માટે તૈયાર રહો, જોર શોરથી ચાલે છે તૈયારીઓ...

આયુષ્યમાન ખુરાના અભિનિત અને 66મા રાષ્ટ્રિય પુરસ્કારમાં બેસ્ટ પોપ્યુલર ફિલ્મનો એવોર્ડ જીતનાર ફિલ્મ બધાઇ હો પાર્ટ ટુ માટે તૈયાર થઇ જાવ. બહેતરીન મનોરંજન પુરૂ પાડનાર આ ફિલ્મનો બીજો ભાગ બનવા જઇ રહ્યો છે અને આ માટે પુરજોશમાં તૈયારી હાથ ધરવામાં આવી છે. 

બધાઇ હો પાર્ટ ટુ માટે તૈયાર રહો, જોર શોરથી ચાલે છે તૈયારીઓ...

નવી દિલ્હી : આયુષ્યમાન ખુરાના અભિનિત અને 66મા રાષ્ટ્રિય પુરસ્કારમાં બેસ્ટ પોપ્યુલર ફિલ્મનો એવોર્ડ જીતનાર ફિલ્મ બધાઇ હો પાર્ટ ટુ માટે તૈયાર થઇ જાવ. બહેતરીન મનોરંજન પુરૂ પાડનાર આ ફિલ્મનો બીજો ભાગ બનવા જઇ રહ્યો છે અને આ માટે પુરજોશમાં તૈયારી હાથ ધરવામાં આવી છે. 

આ વખતે 66મા રાષ્ટ્રિય ફિલ્મ પુરસ્કારમાં બોલીવુડ એક્ટર આયુષ્યમાન ખુરાના જ છવાયેલો રહ્યો. ખુરાનાની બે ફિલ્મોએ કુલ પાંચ એવોર્ડ જીત્યા. બહેતરીન મનોરંજન પુરૂ પાડવા બદલ બધાઇ હો બેસ્ટ ફિલ્મ પુરસ્કાર જીતી અને આ ફિલ્મ માટે સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો પુરસ્કાર સુરેષા સીકરીને મળ્યો. જ્યારે ફિલ્મ અંધાધુન ને સર્વશ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો અને આ ફિલ્મને પટકથા લેખકનો પુરસ્કાર શ્રીરામ રાઘવન, અરિજીત વિશ્વાસ, પૂજા લાધા સૂર્તી, યોગેશ ચંદેકર અને હેમંત રાવને મળ્યો. આ ઉપરાંત અંધાધુન અને ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇકમાં શાનદાર અભિનય માટે આયુષ્માન ખુરાા અને વિક્કી કૌશલને સંયુક્ત રીતે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો. 

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો બધાઇ હો ની સફળતા બાદ હવે મેકર્સ એની સિક્વલ બનાવવાની તૈયારીઓમાં લાગ્યા છે. ખબર છે કે ફિલ્મની સ્ક્રિપ્ટ પણ ફાઇનલ કરી દેવાઇ છે. સ્ટાર કાસ્ટ માટે મેકર્સ કામ કરી રહ્યા છે. જોકે આયુષ્યમાન ખુરાના પહેલી પસંદગી હશે એવું સુત્રો જણાવી રહ્યા છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

#NationalAward #66thNationalAwards

A post shared by Ayushmann Khurrana (@ayushmannk) on

અહીં નોંધનિય છે કે, નેશનલ એવોર્ડ જીત્યા બાદ આયુષ્યમાન ખુરાનાએ ગત શનિવારે એક કવિતા લખી અને એને સોશિયલ મીડિયા પર ઇન્સ્ટાગ્રામમાં શેયર કરી હતી. આયુષ્યમાને આ કવિતામાં ઘણું દર્દ છુપાયેલું છે. જેને વાંચીને તમારી આંખો ભીની થઇ જશે. વાસ્તવમાં આયુષ્યમાને આ કવિતામાં પોતાની સફરને વર્ણવી છે. 

સિને જગતમાં આયુષ્યમાન ખુરાનાનો અંદાજ અન્ય કલાકારો કરતાં થોડો અલગ છે. સ્પેશિયલ પ્લોટ પર બનતી ફિલ્મોમાં ખાસ કામ કરે છે. પરંતુ આયુષ્યમાને હવે નવો કમાલ કર્યો છે. એ પોતાની ફિલ્મોને સમય મર્યાદામાં પૂરી કરવામાં પણ અવ્વલ માનવામાં આવે છે. આયુષ્યમાને પોતાની આગામી ફિલ્મ ગુલાબો સિતાબોનું શૂટિંગ માત્ર 22 દિવસમાં પૂરૂ કરી લીધું છે. ગુલાબો સિતાબોનું શૂટીંગ લખનૌમાં કરાયું છે. આ ફિલ્મ તે બોલીવુડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન સાથે દેખાશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news