જેમની સાથે કામ કરવા દિલીપકુમારથી મધુબાલા સુધી બધા રહેતા હતા તલપાપડ! જાણો મહાન ફિલ્મમેકરની કહાની
હિંદી સિનેમાને નવી દિશા આપનાર બિમલ રોયનો આજે જન્મદિવસ છે. ભારતીય ફિલ્મોને દુનિયાભરમાં ઓળખ અપાનવાર બિમલ રૉયને 11 ફિલ્મ ફેર અવોર્ડ મળ્યા હતા.
Trending Photos
નવી દિલ્લીઃ દેશના સૌથી મહાન ફિલ્મકારોમાંથી એક બિમલ રૉયનો આજે જન્મદિવસ છે. ઈન્ડસ્ટ્રીમાં બિમલ દાના નામથી જાણીતા બિમલ રોય ખરા અર્થમાં હિંદી સિનેમાને દિશા બતાવનાર સાબિત થાય. 12 જુલાઈ 1909માં અખંડ ભારતના ઢાકામાં જન્મેલા બિમલ રૉય જમીનદાર પરિવારમાંથી આવતા હતા. સિનેમા પ્રત્યેનો તેમનો પ્રેમ બિમલ રૉયને કોલકાતાથી મુંબઈ ખેંચી લાવ્યો.
કાન્સમાં પહોંચી હતી બિમલ રૉયની ફિલ્મ:
માનવીય મુદ્દાઓ સાથે જોડાયેલી ફિલ્મો બનાવવામાં બિમલ રૉયની માસ્ટરી હતી. તેમની કલ્ટ ક્લાસિક ગણાતી ફિલ્મ દો બીઘા જમીન તેનું ઉદાહરણ છે. જે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી હતી અને કાન્સમાં તેમને ઈન્ટરનેશન અવૉર્ડ પણ મળ્યો હતો.
દો બીઘા જમીનનો આજે પણ હિંદી સિનેમાની 100 સર્વેશ્રેષ્ઠ ફિલ્મોમાં સમાવેશ થાય છે. દિગ્દર્શકો માટે આ ફિલ્મ ધર્મપુસ્તક સમાન છે.ફિલ્મ જોઈને રાજ કપૂરે પોતે આવી ફિલ્મ ન બનાવી શક્યાનો અફસોસ વ્યક્ત કર્યો હતો.
મધુબાલાને આખી જિંદગી રહ્યો અફસોસ:
બ્યુટી ક્વીન મધુબાલાએ એક વાર કહ્યું હતું કે, તેમને બિમલ રૉય સાથે કામ ન કરી શકવાનો અફસોસ રહેશે. બિમલ રૉયની ફિલ્મોના સ્તરનો અંદાજ મધુબાલાના આ નિવેદન પરથી જ લગાવી શકાય છે. બિમલ રૉયે પરિણીતા, બિરાજ બહુ, મધુમતિ, સુજાતા જેવી ફિલ્મો બનાવી. જેમાંથઈ તેમની ફિલ્મ મધુમતિને વર્ષ 1958માં 9 ફિલ્મફેર અવૉર્ડ મળ્યા હતા. આ રેકોર્ડ 37 વર્ષ સુધી કાયમ રહ્યો.
નાની ઉંમરમાં થયું નિધન:
હિંદી સિનેમાને નવી દિશા આપનારો આ સિતારો માત્ર 55 વર્ષની ઉંમરે આથમી ગયો. વર્ષ 1965માં કેન્સરના કારણે તેમનું નિધન થઈ ગયું. જો કે, તેમની અમર ફિલ્મોન માધ્યમથી આજે પણ બિમલ દા લોકોના હ્રદયમાં જીવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે